________________
તો દીઠાં ન ગમે! અને મોટેભાગે તો જર્સી જનાવરો જ. દેખવામાં તો ન જામે, પણ ભાંભરે ત્યારે પણ સાવ બોદો, ગળાં બેસી ગયાં હોય તેવો અને એકધારો જ અવાજ કાઢે ! વધતી જતી પશુહિંસા અને માંસાહારને કારણે ગુજરાત પણ આ દિશામાં ઝડપથી પ્રગતિ (!) તો કરી રહ્યું છે. અને હવે તો આયોજન પંચે અને ભારત સરકારે પણ ઠરાવ્યું જ છે કે ગાય-ભેંસોની રક્ષાના જરીપુરાણા ખ્યાલને હવે દૂર મૂકવો, કતલ વધારવી અને માંસની નિકાસ વધારીને વધુ હુંડિયામણ મેળવી સમૃદ્ધ થવું. બે છેડા ભેગા કરવામાં જ હાંફી જતા સામાન્ય પ્રજાજનને કલ્પના પણ ન આવે તે રીતે આ બધું થઈ રહ્યું છે. આ હિંસાનું જ પરિણામ છે કે ઉદાર, અહિંસક, કરુણાળુ મનાતો ગુજરાતી મનુષ્ય હવે માણસોને જીવતો સળગાવી મૂકતાંય અચકાતો નથી. હિંસાના આ તાંડવના પરિણામે, હવે પછી, પશુ-પંખીની અવેજીમાં મનુષ્યોની હિંસા-હત્યા થાય, ભયંકર તોફાનો અને યુદ્ધો થાય તો શક્ય ગણાય. પરમાત્માનું અને સદ્ધર્મનું શરણ જ આમાંથી આપણને બચાવી શકે.
(જેઠ-૨૦૧૮)