SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ આગમોની સઝય આગમ-મંદિરમાં થયેલ આગમ-પરિચયવાચનાના અવસરે બાલમુનિ મનકચંદ્રસાગરજીની વિનંતિથી પૂ. આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિજીએ ૪૫ આગમની સજ્ઝાયની રચના કરેલી, જેને કંઠસ્થ કરી બાલમુનિએ વિશાળ સભા વચ્ચે ગાઈ સંભળાવેલી તે સજ્ઝાય આ રહી. આચારાંગે સૂયગડાંગે, સ્થાનાંગે સમવાયે વળી, ભગવતીને જ્ઞાતા સૂત્રે, ઉપાસક દશાંગે મહી અંતગડને અનુત્તરોપ - પાતિગને દશાંગે મહી, પ્રશ્નવ્યાકરણને વિપાકે, વાણી અગિયાર અંગ તણી ઔપપાતિકને રાયપસેણી, જીવાભિગમપન્નવણા સૂર્ય ચંદ્ર જંબુ પ્રજ્ઞપ્તિ, નિરયાવલિ કય્યવડીંસયા પુલ્ફિયાને વળી પુષ્કચુલિઆ, બારમુ જાણો વન્હિ દશા, એ બારે ઉપાંગો ભાખ્યા, ભણતા સુણતા શુભ દશા ચઉશરણ આઉરની સાથે, પ્રત્યાખ્યાન ત્રીજું કહ્યું, ભક્ત પરીજ્ઞા ચોથું તંદુલ - વૈચારીક સંથારે મળ્યું ગચ્છાચારને ગણીવિજ્જા છે, દેવેન્દ્ર મરણ સમાધિ કરે, એ દશ છે પયન્ના આગમ, આતમનો ઉદ્ધાર કરે છ છેદોમાં પહેલું નિશીથ, માહાનિશીથને વ્યવહારો, ચોથું જીત ને બૃહતકલ્પ છે, છઠ્ઠું દશા શ્રુતસ્કંધ વરો આવશ્યકને પિંડનીયુક્તિ, દશવૈકાલીકનિત્ય સ્મરો, ઉતરાધ્યન એ ચારે અંગો, મુલ નામે ઓળખ કરો પિસ્તાલીશમાં છેલ્લા બે છે, નંદી અનુયોગ દ્વાર વળી, આગમપુજો બહુવિધ રંગે(કળશ), વંદો સહુએ લળી લળી ઇમસકલ વિશ્વ આધાર સમ, જિનવાણીને જેણે ભજી, સ વિ દુરિત મોહ સંસાર તાપની આપદા તેણે તજી, શ્રી બાલમુનિ મનક કાજે સજ્ઝાય આગમનામની, શ્રી હેમચંદ્રસાગરસૂરીએ રચી એ શિવગતિ ગામિની ||૧|| રા 11311 ॥૪॥ 11411 ॥૬॥ શા ||૮|| 11ell 119011
SR No.032359
Book TitleAgamni Sargam
Original Sutra AuthorN/A
AuthorHemchandrasagarsuri
PublisherAgamoddharak Pratishthan
Publication Year2008
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy