________________
આગમઅરીસો જોવાતાં રે! લોલ
હાથમાં બેદાગ અસ્સલ આરસી હોવા છતાં, પોતાનું મુખ આરસના લીસ્સા પત્થરમાં જોવાની ચેષ્ટા કરે એને કેવો કહેવો? મુખનું પ્રતિબિંબ જેટલું આરસી અપનાવી શકે તેટલું તો આરસ હરગિજ ન અપનાવી શકે. આટલી સ્પષ્ટ વાત હોવા છતાં કેટલાક આરસીના બદલે આરસ પસંદ કરતાં હોય છે. એમાં લાભની કોઈ શક્યતા નહિ, નુકસાનનો પાર નહિ!
આરસીમાં પ્રતિબિંબ જોવાથી દાગ, અસ્વચ્છતા, મેલ દૂર કરી ચહેરાને બેદાગસુસ્વચ્છ અને નિર્મળ બનાવી શકાય છે, જ્યારે આ શક્તિ આરસ પાસે નહિ હોવાથી એ સાચું પ્રતિબિંબ બતાવી શકતો નથી. ઊલટાનું બીજું-ત્રીજું બતાવી ઇન્સાનને ભ્રમણામાં નાખી દે છે અને ભ્રાન્ત વ્યક્તિ ક્યારે પણ સત્ય માર્ગને પામી શકતો નથી, ઉલઝાયા જ કરે, મુરઝાયા જ કરે. - દુનિયાના તખ્તા પર આગમની આરસી પણ છે અને આરસના ટુકડા જેવા બીજા ગ્રંથો પણ છે...! એ ગ્રંથોને જોતાં એમ લાગી આવે કે જીવની શિવગતિ હાથવગી છે. થોડા જ પ્રયત્ન પહોંચી જવાશે, પણ હકીકતમાં એ ભ્રમ માત્ર હોય છે એમાં વાસ્તવિકતાનાં દર્શન દુર્લભ હોય છે. વાસ્તવિકતાનાં દર્શન કરવા જ્યારે આગમની આરસી તરફ દૃષ્ટિ નાખીએ ત્યારે શુભવીર વિજયજીની પંક્તિ કાને અથડાયા વિના રહેતી નથી કે
“આગમઅરીસો જોવતાં રે! લોલ દૂરદીઠું છે શિવપુરઠાણ... જો ...” | અને ત્યારે આત્માના જોમમાં વેગ વળગે છે...કે ઓહ! શિવપુર એમ કંઈ “સતું