SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરૂપ જણાવી તેમાં થતાં નિદ્રાદિના વિભાગો જણાવ્યા છે એટલે જીંદગીનો કેટલો ભાગ બાલ્યાવસ્થામાં, કેટલો નિદ્રામાં, કેટલો, ઘડપણમાં જણાવી ધર્મનો કાલ બહુ જ અલ્પ રહે છે, માટે પ્રમાદનો ત્યાગ કરી ગર્ભિત ધર્માઆરાધના કરવાનો ઉપદેશ આપ્યો છે. વધુ વૈરાગ્ય ભાવ ઉત્પન્ન કરવા યુગલિક શરીરનું વર્ણન કરતાં તેના કરંડક, શીરા આદિનો વિસ્તાર જણાવી, દેહ પરનો રાગ દૂર કરવાનું જણાવતાં સ્ત્રી પરના મોહને દૂર કરવાનું જણાવ્યું છે. સાથે સાથે તેનાં નામોની (સ્ત્રી નામોની) વ્યુત્પત્તિ જણાવી છે એટલે કે દરેક શબ્દ ઉપરથી એવો અર્થ કાઢ્યો છે કે જેનાથી ધર્મભાવનાને સારો વેગ મળે. તે છેવટે જણાવ્યું છે કે મરણના ટાઇમે આત્માને ધર્મ સિવાય કોઈ તારણહાર નથી. આ આખુંયે પ્રકરણ જો વિચાર કરીએ તો સહેજે સમજાય કે સ્ત્રી-પુરુષના ગુહ્ય ભાગોની રચનાથી માંડીને જે પૂર્ણ વર્ણન કર્યું છે તેનો આશય એ છે કે આપણે જે ચર્મચક્ષુથી પર સૌંદર્ય સંપત્તિમાં પતંગિયાનું જે આંધળું અનુકરણ કરીએ છીએ તે ન કરતાં પ્રજ્ઞાચક્ષુથી આ અશુચિ ભાવનાનું સ્વરૂપ સમજી-વિચારીને તે પ્રલોભનોથી દૂર રહી વિરાગ ભાવનાથી વાસિત બનવું જોઈએ. ૬. શ્રીસંતારકપ્રકીર્ણક की संथार पयन्ना सन શ્રીસંથારગપયન્સામાં ૧૨૩ ગાથાઓ | છે. અંતિમ વખતે આદરવા યોગ્ય તૃણ આદિ શમ્યાનું મહત્ત્વ વર્ણવ્યું છે. સંસ્તારક=આત્માને સારી રીતે તારે એટલે શુક્લધ્યાન-કેવલ જ્ઞાન અને મોક્ષ પમાડે તે. આ પ્રકરણની શરૂઆતમાં શ્રીમહાવીર પ્રભુને નમસ્કાર કર્યો છે. સસ્તારકને તીર્થ સ્વરૂપ માન્યો છે. સંસારકમાં રહેલા મુનિઓ મોક્ષરાજ્યના સાચા’ રાજાઓ છે. શુદ્ધ અને અશુદ્ધ એમ ક્રમે સંસ્તારકનાં નામ પાડ્યાં છે. જે દિવસે તેનો પ્રારંભ કરે ત્યારે ઘણી જ વિપુલ કર્મનિર્જરા થાય છે અને તે વખતે ચક્રવર્તીથી પણ અધિક સુખી હોવાનું વર્ણવ્યું છે. આગમની સરગમ સ્થિNિ મા વયનામાં છેલ્લા સંથારાનું પાધિ વર્ણન છે. અંતિમ જમાપનાની બાબવિધિ... નાવા પંડિત મરણના બો પપ્ત થતી માન્ય દિનો પાપ્તિ. ' દ્રવ્ય અને ભાવ સંથારાનું રૂપ તથા વિષમ રિયતિમાં પણ પંડિત મરણની મારાધના કરનાર પ.પુરૂષોના ચરિત્રાવ્યા છે..
SR No.032359
Book TitleAgamni Sargam
Original Sutra AuthorN/A
AuthorHemchandrasagarsuri
PublisherAgamoddharak Pratishthan
Publication Year2008
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy