________________
૯. શ્રીઅનુત્તરોપપાતિકદશાંગ સારા
अनुत्तरोगववाईदशांग सना
અનુત્તરોવવાઇદશાંગ સૂત્રમાં શુદ્ધ ચારિત્રનું પાલન કરીને અનુત્તર દેવ વિમાને ગયેલા એકાવતારી ૩૩ ઉત્તમ આત્માઓના જીવન ચરિત્ર છે. ખુદ મહાવીર પ્રભુએ જેમની પસંશા કરી હતી તે થના - કાકેદીની કઠોર તપસ્યાનું રોમાંચક વર્ણન પણ છે.
જે તપશ્ચર્યાથી તેનું શરીર હાડપિંજર જેવું બની ગયું હતું.
અનુત્તરોપપાતિકદશાંગ:- આમાં ત્રણ વર્ગ છે. પહેલા વર્ગની અંદર “જાલી મયાલી’ વગેરે શ્રેણિકના દશ પુત્રોના નામે, બીજા વર્ગમાં ‘દિહ (દીઘ) સેણ, મહાસન વગેરે શ્રેણિકના ૧૩ પુત્રોના નામે ૧૩, ત્રીજા વર્ગમાં “ધનો કાકંદી' વગેરે દશ અધ્યયનો આવેલાં છે. તે પુણ્યવાનોએ કઈ રીતે આરાધના કરી અને વિજય વિગેરે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા તે જણાવ્યું છે તે આ અંગનો સાર છે.
આગમની સરગમ