SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર જ આખું ચોમાસું પસાર થઈ ગયું. શ્રોતાઓ કહેતા કે સામાયિક વિષે આટલી ઊંડી આટલી વિશદ્ અને આવી ઝીણી વાતો ક્યારે પણ સાંભળવા મળી નથી. બપોરે ૧.૩૦થી ૨.૩૦ની આગમ-વાચનામાં શ્રી દશવૈકાલિક સૂત્ર ઉપર વિવેચન થતું. પાંચમા અધ્યયન સુધી વાચના થઈ તે પછી ઓઘનિર્યુક્તિ દ્વારા સાધુ સમાચારી પર સુંદર વિવેચન થયું. ૨.૩૦થી ૩.૧૫ વાગ્યા સુધીના સમયમાં પ્રવચન-સારોદ્ધારના ૭૬મા દ્વાર સુધી વાચના થઈ અને ૩.૧પથી ૪.૦૦ સુધી વિવિધતીર્થ-કલ્પમાં અંતર્ગત શ્રી શત્રુંજયતીર્થ-કલ્પ ઉપર ખૂબ જ સંશોધનભરી વાચના થઈ. આ વાચનામાં શ્રી શત્રુંજય-ગિરિરાજની ઘણી અપ્રકાશિત વિશેષતાઓ પૂજ્યશ્રીએ પ્રગટ કરી. આ વાચના મારા વિયરત્ન ગણી શ્રી નયચન્દ્રસાગરજીએ સંપાદિત કરી ‘ગરવો ગિરિરાજ' નામની બુકમાં છતી કરી છે. આ વાચના વાંચવાથી ચોક્કસ શ્રી ગિરિરાજ ઉપર પ્રીતિ-ભક્તિ શ્રદ્ધા ઊપજી જાય એમ છે. પર્યુષણ પછી પૂજ્યશ્રીની શારીરિક પ્રતિકૂળતાના કારણે અને ગરમી અસહનીય બનવાથી બપોરની વાચનાનો વિરહ રહ્યો. સવારની વાચનામાં ઓઘનિર્યુક્તિ, દશવૈકાલિક, શ્રી આચારાંગ સૂત્ર, આવશ્યક ક્રિયા આદિ ઉપર જિજ્ઞાસાપૂરક વિવેચન કર્યું હતું. આ આગમ-વાચનામાં નિશ્રાદાતારૂપે પૂજય ઉપાધ્યાય (હાલ-ગચ્છાધિપતિશ્રી) સૂર્યોદયસાગરજી મ. બિરાજ્યા હતા. આ વાચનામાં સાગર સમુદાય સિવાય પૂ. આ. શ્રી રામચન્દ્રસૂરિ મ. (બે તિથિપક્ષ)ના મુનિવરો તથા પૂજ્ય કારસૂરિ મ.નાં શિષ્યરત્નો આવતાં હતાં. પૂજય સાધ્વીજી ભગવંતની સંખ્યા તો ૨૫૦થી પણ વધુ થઈ જતી અને શ્રાવક-શ્રાવિકાવર્ગ હકડેઠઠ ભરાતો હતો. દર આઠમ-ચૌદશે બપોરની વાચના બંધ રહેતી તો તે સમયે શ્રી નવકારના પ્રથમ પદનો સામૂહિક જાપ થતો. એમાં શ્રાવકો સરસ મજાનું ત્રિગડું સ્થાપી એની ઉપર પરમાત્માને બિરાજમાન કરી ગુલાબનાં ફૂલ ચઢાવવાપૂર્વક જાપ કરતા. આ પછી વિ.સં. ૨૦૩૯માં પાટણ મુકામે વાચના થઈ. એની રોનક તો કંઈ અલગ જ હતી. પાટણના જ વતની શ્રી વજુભાઈ તથા શ્રી બાબુભાઈની આગ્રહભરી વિનંતીથી તંબોલીવાડમાં પોતાના જ ઘર પાસે વિશાળ મંડપ અને વાચનાપીઠ તૈયાર કરાવી એના ઉપર પિસ્તાલીશ આગમ શ્રી મહાવીર પરમાત્મા શ્રી ગૌતમસ્વામી તેમજ શ્રી સુધર્માસ્વામીની સ્થાપના કરાવેલ. છ મહિના પૂર્વેથી તૈયારી ચાલતી હોવાથી વાચનાનો માહોલ અજબગજબ જામેલો. લગભગ દોઢ મહિના સુધી ચાલેલી આ વાચનામાં ચારસોથી વધુ પૂજ્ય સાધુસાધ્વી ભગવંતો, અને પંદરસો જેવો શ્રોતાવર્ગ હાજર રહેતો. પ્રતિદિન સવારે ૯ થી ૧૨ અને બપોરે ૧-૩૦થી ૨-૩૦ અને પછી ૩ થી ૫ સુધી વાચનાનો ધારાબદ્ધ પ્રવાહ ચાલેલો. એમાં અનેક આગમોની વાચના, પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતને હિતશિક્ષા અને છેલ્લે પાટણની પ્રભુતા ઉપર પૂજ્યશ્રી પ્રકાશ પાથરતા. છેલ્લી વાચનાના સમયે તો પાટણના અજૈન વિદ્વાનોથી સભા ચિક્કાર બની જતી હતી. આ વાચનાના શ્રવણ માટે પૂ. આ. શ્રી ભુવચંદ્રસૂરિજી, પૂજ્ય આ. શ્રી રાજેન્દ્રસૂરિજી તથા પ. હેમપ્રભ (વર્તમાનમાં આચાર્ય) વિજયજી મ. આદિએ ૨૬ આગમની સરગમ
SR No.032359
Book TitleAgamni Sargam
Original Sutra AuthorN/A
AuthorHemchandrasagarsuri
PublisherAgamoddharak Pratishthan
Publication Year2008
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy