SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ આગમોદ્ધારકશ્રીજીની આગમ-ઉપાસના આ રીતે આગમ-અવતાર, ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આચાર્યદેવશ્રીએ... આગમ-જ્ઞાનનો શ્રમણ-સંઘમાં પ્રચાર થાય અને અનેક રીતે તેનું સંરક્ષણ થાય તેવો ભગીરથ પ્રયત્ન કર્યો. ભવિષ્યમાં મૂળસ્વરૂપે અખંડ આગમનો વારસો જળવાઈ રહે તેની ધારા અવિચ્છિન્નપણે ચાલુ રહે તે માટે શિલાઓ અને તામ્રપત્રો ઉપર આગમો કોતરાવીને આગમોનું સંરક્ષણ કરવા દ્વારા પૂજ્યશ્રીએ જિનશાસનની મહાન સેવા બજાવી છે. છે. આ રીતે... ચરમ તીર્થપતિ પ્રભુ મહાવીરદેવના શાસનમાં... આગમોના વારસાની અપૂર્વ સુરક્ષા કરનારા શાસન-પ્રભાવક પૂર્વકાલીન સમર્થ મહાપુરુષોએ અને વર્તમાનકાલીન મહાપુરુષે આગમ-વાચનાઓનું પ્રદાન કરવા દ્વારા જૈનશાસનની જે અભૂતપૂર્વ સેવા કરેલ છે તેની સંક્ષિપ્ત માહિતી આ લઘુ પુસ્તિકામાં આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. દરર મારી આકાંક્ષા આ બધું વાંચી-વિચારીને શક્તિસમ્પન્ન પુણ્યાત્માઓએ એવા પ્રયાસો સતત કરવા ઘટે કે જેના દ્વારા ભવિષ્યમાં આગમોની સુંદર સુરક્ષા થાય, તેની યોગ્ય સાચવણી થાય. ખાસ વર્તમાનકાળમાં દેખાવના પ્રચારના મોહમાં અટવાઈ જવા જેવું નથી. અયોગ્ય અને અપરિણત (આત્મા-પરિણતિના અભાવવાળી) વ્યક્તિઓના હાથમાં આપણો આગમ-વારસો જઈ ન પડે તેની પણ પૂર્ણ ટકેદારી રાખવી ઘટે. આ મારી પ્રાર્થના : આ લઘુ પુસ્તિકામાં મારી અલ્પમતિ પ્રમાણે તથા સ્વ. પૂ. મુનિશ્રી દર્શનવિજયજી મહારાજ (ત્રિપુટી) પાસેથી મળેલ મૌખિક સમજણ પ્રમાણે અને તેઓશ્રીએ લખેલ “જૈન પરમ્પરાનો ઇતિહાસ” (ભાગ-૧લા)માં કરેલા કેટલાક ઉલ્લેખોના આધારે આગમ-વાચનાના વિષયને પોતાના અવબોધ માટે રજૂ કર્યો છે (જનું શીર્ષક “આગમનાં અજવાળા” આપવામાં આવ્યું છે). શાસ્ત્રજ્ઞા અને શાસન-પરંપરાથી વિરુદ્ધ કાંઈ રજૂ થઈ ગયું હોય તો તેની મિથ્યા-દુષ્કૃતપૂર્વક ક્ષમા યાચું છું. મારા ખ્યાલ પ્રમાણે આજ સુધી કોઈ મહાનુભાવે આ વિષય ઉપર પ્રકાશ પાથર્યો નથી એટલે મારી જિજ્ઞાસાને તૃપ્ત કરવા માટે આ લેખ પ્રકાશમાં મૂક્યો છે. મારી વિદ્વાન્ આગમજ્ઞ ગીતાર્થ મહાપુરુષોને આગ્રહભરી વિજ્ઞપ્તિ છે કે, તેઓ જરૂર આ વિષયમાં પોતાના અભિપ્રાય-આલોચન (વિચારણા) પ્રકાશિત કરે અને સંઘને આવા મહત્ત્વના વિષય અંગે જ્ઞાન પ્રાપ્ત થાય તેવાં આયોજન કરે. વીર નિ. સં. ૨૪૯૯ વિ. સં. ૨૦૨૯, આસો વદ-૧૧ ઉજમફઈની ધર્મશાળા ઝવેરીવાડ, વાઘણપોળ અમદાવાદ શ્રમણ-સંઘ સેવક મુનિ અભયસાગર આગમની સરગમ ૧e
SR No.032359
Book TitleAgamni Sargam
Original Sutra AuthorN/A
AuthorHemchandrasagarsuri
PublisherAgamoddharak Pratishthan
Publication Year2008
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy