SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ તે મહાપુરુષ એટલે પ્રાતઃ સ્મરણીય, આગમોદ્ધારક, ધ્યાનસ્થ સ્વર્ગત પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ આનંદસાગરસ ૨ીશ્વર જી મહારાજસાહેબ જેઓ આબાલવૃદ્ધ સહુની જીભે “પૂ. સાગરજી મહારાજ'ના લાડીલા નામથી સુપ્રસિદ્ધ બન્યા હતા. આ પૂજ્ય-પુરુષે છ સ્થાનોમાં કરેલી સાત સામૂહિક વાચનાઓમાં છવ્વીસ આગમ-ગ્રંથોની વાચના કરી હતી. (જેની નોંધ સાથેનાં પૃષ્ઠો ઉપર મુદ્રિત છે.) વિ. સં. ૧૯૭૧થી ૧૯૭૭ સુધીમાં પૂર્વોક્ત પાંચ સ્થાનોમાં પૂજયપાદ સાગરજી મહારાજે સ્થાનિક સંઘોના આગ્રહથી સાત વાર આગમ-વાચનાઓ આપી, જેનો વિશાળ ચતુર્વિધ શ્રીસંઘે અપૂર્વ ઉલ્લાસ સહિત ઉમંગપૂર્વક લાભ લીધો. આ આયોજનમાં ૨૬ આગમોના લગભગ ૨,૩૩,૨૦૦ શ્લોક-પ્રમાણ વાચનાઓ સંપન્ન થઈ. આ પ્રમાણે પરમાત્મા મહાવીર સ્વામીજીના નિર્વાણ બાદ ૯૮૦ વર્ષે પૂજ્ય શ્રી દેવર્કિંગણી ક્ષમા-શ્રમણે છઠ્ઠી જે આગમ-વાચના કરી હતી, ત્યાર બાદ લગભગ દોઢ હજાર વર્ષ જેટલા સુદીર્ઘ સમય બાદ આ વાચનાઓ થવા પામી. ભવ્ય જીવોને અતિ વિષમ દુઃષમા આરાના કુટિલ દુષ્પ્રભાવમાંથી ઉગારનાર અનુપમ આગમ-સાહિત્યને સુરક્ષિત રાખનારા અખિલ શ્રમણ-સંઘમાં જ્ઞાન-વૃદ્ધિ કરવાના શુભ હેતુસર સામુદાયિક વાચના કરનારા, પરમ-સૌભાગ્યશાળી, મહાપુરુષ, પ્રાતઃ સ્મરણીય, જગમશહૂર, શુભ પ્રતિષ્ઠાદાયક “આગમોદ્ધારક” બિરુદથી શોભતા, આગમાવતાર, આગમધર-બહુશ્રુત ધ્યાનસ્થ સ્વર્ગત આચાર્યદેવ શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મહારાજસાહેબના જેટલા ગુણાનુવાદ કરીએ તેટલા ઓછા છે. આ પરમતારક, પરમારાધ્યપાદ પુણ્યપુરુષે જીવનભર ત્રિકરણ યોગે આગમની ઉપાસના કરી હતી. તેમની તન્મયતા અવિરત શ્રુતોપાસના અભિનંદનીય અને અભિવંદનીય હતી. આગમની સરગમ ૧૫
SR No.032359
Book TitleAgamni Sargam
Original Sutra AuthorN/A
AuthorHemchandrasagarsuri
PublisherAgamoddharak Pratishthan
Publication Year2008
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy