________________
૮૫ર] ગાર્ચો મુજન વિરો-- [ સિદ્ધાન્તકાણક ભ૦ ગીઅર ૧૮૪૯ કિવા આચરણ કરવાને માટે ગમે તેવા કઠણ અથવા વિગુણ એટલે ગુણે રહિત જણાતા હેય અને પરધર્મ એટલે બીજાનો ધર્મ સારી રીતે અનુષ્ઠાન એટલે આચરણ કરી શકાય એમ લાગતું હોય પરંતુ પ્રકૃતિ સ્વભાવાનુસાર (પ્રારબ્ધ પ્રાપ્ત) નિયત થયેલાં સ્વભાવસિદ્ધ કર્મો કરવા થકી પુરુષ પાપને પામતે નથી.
પરધર્મમાંથી સ્વધર્મમાં આવવાથી પાપ લાગે છે કે? વિ' શબ્દ વડે અત્યંતપણું બતાવાય છે, જેમ કે વિજય, વિનાશ વગેરે; તે ધરણે વિગુણ એટલે અત્યંત ગુણવાળ વધર્મ જ શ્રેયરૂપ છે પરંતુ અજ્ઞાનતા વડે કિંવા કેઈ કારણથી પરધર્મનું જ અનુષ્ઠાન અથવા આચરણ થયેલું હોય તો પણ તેનો ત્યાગ કરીને પોતપોતાના નિયત થયેલા અત્યંત ગુણવાળા એવા રવધર્મરૂપ કમનું અવલંબન કરવાથી મનુષ્ય પાપને પામતો નથી. ભાવાર્થ એ છે કે, અજ્ઞાનપણાને લીધે કોઈએ તેનો લાભ લઈ ફસાવવાથી અથવા અન્ય કે ગમે તે કારણોને લીધે પરધર્મનું આચરણ થયેલું હોય તો તે પાપરૂપ હોવાથી તેને છોડી દઈ ઈશ્વરી સત્તા વડે માયાના ત્રણ ગુણ થકી નિયત થયેલ વિગુરુ એટલે અત્યંત ગુણવાળા મૂળ ધર્મના કર્મોનું જ અવલંબન કરવું જોઈએ. આની શંકામાં કેઈએમ કહેશે કે અમે તે પરંપરાથી (પેઢીઓથી) પરધર્મનું આચરણ કરતા આવ્યા છીએ તે હવે તે છોડીને પિતાના મૂળ ધર્મનું અનુષ્ઠાન કરીશું તો અમને પાપ લાગશે? તે તે સંબંધમાં ભગવાન અત્રે એવો ખુલાસો કરે
છે કે વસ્તુતઃ તે તમો મૂળ ધર્મ છોડીને પરધર્મનું અનુષ્ઠાન કરતા હતા તે જ પાપરૂપ હતું એટલે - તે પાપમાંથી બચવાને માટે તમારે પોતાના સ્વધર્મ અર્થાત અસલ ધમનું પાલન કરવું જોઈએ કે જેથી તે કર્મ કરવા છતાં પણ તમે પાપને પામશે નહિ.
સ્વધર્મ અને પરધર્મ સ્વ' એટલે પોતે અને ધર્મ' એટલે ધારણ કરવું. હું આત્મરૂપ છે એવા પ્રકારે પોતાને સમજવું અર્થાત ધારણ કરવું તેનું નામ રવધર્મ કહેવાય; તે આત્મરૂપ ધર્મ એ જ અત્યંત ગુણવાળો હોઈ તે જ શ્રેય અર્થાત ખરું ધ્યેય પ્રાપ્ત કરી આપનાર છે. આત્મા સિવાય બીજું કાંઈ છે એવા પ્રકારને ધર્મ એટલે ધારણ કરવું તે જ વાસ્તવિક રાતે પરધર્મ કહેવાય, તે ગમે તેટલો અભ્યાસ કરાએલો હેય એટલે કે અદ્વિતીય આત્માને આત્મારૂપે નહિ સમક્તા આ તે હું, તું,તે, આ, મારું, તારું ઈત્યાદિરૂપે ભાસનારું આત્માથી જુદું જ કાંઈ છે એ ગમે તેટલે અધ્યાસ થયો હશે તે પણ સ્વભાવથી નિયત થયેલો કમી કરવાથી એટલે મૂળ તે એક આત્મા જ હોવાથી હું, તું,તે,આ,મારું તારું, તને, મને ઈત્યાદિ ભાસતું સર્વ મિથ્યા છે તે સર્વ આત્મા જ છે એવા પ્રકારના નિયત સ્વભાવરૂપ બની જવું એટલે પૂર્ણ આત્માકાર બની જઈ પછી ગમે તેટલાં કર્મો કરવાં છતાં પણ પુરુષ કદી પાપને પામતે નથી. સારાંશ એ કે, બીજે કઈ છે એમ માનવું તે પાપ અને આ સર્વ આત્મસ્વરૂપ છે,આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ એમ માનવું તે પુણ્ય સમજવું, એવો એમાં ભાવાર્થ સમાયેલ છે. જુઓ, શ્રીકૃષ્ણ ભગવાને આમાં કેટલું બધું ગૂઢ રહસ્ય બતાવેલું છે ! (૧) વર્ણાશ્રમાદિ ધર્મોની આવશ્યક્તા અને તેનું આચરણ કેવી રીતે કરવું તેનું રહસ્ય, (૨) પરધર્મનું આચરણ કરનારાઓ પોતાના સ્વધર્મમાં આવવા માગે તો આવી શકે કે કેમ અને તેમ થવાથી તેમને પાપ લાગે કે કેમ અને (૩) આત્મરૂપ ધર્મ એ જ ખરો સ્વધર્મ છે, એ સિવાય બીજો બધો પરધર્મ છે. એ રીતે સ્વધર્મ અને પરધર્મની વ્યાખ્યાઓ સંબંધે આત્મા, લૌકિક અને વ્યવહાર,પંચાદિ તમામ દૃષ્ટિનું અવલંબન કરીને આમાં ગુહ્ય રહસ્ય સમજાવેલું છે અને તેટલા માટે સર્વ વ્યવહારધમને મળ આરંભ વેદજ્ઞાનુસાર વર્ણાશ્રમ એ જ હોઈ જાતિવશાત તેમાં ભિન્ન ભિન્ન ભેદ પડેલા છે; તેથી જાતિથી અતીત થવાય છતાં ત્યાં પણ તે વર્ણાશ્રમકર્મો કરીને ઉત્તમ વર્ણાદિની યોગ્યતા મેળવી શકે છે ઈત્યાદિ ભાવ અને કહેવામાં આવ્યો છે. છે આ સંબંધે પ્રથમ કિરણાંશ ૨૯, અધ્યાય ૪, એક ૧૩ તથા અધ્યાય ૧૮ ઑફ ૨ ઉપર વર્ણન આપેલું