SearchBrowseAboutContactDonate
Page Preview
Page 905
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૬] તો વિનુગુણા ત ત . [ સિદ્ધાન્તકાણ ભ૦ ગી- અ. ૧૭૧ ઉપાસના કરું છું તે દેવતા વા સર જ ચરાચરરૂપે સર્વત્ર વ્યાપક છે એવી વિશાળ ભાવના રાખવી પરંતુ કેવળ એક વ્યક્તિત્વની ભાવના રાખી છતરો પર ઠેષબુદ્ધિ રાખવી નહિ. કેમ કે આવા પ્રકારની મત્સરયુક્ત ભાવના રાખવી તે સાચી ભક્તિ કહી શકાય નહિ પણ નવું દંભીપણું જ કહેવાય છે અને તે પ્રકારની ભક્તિ થકી કદાપિ ઈશ્વરપ્રાપ્તિ થવી શક્ય જ નથી. કર્મયોગનું ફળ જ્ઞાન કિંવા ભકિત છે મનુષ્યને જ્યાં સુધી કર્મોમાં વૈરાગ્ય ઉપ નથી અથવા આત્મસ્વરૂપ એવા મારા ઉપર પૂર્ણ શ્રદ્ધા થઈ ન હોય ત્યાં સુધી તેણે વેદાઝાનુસાર નિત્ય નૈમિત્તિક કર્મો કરવાં જ જોઈએ. સ્વધર્મમાં રહેતા અને આત્મસ્વરૂપભૂત યેયને પ્રાપ્ત કરનારો મનુષ્ય કામ્ય અને શાસ્ત્રનિષિદ્ધ કર્મ કદી પણ ન કરે પરંતુ ફળની ઇચ્છા રાખ્યા વિના ઈશ્વરપંણ બુદ્ધિ રાખી કમ્રૂપ યોથી મારું પૂજન કરે. આ રીતે સ્વધર્માનુસાર સઘળાં નિત્ય નૈમિત્તિક કર્મો કરે છે તે પુણ્ય સ્વર્ગ કિવા નરકને નહિ પામતાં તેની ચિત્તશુદ્ધિ થઈ આ દેહમાં જ તે આત્મસ્વરૂપ એવા મારું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અથવા તે ઉત્તમ નમ એવી મારી પરમભક્તિને પામે છે. કેમ કે જ્ઞાન પ્રાપ્ત થયા પછી વિવેકયુક્ત સારાસાર વિચાર કરવાથી મારા સ્વસ્વરૂપનો નિશ્ચય થઈ શકે છે પણ મારી ભક્તિની પ્રાપ્તિ ઈરછનારાઓ તો શ્રદ્ધા વડે સર્વત્ર એક હું જ વ્યાપેલો છે એવો તકાળ નિશ્ચય કરવાથી જ મ ર પરમપદને પ્રાપ્ત કરી શકે છે. માટે આવી અનન્ય ભક્તિ થવી એ તે જ્ઞાનથી પણ દુર્લભ છે પરંતુ તે કરનારા કવચિત જ હોય છે. ઉદેશ એ કે, કર્મ કરવાથી ચિત્તશુદ્ધિ થઈ તેનું ફળ અંતે જ્ઞાન કિંવા ભક્તિમાં જ પરિણમે છે. દેહમાં આસક્તિ નહિ રાખતાં યેયપ્રાપ્તિ કરી લેવી જોઈએ આ મનુષ્યદેહ જ જ્ઞાન અને ભક્તિ ને સાધનરૂપ છે. માટે આ દેહ જ સર્વ દેહથી ઉત્તમ છે. આથી નરકના છો જેમ મનુષ્યદેહને પુછે છે તેમ મર્ણાદિમાં વસતારા જીવો ૫ણ આ મનુષ્યદેહની જ ઇચ્છા રાખે છે. કેમ કે જ્ઞાન અને ભક્તિનો લાભ તો આ મનુષ્ય શરીરથી જ થાય છે, અન્ય દડામાં થતો નથી. માટે મનુષ્ય સ્વર્ગ કિયા નરકની ઈચ્છા રાખવી નહિ. તેમ મનુષ્યદેહ શ્રેષ્ઠ હોવાથી ફરીથી તે મનુષ્ય દેહ પ્રાપ્તિની ઈચ્છા રાખવી નહિ કેમ કે જે દેડમાં આસક્તિ થાય તે આત્મપ્રાપ્તિરૂ૫ ખરો સ્વાર્થ ચૂકી જવાય છે. આ રીતે મનુષ્યદેહ જે કે જ્ઞાન અને ભક્તિના સાધનરૂપ હોઈ ઉત્તમ છે છતાં ક્ષણભંગુર અને નાશવંત હોવાથી તેને કદી પણ વિશ્વાસ કરવો નહિ અને આળસને છોડી દઈ મૃત્યુ પૂર્વે જ મોક્ષને માટે ઉદ્યોગ કરવો જોઈએ. જેમ કે કઈ ઝાડમાં પક્ષી એ માળે કર્યો હોય અને તે ઝાડને કાળ સમાન નિર્દય પુરુષ જે. કાપવા માગે છે તે પક્ષીએ તેમાં આસક્તિ નહિ રાખતાં તુરત જ પિતાને મળો છોડીને ત્યાંથી ચાલ્યા જવું જોઈએ તો જ તે સુખી થઈ શકે છે તેમ આ કાળરૂપી યમરાજા મનુષ્યોના આયુષ્યને અહેરાત્રએ કાપી રહ્યો છે એમ સમજી ભયભીત થઈ દેડમાં આસક્તિ નહિ રાખતાં પિતાના આત્મસ્વરૂપને જાણી લઈ જીવનની તૃષ્ણા છોડીને જે જીવમુક્ત થાય તે જ તે શાંતિને પામે છે. અધમ મનુષ્યદેહ મળ્યા છતાં પોતે પિતાને વિનાશ કરી લે છે આ મનુષ્યદેવું એ એક ઉત્તમ વહાણ છે, કરોડો ઉદ્યમોથી પણ નહિ મળે એવું છે. દેવવશાત પ્રાપ્ત થયું છે, તે સદગુરુ૩૫ ખલાસી અને હું રૂપી અનુકૂળ વાયુથી પ્રેરાયેલું છે, છતાં દુર્લોભ એ આ મનુષ્યદેહરૂપી વહાણને પ્રાપ્ત થઈને પણ જે ભાસાગરને ન તરે તો તે પુરુષ ખરેખર આ મહયારો છે એટલે પોતે જ વિનાશ કરનાર છે, એમ જાણવું. મનને આત્મામાં શી રીતે વશ કરવું? વૈરાગ્ય વગરના મનુષ્યને માટે કર્યો કેવી રીતે કરવી તે ઉપર કહ્યું છે. હવે સારી રીતે વરાગ પામેલાને માટે જ્ઞાન પ્રાપ્ત થવા માટે જ્ઞાન મળ્યા પહેલાં શું છોડવાનું ને શું કરવાનું તે કહું છું. કર્યો છે અને દુઃખ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy