________________
c૨૦ ] ईशानं भूतभव्यस्य
સિદ્ધાતકાષ્ઠ ભ૦ બાઇ અવ ૧૫/૧૫ નથી જાણતા ઇત્યાદિ બધા ભાવો કયાં ચાલ્યા જશે તેની તને કલ્પના પણ આવશે નહિ. જેમ દાગીનાને ગાળી નાખવાથી તે ઉપરની તમામ નકશીઓ સહ એકરૂપ બની જાય છે, તેમ આ હું ન વિલય થતાંની સાથે જ તમામ મારું એવા ભાવો કયાં અદશ્ય થઈ જાય છે તેની કલ્પના પણ થઈ શકે તેમ નથી, કારણ કે કલ્પના કરનારનો જ જયાં વિલય થઈ જાય છે, તો પછી તેના આધાર ઉપર અવલંબને રાખનાર ભાવની તો વાત જ કયાં રહી છે જેમ પ્રકાશ થતાં અંધારું કયાં અદશ્ય થઈ જાય તે જાણી શકાતું નથી તેમ આ હું ને વિલય થતાં મારું ઇત્યાદિ સર્વ ભાવ કયાં અદશ્ય થઈ જાય તે જાણવું મુશ્કેલ છે. વળી વિચાર કરવાથી તે સારી રીતે જાણી શકીશ કે તું જે પોતાને હું એમ કહે છે તે હું લાલ રંગનો કિવા ચેરસ આકતિવાળે છે અને આ બધા કહે છે તે પૈકી કેાઈનો હું ધોળ, કેઈ ને હું કાળો, તો કાઈનો હું લીલો ઇત્યાદિ વિવિધ રંગવાળે અથવા કોઈને ત્રિકોણાકાર, કોઈને ગોળાકાર તે કંઈને લંબગોળ ઇત્યાદિ ભિન્ન ભિન્ન આકારવાળે છે એમ પણ નથી. અર્થાત આ હું માં આકાર, વર્ણ, રંગ, જાતિ, જ્ઞાતિ વગેરે કાંઈ પણ છે જ નહિ. આ હું નું સ્વરૂપ એટલે હું એવા ભાવે પ્રતીત થવું એ જ એક છે. જેમાં મારું એ ભાવ નથી તેવું જ સ્વરૂપ તે જ “હું અને તે હું જ સર્વમાં એકરૂપે ફુરી રહ્યો છે. એટલે જેમ સુવર્ણ કહેતાં જ તેમાં દાગીનાઓ તથા તે ઉપરનો નકશી ઇત્યાદિ તમામનો સમાવેશ થઈ જાય છે કિવા સમુદ્ર કહેતાં જ તેમાં તરંગ, ફીણ, પરપોટાઓ ઈત્યાદિ હશે કે નહિ અને પાણીથી ભિન્ન હશે, એવી રીતની શંકા રાખવાનું પણ કાંઈ ખાસ પ્રયોજન હોતું નથી તેમ આ હું કહેતાંની સાથે જ મારું એવી સંજ્ઞા વડે ભાસના આ તમામ મિથ્યા હોઈ તે “હુંથી બિલકુલ ભિન્ન નથી, અર્થાત્ “હું”ને જ તું, મારું ઈત્યાદિ સંજ્ઞાઓ આપવામાં આવે છે એમ સિદ્ધ થાય છે. જેમ તું પોતાને હું કહે છે પણ લોકો તને અર્જુન, ભારત, ધનંજય, પાર્થ વગેરે સંજ્ઞાઓથી બોલાવે છે તેને અર્થ એટલો જ કે વાસ્તવિક રીતે તને બહુ કહેવું જોઈએ પરંતુ હું કહેવાને બદલે તેઓ તારા ઉપર અર્જુનાદિ સંજ્ઞાઓને મિથ્યા આરોપ કરે છે, અને તેને જ વ્યવહાર એવું નામ આપે છે, આ રીતે પરસ્પર એક બીજાઓ આપસઆપસમાં મિથ્યા એવી સંજ્ઞાઓ વડે વ્યવહાર કરતા જોવામાં આવે છે, જેમકે તું મને તું કહે છે તથા પોતાને માટે હું એમ કહે છે અને હું પણ તને તું કહું છું અને પિતાને માટે હું એની સંજ્ઞા વાપરું છું, આમ વિથાર કરનારાઓ તે સારી રીતે જાણી શકશે કે આ તમામ વ્યવહાર તદ્દન મિથ્યા કરે છે. કેમ કે વ્યવહાર ન્યાય પ્રમાણે પણ “હું” ને તું કહેવું એ અયોગ્ય, અન્યાયી અને તદ્દન ખોટું છે. શાસ્ત્રમાં આ વાત સમજાવવાને માટે જ નામરૂપના આરોપવાળું આ જગત સાવ મિથ્યા છે, ઇત્યાદિ જે વર્ણન આવે છે, તેનું રહસ્ય પણ હવે તેને સારી રીતે સમજાશે. એટલું જ નહિ પરંતુ તું, આ મારું તારું ઈત્યાદિ બધા આરોપો “હું” પર જ કરવામાં આવતા હોવાથી, આ ડુંનું સાચું સ્વરૂપ જાણવામાં આવે નહિ ત્યાં સુધી તે પણ હું ૩૫ જ છે એવા વિવર્તભાવનો અથવા અજાતયુકિતઓનો આશ્રય લઈ ને કિંવા અધ્યારે ૫ તથા અપવાદદષ્ટિને આશ્રય કરીને તે વડે વેદાંતીઓ સમજાવે છે. જેમ પાણીને તરંગ અથવા દોરીને સર્ષ કહેવું એ વિવર્ત સમજે અને વંધ્યાપુત્ર, શશશૃંગ ઇત્યાદિ એ અજાત સમજો; તેમ હુને જ તું, આ ઇત્યાદિ કહેવું તે વિવર્ત સમજે તથા હુંમાં તું, આ ઇત્યાદિની ઉત્પત્તિ કદી થયેલી નથી અને થવી પણ શકય નથી, એમ જાણવું તે અજાત સમજે. સારાંશ, હું ને જ તું કહે છે એમ જાણવું, તે વિવત અને હુંમાં તું ભાવની કદી ઉત્પત્તિ જ થયેલી નથી એમ જાણવું તે અજાત. આ બધું માયાથી દેખાય છે અને તે માયા તે મિથ્યા છે એવી રીતે સ્વસ્વરૂપ જાણવાને માટે જે યુકિતનો આશ્રય કરવો તે અધ્યારોપ તથા અપવાદ જાણે. આ રીતે વેદાંત શાસ્ત્રકારો યુક્તિઓ દ્વારા આત્મસ્વરૂપ સમજાવે છે. આમ આ બધું હુંરૂપ જ છે, તું મારુ, ઇત્યાદિ ભાવો છે જ નહિ, હું પણ હું જ છે, તું પણ હું જ છે, તે પણ હું જ છે અને આ પણ હું છે. જેમ વ્યવહારમાં તને કોઈ અજુન કેઈ ધનંજય. કઈ પાર્થ, કે ભારત. કઈ પિતા, કેઈ પુત્ર, કઈ શિષ્ય, કઈ ભાઈ કઈ પતિ, કઈ સાળા, કેઈ જમાઈ, તે કઈ મામે, કોઈ કાકે, કોઈ ભત્રીજો, કઈ ભાણેજ દયાદિ અનેક નામે તથા સંબધે વડે ઓળખે છે છતાં તું પતે તે એકને એક જ છે, આ બધાં નામે