________________
૭૧૦ ]
उभौ येनानुपश्यति ।
[ સિદ્ધાન્તકાષ્ઠ ભર ગીઅ ૧૫/૧૦
શું કરીશ ? આમ બારમે દિવસે બરોબર મધ્યાહ્ન સમયે તેણે પોતાના હાથે જ જંગલમાં એક ઝાડની નીચે ખેદી રાખેલા ખાડામાં તે સૂઈ ગયો અને પોતે મરી ગયો છે એમ તેણે માની લીધું તથા ભૂખ લાગે એટલે પાસેના પોટલામાંથી ભાખરી ખાતો જાય. આમ કેટલોક વખત ગયા પછી તેને તરસ લાગી એટલે તે માટે મોટેથી બૂમો પાડવા લાગ્યો. રસ્તે જનાર એક વટેમાર્ગ તે સાંભળી તેની પાસે આવ્યો. તેને પૂછયું કે હે ભાઈ! તું બૂમો કેમ પાડે છે? તને શું થયું છે? તેણે વટેમાર્ગને કહ્યું કે, જોતો નથી કે , સૂર્ય માથા પર આવ્યો ત્યારથી મરી ગયો છું? ભાખરીઓ તે મેં સાથે બાંધી લીધી હતી પણ મને તરસ ઘણુ લાગી છે માટે પાણી આપ. તેનું આ કથન સાંભળીને વટેમાર્ગુએ કહ્યુંઃ અરે! મરેલો તે વળી કદી બોલે કે? અને ભાખરીઓ પણ ખાય ખરો કે? તું તો મરેલો નથી પણ જીવતે છે, માટે ઊઠ અને પાસેના ઝરણામાંથી પાણી પી લે. તેણે કહ્યું કે, મને તો મોટા ભવિષ્યવેતાએ કહ્યું છે તે પ્રમાણે આજે બપોરથી હું મરી ગયો છે, તારે પાણી પાવું હોય તો પા નહિ તો પાછા જા, તારે પાણી પાવું નથી અને વળી પાછો હું મરેલે નથી એમ કહેવું છે? પણ હું તારું માનું એમ નથી. હું તે મરેલો જ છું, માટે જીવતો છું એમ ફરીને બોલીશ નહિ. તાત્પર્ય, આ પ્રમાણે જીવાત્માની' દશા થવા પામેલી છે. પોતે આત્મસ્વરૂપ હોવા છતાં પણ પોતાને વરૂપ માની લઈ વગર કારણે તે જન્મમરણાદિ મિથ્યા દુઃખ ભોગવ્યે જાય છે.
शरीर यदवाप्नोति यच्चाप्युत्क्रामतीवरः । गृहीत्वैतानि स याति वायुर्गन्धानिवाशयात् ॥ ८ ॥ श्रोत्रं चक्षुः स्पर्शनं च रसनं घ्राणमेव च ।
अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते ॥ ९ ॥ જીવાત્મા દેહ હૈ યા ન છે છતાં ઇકિયાના પાશમાંથી છુટતું નથી
હે પાર્થ ! આમ પોતાને જીવાત્મા માનવાથી એવું બને છે કે વાસ્તવિક આત્મસ્વરૂપ એ ઈશ્વર છતાં પોતાને ભ્રમ વડે જીવ માનનારો જ્યારે શરીરને પ્રાપ્ત કરે છે અને છોડી જાય છે ત્યારે પણ એ વિષયનું ગ્રહણ કરીને જ જાય છે; જેમ સ્થાનમાંથી વાયુ ગંધનું ગ્રહણ કરી તેને પોતાની સાથે લઈ જાય છે તેમ. સારાંશ એ છે, વારતવિક આત્મસ્વરૂપ એ આ જીવાત્મા જ્યારે ઉપર કહ્યા પ્રમાણે પ્રકૃતિમાં રહેલી ઇંદ્રિયોનું પોતામાં જ ગ્રહણ કરી લે છે એટલે તે મારી જ છે એમ માની લે છે, ત્યારે પરિસ્થિતિ એવી બને છે કે તે સુકમ ઇદ્રિ અને મન એ જેમાં મુખ્ય છે એવા વિષયાદિકના પાશમાં મિથ્યા અહંકાર વડે જ્યાં સુધી પૂરેપૂરો ફસાયેલો હોય ત્યાં સુધીને માટે તે વાસનાત્મક સૂક્ષ્મ દેહને લીધે તે અનંત શરીરો ધારણ કરતા રહે છે. આમ
જ્યારે તે શરીર મેળવે છે, એટલે તેને શરીર હોય ત્યારે તે સૂક્ષ્મ ઇંદ્રિયો તથા મન પોતપોતાના વિષયો ભણી તેને આકર્ષ્યા જ કરે છે. આમ જ્યાં સુધી તે સ્વરૂપને ઓળખતા નથી ત્યાં સુધી આ મન સહિત પ્રક્રિયાના વિષયપાશમાંથી મુકત થવા પામતું નથી. આ પૂલ શરીર હોય ત્યાં સુધી કદાચ તે વિષયપાશમાંથી મુકત થવા નહિ પામે; પરંતુ શરીર છૂટ્યા પછી તો તેમાંથી છૂટી શકશે એમ જે તે કહે તો તેમ પણ નથી, કેમ કે જ્યારે છવામા દેહ છોડીને જાય છે ત્યારે પણ જેમ વાયુ કોઈ પણ સ્થાનમાં રહેલો સંધ પછી તે સુગંધ હો યા દુર્ગધ છે તેનું ગ્રહણ કરીને સમરૂપે પિતાની સાથે લઈને વહે છે, તેમ દેહ છૂટ્યા પછી આ જીવાત્માની સાથે આ શ્રોત્ર, ચક્ષુ, સ્પર્શ, રસના, ઘાણ એ પાંચ સુક્ષ્મ ઈદ્રિયો જો કે તે પાંચ કેન્દ્રિયો તથા પાંચ જ્ઞાનેન્દ્રિયોના ગોલકવાળું આ સ્થલ શરીર તે અત્રે જ છોડી દે છે, છતાં જેમ વાયુ પોતે પિતાનાં સ્થાન જેમ કે પુષ્પાદિક જેવા સુગંધી કિંવા વિષ્ઠાદિ જેવા દુર્ગધીવાળા પદાર્થોને ત્યાંને ત્યાં જ રહેવા ઈ તેમાંથી સુગંધ કિંવા ગંધને પિતાની સાથે ગ્રહણ કરીને જ વહે છે તેમ પૂલ શરીર છોડી જવા છતાં