SearchBrowseAboutContactDonate
Page Preview
Page 808
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદહન ]. યમે કહેલું, ને નચિકેતાએ મેળવેલું આ સનાતન ઉપાખ્યાને– [ ૬e મૂખને શિખામણ કણ આપી શકે? સંસારરૂપી સમુદ્રમાં વિષયોની ઈરછાએ રૂ૫ તરંગોથી જેઓ તણાઇ રહ્યા છે તથા મહાત્માઓનો સમાગમ થવા છતાં પણ જેઓ વૈરાગ્યાદિકના અભાવને લીધે પોતાની બુદ્ધિને મૂંગી રાખીને તાળ લગાવીને બેઠા હોય તેવા લોકોને હું આ શાસ્ત્રમાં કહેલા આત્મપ્રાપ્તિ કરવાના ઉપાયરૂપ વિચારનાં વચનોથી ઉપદેશ આપતો નથી. જે તદ્દન આંધળે છે તેને સુંદર ઉપવન હોય તે પણ કેણુ અને શી રીતે બતાવે ? મદિરાના નશાના ઘેનમાં ધૂમતાં નવાળા અને ભાન વિનાની ઇંધિવાળા મા પુરુષને જે ધર્મનિર્ણય સંભળાવવા આધકારી ગણે છે તે તો રમશાનમાં પડેલા શબને ઉપદેશ આપવા સમાન જ છે. મૂખને શિખામણ કોણ આપે ? મનરૂપી સર્ષ કે જે ખરેખર મૂગ, આંધળો અને અપંગ છે છતાં તેને પણ જેણે છો ન હોય તેવા દુબુદ્ધિ પુરુષને ઉપદેશ કોણ આપે ? | મન છે જ નહિ વારતવિક રીતે તો મન છે જ નહિ. તે તદ્દન મિથ્યા જ છે. આમ હોવા છતાં પણ જે મૂખે તેને પણું જીત્યું ના હોય તે મૂર્ખ વિષ પીધા વિના જ તેની મૂરછ વડે મરી જાય છે એમ સમજવું. વિષયોનો પ્રકાશ હંમેશાં જ્ઞાનરૂપ આત્મા વડે જ થાય છે, ચલન પ્રાણવાયુથી થાય છે અને વિષયોનું ગ્રહણ તો ક્રિયાથી થાય છે તો પછી આપણને મનની શી જરૂર પડે છે કે જેથી “મન” કરીને કાંઈ છે એમ સ્વીકારીએ? ચલનશક્તિ પ્રાણવાયુની છે, જ્ઞાનશકિત અભિપ્રાપ્ત કરાવી આપનારી છે અને વિષયોનું ગ્રહણ કરવાની શકિત ઇંદ્રિયની છે, તો પછી એ સઘળી શક્તિવાળો “મન” નામને કે એક પદાર્થ છે એમ માની લેવાની આપણને શી જરૂર છે? વ્યવહાર સંબંધી જે જે શક્તિઓ છે તે સર્વ ખરી રીતે તો પરમાત્માનાં જ કિરણો છે. આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ તો પછી તમો તે તે શક્તિઓનું જુદાપણું તથા તે તે શકિતઓનાં મન આદિ જુદાં જુદાં નામો શા માટે સ્વીકારો છે ? અરે “મન” નામને એવો તે કયો પદાર્થ છે કે જેણે આ સર્વ જગતને આંધળું બનાવી દીધું છે? અરે જ્યાં “મન” એવું કશું છે જ નહિ તેપછી તેમાં શકિતપણું તે વળી કયાંથી આવ્યું ? વસિષ્ઠ બોલ્યાઃ સત્ય પરિસ્થિતિ આમ હોવા છતાં પણ જે મૂઢ લોકો મન વડે આંધળા થઈ ગયા છે તેમનાં પાર વિનાનાં આ દુખોને જોઈને મારી બુદ્ધિ કરુણ વડે વ્યાપ્ત થઈ ગઈ છે અને એ લેકનાં દુઃખોને શી રીતે મટાડવાં તે સંબંધમાં કોઈ ઉપાય જડતો નથી. કેમ કે દુઃખ કઈ કારણના નિમિત્તવડે ઉત્પન્ન થયું હોય તેનું નિવારણ તે કારણનું નિવારણ કરવાથી કરી શકાય છે પરંતુ મૂર્ખ લોકેનું આ દુઃખ તો કારણ વગર જ ઉત્પન્ન થયું છે, માટે તે કેવી રીતે ટળે ? એવો વિચાર કરીને હું મારી બુદ્ધિના તે પરિતાપને શાંત કરું છું. વગર કારણે દુઃખ કરનારાઓ માટે શું ઉપાય? કઈ મૂર્ખ માણસ સાચા કારણથી નહિ પરંતુ કારણ વગર જ ખોટી રીતે ખેદ પામ્યા કરે તો તેમાં આપણે શો ખેદ રાખ તથા શા કારણુથી રાખવો? ગધેડાઓ અને મૂર્ખ લોકે દુઃખને માટે જ જન્મે છે તેમાં આપણે શું કરીએ ? તેઓ જો પોતાનું હિત જાણી લેવા પ્રયત્ન કરે, તે આપણે તનતોડ મહેનત કરીએ પરંતુ તેઓ તો તે સાંભળવા તૈયાર જ હતા નથી તો બીજું શું થાય? સામે આવેલું પંચપકવાન છેડી જે પિતે ખાવાને માટે રાખ જ માગે તે તેવાઓને માટે શો ઉપાય? જેમ સમુદ્રની અંદર ઊઠનારા તરંગ વિનાશને માટે જ ઊઠે છે તેમ સંસારમાં હંમેશાં અવતર્યા કરતા આ પાપી છ મરવાને માટે જ અવતર્યા કરે છે. આ પૃથ્વીમાં ઉત્પન્ન થતા છમાં પવન દરરોજ અસંખ્ય ડાંસોને તથા મરછરોને મારી નાખે છે તો તેને માટે શું રોયા કરવું ? આ રીતે જ પૃથવી ઇત્યાદિ દરેકમાં અસંખ્યાત કીટ, પતંગાદિ જીવોને નિત્યપ્રતિ નાશ થતો રહે છે, તો તે માટે શું કરવું? મોઢા મગરમચ્છ નિર્દય થઈને પાણીમાં ઝીણું ઝીણું કરોડો જળ જંતુઓને ખાવાને માટે મારી નાખે છે તો તેમાં આપણે શી વેદના કરવી? અરે ! હાલતાં ચાલતાં, બેસતાં, ઊઠતાં તથા શ્વાસોચ્છવાસ લેતી વખતે અસંખ્ય સૂક્ષ્મ જીવોને સંહાર થતો રહે છે તો તેને માટે શું થાય ?
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy