SearchBrowseAboutContactDonate
Page Preview
Page 799
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૦ ] ગશર મપ મામગ્ગ– [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૧૪/ર૩ મુકિત પામવાને યોગ્ય થાય છે. એટલા માટે આ મનુષ્ય દેડ કે જેમાં જ્ઞાન, વિજ્ઞાન અર્થાત આત્માનું પરોક્ષ અને અપક્ષgન એટલે આત્મસાક્ષાત્કાર થવાનો સંભવ હોય છે તેવો આ મનુષ્યદેહ જેઓને પ્રાપ્ત થયો હોય તેઓએ ઉપર્યુકત | ગુગો માંથી સર્વથા આસકિત છોડી દઈ અખંડ આત્મસ્વરૂપ એવા મારું જ ભજન કરવું. ઉદ્દેશ એ કે, શરીર, મન, વાણી, બુદ્ધિ, નેત્ર, સ્પર્શ અને શ્રોત્રાદિથી જે જે કાંઈ કર્મ થાય છે તે તમામ આતમસ્વરૂપ છે એવા પ્રકારના નિશ્ચય વડે અંતઃકરણમાંથી વૃત્તિનું ઉત્થાન થતાં જ તેને તુરત તે આત્મા છે એવી રીતની પ્રતિવૃત્તિ વડે દાબી દઈ આત્માકાર બનાવી હંમેશ આત્મામાં જ રત રહેવું જોઈએ. બુદ્ધિમાન અને વિદ્વાન પુરુષે અપ્રમાદિ થઈ અંતઃકરણમાં કોઈ પણ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ પામે એ માટે નિત્યપ્રતિ સાવચેતી રાખવી જોઈએ. આ રીતે સર્વસંગને પરિત્યાગ કરીને એટલે આળસને ત્યજી દઈ જિતેંદ્રિય થઈને નિત્યકતિ આત્માનું જ ભજન કરવું જોઈએ. પ્રથમ સત્ત્વગુણના સેવન વડે રજ અને તમોગુણને જીતવા; પછી ઉપશમરૂપ એ છે સવગુણુ વડે શાંત થયેલા એ બુદ્ધિમાન મુનિએ સાવધાન થઈ તે સત્ત્વગુણને પણ જીતી લે, અર્થાત્ સત્વગુણુ વડે જ સત્ત્વગુણને જીતો. આ મુજબ ગુણોથી મુક્ત થયેલ દેહી જીવપણના કારણરૂપ એવા સૂફમાદિ દેહેનો પણ ત્યાગ કરીને આત્મસ્વરૂપ એવા મને પ્રાપ્ત થાય છે. આ રીતે અંતઃકરણમાં ઉત્પન્ન થનારા ગુણથી તથા લિંગ શરીરથી મુકત થયેલો દેહી, બ્રહ્મસ્વરૂપ એવા મારામાં જ પૂર્ણ તકપ બની જઈ પછી કદી બહાર પણ ઘૂમતો નથી અને અંદર પણ વિચરતે નથી એટલે તેના અંદર અને બહાર એવા ભેદભેદને સંપૂર્ણ પણે વિલય થઈ તે જીવન્મુક્ત બને છે (ભાર્ક ૦૧૧ અ૨૫). नान्यं गुणेभ्यः कर्तार यदा द्रष्टानुपश्यति । गुणेभ्यश्च परं वेति मद्भावे सोऽधिगच्छति ॥१९॥ ગુણે કર્તા છે તથા આત્મા અકર્તા છે શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે હે પાર્થ! આ રીતે ત્રણ ગુણોનું વર્ગને મેં વિસ્તારપૂર્વક તને કહ્યું. તેને આશય એટલે જ કે પ્રકૃતિ અને પુરાને વિવેક થઈ પુરુષ ગુથો પર છે તથા આ સર્વગુણે એ તો બધો પ્રકિતિનો જ પસારે છે, આ પ્રમાણે જાણું લઈ જ્યારે દ્રષ્ટા ગુણ સિવાય બીજા કોઈને કર્તા જેતે નથી તથા આત્માને ગુણથી પર જાણે છે ત્યારે જ તે આત્મસ્વરૂપ એવા મારા ભાવને પામે છે, તાત્પર્ય એ કે, આ સર્વ પસારો તો પ્રકૃતિના ત્રણ ગુગ વડે જ વિસ્તારને પામેલ હોઈ આ ગુણ જ પરસ્પર એક બીજાની વૃદ્ધિ તથા પરાભવ કરી પોતાનું સામ્રાજય પ્રસારે છે, તેઓ જ પરસ્પર કર્તા છે. તેમના સિવાય બીજો કોઈ કર્તા છે જ નહિ, આ રીતે ગુણોને જ કર્તા સમજીને આત્મતત્ત્વ ગુણેથી પર છે એ રીતે જે જાણે છે, તે આત્મસ્વરૂપ એવા મારા નિગુણુભાવને પામે છે અર્થાત તેને જ મોક્ષપની પ્રાપ્તિ થાય છે. गुणानेतानतीय त्रीन्देही देहसमुद्भवान् । जन्ममृत्युजरातु खैविमुक्तोऽमृतमश्नुते ॥२०॥ પ્રકૃતિથી પર આત્મા હે પાર્થ ! આ મુજબ દેહની ઉત્પત્તિના બીજરૂપ એવા આ સત્ત્વાદિ ગુણોનો ત્યાગ કરીને જન્મ, મૃત્યુ, જરા અને દુઃખમાંથી મુકત થયેલો પુરુષ એક્ષને પામે છે. સારાંશ એ કે, આ જે જે કાંઈ નેત્ર વડે જોવામાં આવે છે, કાન વડે સાંભળવામાં આવે છે, સ્પર્શ વડે જાણી શકાય છે, કર્મેન્દ્રિય તથા જ્ઞાનેન્દ્રિય વડે જે જે કાંઈ સ્થલ સૂકમ કર્મ થાય છે, મન વડે જેનો સંકલ્પ વિકલ્પ થઈ શકે છે તથા બુદ્ધિ વડે જેનું ગ્રહણ કરી શકાય છે, એવું જે જે કાંઈ આ દયાદિ છે, તે સર્વે ત્રણ ગુણોના વિસ્તારવાળું પ્રકૃતિ (વૃક્ષાંક ૩)નું જ કાર્ય હાઈ તેનો દ્રષ્ટા તો(વૃક્ષાંક ૨) છે, અને આત્મા તો આ સર્વથી પર હાઈ તેમાં પ્રકૃતિ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy