SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૪] उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधन । [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી અ૦ ૧૪/૧૭ ત્યાં શ્રેષ્ઠ છે તથા અન્યત્ર કનિષ્ઠ છે; (૮) ધ્યાન આત્માનું ધ્યાન શ્રેષ્ઠ છે તથા સ્ત્રી, પુત્ર અને ધનાદિ વિષયોનું ધ્યાન ત્યાજ્ય છે; (૯) મંત્ર: ૩% એટલે પ્રણવને મંત્ર તથા હું આમા છે, આ બધું આત્મા છે અથવા પોતાનો ઈષ્ટદેવ જ ચરાચરમાં સર્વત્ર વ્યાપેલો છે, એવા સર્વાત્મભાવના નિશ્ચયાત્મક ઉદ્દેશ વડે થે જ૫ શ્રેષ્ઠ છે, ઇતર દેહાધ્યાસ વધારનારા ત્યાજ્ય છે; (૧૦) સંસ્કારઃ નિત્યપ્રતિ આત્મનિશ્ચયમાં સ્થિર રહેવું એ જ ચિત્તશુદ્ધિ કરવાનો સાચો ઉપાય છે, પરંતુ હું દેહ છું ઇત્યાદિ દેહમાં આસક્તિ વધારનારા સંસ્કારે ત્યાજ્ય છે. આમ શાસ્ત્રમાં જેને ગ્રાહ્ય કહ્યા છે તે સત્ત્વગુણની વૃદ્ધિ કરનાર હોઈ તેના આચરણથી આત્મભક્તિરૂ૫ ધર્મની પ્રાપ્તિ થાય છે અને આવી ભક્તિરૂપ ધર્માથી જ્ઞાન પ્રાપ્ત થતાં અંતે પરમાત્મપ્રાપ્તિ થાય છે. જો કે વાસ્તવિક રીતે તે મહાવાકયના શ્રવણ અને સેવનથી જ આત્માનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો પણ આત્માનું પરોક્ષજ્ઞાન પ્રાપ્ત થતાં સુધી સ્થૂલ અને સૂમ એ બંને દેહને કારણભૂત સવાદિ ગુગોનો નાશ ન થાય ત્યાં સુધી તો આ સાધનના ઉપયોગ વડે જ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે અર્થાત આમાના પરોક્ષજ્ઞાનને માટે આ સાધનો ઉપયોગી છે. જેમ પરસ્પર વાંસના ઘર્ષણ વડે ઉત્પન્ન થયેલા અગ્નિ જ વાંસના વનને બાળીને સાફ કરી નાખે છે તેમ ગુણોના ક્ષોભને લીધે ઉત્પન્ન થયેલા દેવીનો દેહરૂપ લાભ પણ સવગુણની વૃદ્ધિ થતાં અગ્નિની પેઠે પિતા વડે પિતાને ઉત્પન્ન થયેલા જ્ઞાન થકી જ પરપર એક બીજા ગુનો નાશ કરીને છેવટે પોતે પણ વિલયને પામે છે. મનને નિષેધ કરી તેને આત્મામાં જ જેડવું આ સાંભળી ઉદ્ધવજીએ પૂછયું : હે શ્રીકૃભુ! જિતેક્રિયપણુથી સાત્વિક પદાર્થોને સેવવામાં આટલો બધે ! પુરુષાર્થ છે અને રજોગુણ તેમ તમોગુણી વિષે દુઃખરૂપ છે એમ જાણવા છતાં મનુષ્યો કુતરા, ગધેડા, બળદો આદિ પશુઓની પેઠે વિષયભોગમાં જ કેમ રચ્યાપચ્યા રહે છે? તેના ઉત્તરમાં ભગવાન કહે છે કે વિક રહિત મનુષ્યને દેડ એટલે જ હું છું એવો ખોટો નિશ્ચય સંપૂર્ણ રીતે ઓતપ્રત ઘુસી જવા પામેલ છે અને તેવી ખાટી સમજને લીધે જ મન (વૃક્ષાંક ૧૧) વાસ્તવિક સત્ત્વગુણ પ્રધાન હોવા છતાં પણ તેમાં દુઃખરૂપ રજોગુણ વ્યાપ્ત થાય છે અને રજોગુણુ બાપ્ત થવાથી મનમાં અનેક વૈવિક તર્કવિતક ઊઠે છે. આ રીતે વિષયોના સંકલ્પવિકલ્પો ઉત્પન્ન થવાથી દુર્મતિ મનુષ્યોને કદીપણ પકડમાં નહિ આવે એવી આ ભયંકર તૃણુ ઉત્પન્ન થાય છે. તૃષ્ણાને લીધે રજોગુણના વેગથી મોહ પામેલા અજિ દ્રિય પુરુષો કર્મો પરિણામે દુઃખરૂપ છે એમ જાણવા છતાં પણ તૃષ્ણને વશ બની વિષયોને ભોગવવા સારુ તે તે કર્મોને જ રતા રહે છે. માટે હાદિકમાં મિથ્યા અભિનિવેરા અર્થાત દેહ એટલે જ હું, એવી મિથ્યા અર્ધબુદ્ધિ કાખનારો. એ જ વિષયોને ભોગવનારો જીવાત્મા છે, એમ સમજવું. વિવેકી પુરુષો તો કોઈ સમયે પિતામાં રજોગાણ વધી વિક્ષેપ ઉપજાવે અથવા તમે ગુણ મોડ પમાડે તે પણ પ્રમાદ છોડીને મનને પ્રયતનવડે સતત આત્મામાં જ રોક્યા કરે છે તથા વિષયોમાં દોષદષ્ટિ કર્યા કરે છે, તે કદી વિષયોમાં આસક્ત થતું નથી. આમ વિષયોમાં દોષદૃષ્ટિ કર્યા છતાં પણ જેઓ મનનો વિરોધ કરી શકતા ન હોય તેવાઓને માટે સહેલો ઉપાય કહું છું તે ધ્યાન દઈને સાંભળ. તમામ વૃત્તિઓને એક આત્મામાં સ્થાપવી તે જ યોગ આળસ છોડી દઈ દરરોજ ત્રણવાર આસન અને ઉપર કહેવા મુજબ પ્રણવ વા અન્ય કોઈ જપને તથા પ્રાણાયામ કરવાનો નિયમ રાખી સાવધાનપણાથી ધીરેધીરે આત્મસ્વરૂપ એવા મારામાં જ મનને લગાડી દેવું કે જેથી મન વિષય તરફ જતું અટકી જાય. તમામ વિષયોમાંથી મનને ખેંચી લઈ તેને સાક્ષાત આત્મસ્વરૂપ એવા મારામાં જ પરિપૂર્ણ રીતે લગાડી દેવું એ જ યોગ છે. એ મુજબ મારા શિષ્યો સનકાદિક તત્વવિદોએ નિર્ણય કરેલો છે. માટે ત્રણ ગુણેને નિવૃત્ત કરી તમામ વિષયો તરફથી મનને આકર્ષી લઈ આત્મસ્વરૂપ એવા એ મારે વિષે જ સ્થાપવાને બુદ્ધિમાનેએ પ્રયત્ન કરવો જોઈએ (ભા ૦ ૧૧ અ. ૧૩ શ્લો. ૧ થી ૧૪)
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy