SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન] જે આત્મસાક્ષાત્કારી વિદ્વાન હેય છે, તે થિર મનવાળે નિત્ય પવિત્ર હોય છે. [ ૩૯ છે એમ કહેલું છે. વાસ્તવિક રીતે તે ઉપર 3યનું વિવેચન ભગવાન કરી રહ્યા છે. વળી અત્રે કહે છે કે અતિ સૂક્ષ્મપણાને લીધે તે નહિ જાણી શકાય એવું અવિય છે. આ બંને વિધાને સામાન્ય વ્યવહારની દૃષ્ટિએ તો પરસ્પર અત્યંત વિરોધી દેખાય છે તેનું કારણ શું ? તેને થડે વિચાર કરવો પડશે. તેનું અને તેના દાગીનાનું દષ્ટાંત ઉપર આપેલું જ છે. આમાં દાગીના પિતાનું સાચું સ્વરૂપ જાણવાને વિચાર કરે તો તે જાણી શકશે કે મારું સાચું સ્વરૂપ તો જ્યાં નામ, રૂ૫ તથા આકારાદિનું અરિતત્વ જ નથી તે છે. અત્રે તે દાગીનાની દૃષ્ટિએ ય થયું એમ કહેવાય; પરંતુ સોનું તો રવતસિદ્ધ જ છે તેને કંઈ દાગીના હો યા ન હો અથવા કોઈ અન્ય જાણનાર હો યા ન હો, તે કશાની આવશ્યકતા હોતી નથી. વળી તેને કોઈ એ જાણવાથી તેનું અસ્તિત્વ હોય છે એમ પણ નથી. તે તો સ્વસવેદ હોઈ રવતઃસિદ્ધ જ છે તેથી તે પોતાની દૃષ્ટિએ અવિજ્ઞય છે, એમ પણ કહી શકાય. આ રીતે આત્મરૂપ એવું યપદ પરોક્ષજ્ઞાનની ઈચ્છાવાળાને અંતર્દષ્ટિ વડે જાણવામાં આવે છે તથા મહા મહેનતે સદ્દગુરુ તે સમજાવી શકે છે માટે તે દૃષ્ટિએ તેને કહે છે તથા તે સ્વત:સિદ્ધ હોવાથી તેને કોઈ જાણનારની અપેક્ષા હોતી નથી આ દૃષ્ટિએ તે અય છે. કેમ કે આ યાદિ ભાવે તથા તેને જાણનાર સાક્ષીનું અસ્તિત્વ તે તેના આધાર ઉપર જ હોવાથી તે પોતે નથી એમ શી રીતે કહી શકાય ? અંતર્મુખ દષ્ટિ કેને કહેવી? જેમ દીવો બીજા પદાર્થોને પ્રકાશમાં લાવે છે પરંતુ પોતે બીજા કોઈ દીવા વડે પ્રકાશમાન થતો નથી એટલે તે વ્યવહારદષ્ટિએ સ્વયંપ્રકાશ કહી શકાય છે. કેમ કે તેને બીજા કોઈ દીવાની જરૂર નહિ હોવાથી તે બિલકુલ નથી અથવા તે પ્રકાશ આપતા નથી એમ કહેવામાં આવે તો તે યોગ્ય ગણાશે ખરું કે? તેમ બીજા કોઈની પણ અપેક્ષા રાખ્યા સિવાય આ પરમતત્તવ પોતે જ સર્વ દૃશ્યાદિને અરીસાની જેમ પ્રતિબિંબ રૂપે પિતામાં જ ભાસમાન કરે છે તેથી તે સ્વતઃસિદ્ધ હાઈ કઈ પશુ જાણવાવાળાની તેને અપેક્ષા હેતી નથી અને આથી જ તે અવિનેય કહેવાય છે તથા જેમ પ્રકાશ્ય પદાર્થો જે પિતાને પ્રકાશ આપનાર પ્રકાશકને જોવાનો પ્રયત્ન કરે તો તે ફક્ત બુદ્ધિ વડે જ તેનું ગ્રહણ કરી શકે છે. આ રીતની અંતર્દષ્ટિ વડે કિંવા અત્યંત સૂકમ દષ્ટિ વડે તે પદ જાણી શકાય છે, માટે એ દૃષ્ટિએ તે ય છે. બીજા કશાની અપેક્ષા વગરનું અનિર્વચનીય એવું તે આત્મતત્ત્વ પિતે સ્વયંપ્રકાશ જ છે, કેમ કે આ પ્રકાશ છે અને આ પ્રકાશને અભાવ છે ઇત્યાદિ ભાસે પણ જેના વડે જ ભાસમાન થાય છે એવું તે પદ પોતે જ દેખાતું નથી અથવા ન હોઈ શકે એવું કેમ બને? હવે જે તે જાણી શકાય છે તે કેવી રીતે ? તેને તદ્દન સૂમ દષ્ટિએ તું વિચાર કર. આ જ રથળે મોટા મોટા કુશળ પડતોની મતિ પણ કુંઠિત થાય છે. અંતર્દષ્ટિ નહિ હોવાને લીધે તેઓ મિથ્યા મેહમાં સપડાઈ જાય છે. જ્યાં સુધી દષ્ટિ બાહ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરીને શાંત ન થાય ત્યાં સુધી અંતર્મુખપણું કદી પણ પ્રાપ્ત થઈ શકતું જ નથી અને જ્યાં સુધી અંતર્દષ્ટિ આવતી નથી ત્યાં સુધી આત્મદર્શન પણ થતું નથી. “ જ્યાં મને તેના સાક્ષો સહિત અહેમમાદિ તમામ સંક૯પોથી રહિત થઈ જાય છે એવી નિશ્ચલ અવસ્થામાં સ્થિતિ થવી એનું નામ જ અંતષ્ટિ.” તે પછી જ્યાં સુધી સંકલ્પો ચાલુ હોય ત્યાં સુધી અંતર્દષ્ટિ કેમ કરીને થાય? એટલા માટે અહંમમાદિ અને તેના સાક્ષી સહિત દરેક સંકલ્પને ત્યાગ કરીને તું પ્રથમ રવસ્વરૂપનો અનુભવ છે અને તે સ્થળે થોડા વખત સ્થિર રહીને તે વિચારને પણ છોડી દે; પછી તે અવસ્થામાં એટલે સત્તારૂપ સામાન્ય ચૈતન્યમાં એકરૂપ થઈ જા એટલે તે જ તત્વ 3ય તથા અય કેવી રીતે છે તે તારા ધ્યાનમાં સારી રીતે આવી શકશે. કારણ કે અનભવ વગર લૂખા તર્કો વડે તે કદી પણ સમજી શકાતું નથી, તેમ તેની ખાતરીને માટે અંતર્મુખ થઈ અનુભવ લીધા સિવાય બીજો કોઈ માગ પણ નથી. આ સંબંધે વધુ સ્પષ્ટતા નીચેનાં જનક અને અષ્ટાવક્રના સંવાદ ઉપરથી થશે. તે પદય કે અય છે? જનકે કહ્યું : હે અષ્ટાવક! હું કહું છું તે સાંભળ તે પદય અને અગેય કેવી રીતે છે એ તારો પ્રશ્ન છે. પ્રથમ તે તું એમ નક્કી સમજ કે તે સ્વતત્વ હંમેશાંઅરેય પણ નથી અને હંમેશાં ય પણ નથી.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy