________________
૧૦ | हायातपो ब्रह्मविदो वदन्ति
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૭ ૧૨/૨૦ શ્રદ્ધાપૂર્વક મારી જ કથા સાંભળવી તથા કરવી, હંમેશ મારું જ ધ્યાન કરવું, જે કાંઈ મળે તે મને જ અર્પણ કરવું. પિતાનો દેહ ભગવાનને જ છે એમ સમજીને દેહાભિમાન પણ અર્પણ કરવો અને પોતે નિરભિમાની થઈ જવું. મારા જન્મકર્મોનું વર્ણન કરવું, મહોત્સવ તથા વૃતાદિ કરવાં; વેદમાં બતાવ્યા પ્રમાણે મંત્રની કિવા તંત્રની દીક્ષા લેવી. વેદના આધાર વગરનાં હેય તે મંત્ર કિવા તંત્ર ત્યાજ્ય છે એ આ કથનને ભાવ છે, દેવાલયાદિ બંધાવવાં અને તેમાં મારી મૂર્તિનું સ્થાપન કરવું, મારા મંદિરમાં નિષ્કપટપણે વાસીદુ વાળવું, લીંપવું, જળાદિથી પ્રક્ષણ કરવું વગેરે કર્મો અભિમાન રહિત જાતે કરવાં; મને અર્પણ કરેલા પદાર્થોને પતે ઉપયોગ કરવો નહિ, પિતાની પ્રિય વસ્તુ અર્પણ કરવી. આ રીતે મારી પ્રીત્યર્થે તમામ ક્રિયાઓ કરતા રહેવી એટલે આ બધું ભગવાનનું જ છે, મારું કાંઈ છે જ નહિ, એવી દઢ શ્રદ્ધા રાખીને મને સમર્પણ થનાર અક્ષય ફળને પામે છે. આ મહાત્મા કિવા મૂર્તિઓ સંબંધે આત્મનિવેદનને સ્થૂળ પ્રકાર કહ્યો.
ભગવાનના પૂજનના અગિયાર સ્થાનકે હે ઉદ્ધવ! (૧) સૂર્ય (૨) અગ્નિ (૩) બ્રાહ્મણ (વેદાધ્યયન કરેલા કિંવા બ્રહ્માને જાણનારા) (૪) ગાય (૫) આત્મસ્વરૂપના અભ્યાસકે (વૈષ્ણવો) (૬) અંતઃકરણ (૭) વાયુ (૮) જળ (૯) પૃથ્વી (૧૦) પોતાને આત્મા અને (૧૧) સઘળાં પ્રાણીઓઃ એ અગિયાર મારાં પૂજન કરવાનાં સ્થાનકે છે. ત્રણ વેદમાં કહેલા સૂતોથી ઉપસ્થાનાદિક સધ્યાવન્દનના અંતભાગમાં ગાયત્રી જપ થયા પછી સૂર્યની સામે ઊભા રહીને સૂર્યની પ્રાર્થનાના મંત્રો બોલવામાં આવે છે તે, ઈત્યાદિ કરવાથી સૂર્યમાં મારું પૂજન થાય છે. અગ્નિમાં વિખ્યાદિન હેમ કરવાથી અગ્નિમાં મારું પૂજન થાય છે. વેદાધ્યયન કરેલા ઉત્તમ બ્રાહ્મણોના આતિથ્ય વડે બ્રાહ્મણેમાં મારું પૂજન થાય છે. ગાયોને ખોળ કે ઘાસ ખવરાવવું, તેની સેવા કરવી કે જેથી ગાયો દ્વારા મારું પૂજન થાય છે. આત્મસ્વરૂપના અભ્યાસકો એટલે વૈષ્ણોમાં તેઓને બંધુ તરીકે સત્કાર કરીને તે દ્વારા પણ મારું પૂજન કરવું. તેઓને અભ્યાસમાં મદદ રૂપ થાય એવી રીતે તેઓને પરસ્પર સત્કાર કરો. હંદયાકાશમાં ધ્યાન નિષ્ઠા રાખીને એટલે અંતઃકરણમાં જ્યાંથી વૃત્તિનું ઉત્થાન થાય છે તે સ્થાનમાં ધ્યાન કરીને અંતઃકરણરૂપે મારું પૂજન કરવું. વાયુમાં પ્રાણદૃષ્ટિ અર્થાત દરેક શ્વાસમાં હું જ વ્યાપેલો છું એવા પ્રકારની દૃષ્ટિ તે પ્રાણદષ્ટિ કહેવાય તેવી દષ્ટિ વડે મારું પૂજન કરવું, એ ભગવાનને ઉદ્દેશ છે. જળમાં જઈને અર્થ તથા તર્પણ આપવાથી તે દ્વારા પણ મારું પૂજન થઈ શકે છે. પૃથ્વીમાં રહસ્યમંત્રના ન્યાસાદિ વડે એટલે માહાભ્યપઠન કિંવા કરન્યાસ વા હૃદયાદિન્યાસ કરવાથી પૃથલીનું પૂજન થાય છે (આથી સપ્તશતિ, ગીતા વગેરે ધાર્મિક ગ્રંથોના આરંભમાં માહાસ્ય અને ન્યાસાદિ આપવાની શાસ્ત્ર પદ્ધતિ છે), સર્વત્ર પોતાને જ આમાં વ્યાપેલો છે એવો સર્વાત્મભાવ રાખવાથી આત્મા વડે મારું પૂજન થાય છે. સર્વે પ્રાણીમાત્રમાં સમતા રાખી હું એવા ક્ષેત્રનુરૂપે સર્વમાં રહ્યો છું એટલે આ સર્વ પ્રાણીઓમાં આત્મા જ આ બધું કરાવે છે તેથી તેઓ સર્વ પિતાના સમાન જ છે એવા ભાવ વડે ઊંચનીચપણું નહિ રાખતાં તેઓ પ્રત્યે માન રાખવું તથા દ્વેષાદિ કરવા નહિ; તેમ કરવાથી સઘળાં પ્રાણીઓ રૂપે મારું પૂજન થઈ શકે છે.
સત્સંગદ્વારા પ્રાપ્ત થતી ભક્તિ વડે જ ઉદ્ધાર થાય છે આ પૂજામાં જે અગિયાર સ્થાનકે કહ્યાં છે તેમાં પૂજન કરતી વખતે તે સર્વેમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ (કમળ)થી યુક્ત એવા મારા ચતુર્ભુજ તથા શાંત સ્વરૂપનું ધ્યાન કરતાં રહેવું, એટલે આ તમામ ચાર ભુજાઓવાળા તથા શંખચક્રાદિ ધારણ કરેલા ભગવાનનું જ સ્વરૂપ છે, એવું મારું સગુણસ્વરૂપ દષ્ટિ સામે રાખીને હું તેનું પૂજન કરું છું, એ રીતે નિશ્ચય વડે સર્વત્ર ધ્યાનની ભાવના કરવી. આ મુજબ ધ્યાન કરતી વખતે જિતેન્દ્રિયપણું એટલે કેઈપણ ઈન્દ્રિય તથા તેના વિષયાદિમાં આ સગુણમૂર્તિ સિવાય બીજા કશાની પણ ભાવના થવા નહિ દેવી; તેવું જિતેન્દ્રિયપણું રાખીને મંત્રમાં કહેવા પ્રકારથી મારું