________________
स्वस्तिनो बृहस्पतिर्दधातु ॥
[મહષિવયનું આશીલત
કે તમને અહીં લાવવાનું પ્રયોજન ફક્ત એટલું જ છે કે જે ભવિષ્યમાં તમને કદાચ આ માર્ગ તરફ વળવાની ઇચ્છા થાય તે તમો આ માર્ગે પ્રયત્ન કરીને જયારે હતાશ થાઓ, અથવા આ નાસ્તિકતાના આગ્રહને છોડી પરમાર્થમાં પડી કેઈક વ્યક્તિ વા સાંપ્રદાયને દુરાગ્રહ પકડીને સન્માર્ગ થકી ફરી ભ્રષ્ટ થઈ વિમાસણમાં પડે, તમેને ત્યાં આત્મશાંતિ ન મળે તે નિરાશ નહિ થતાં દુરાગ્રહ છેડીને તમે આ મહાત્માને અવશ્ય મળજે એટલા માટે જ આ મહર્ષિવર્યની મેં તમને ઓળખાણ કરી આપી છે. જ્યારે તમે ખરેખર મુંઝવણમાં પડ્યા હશે ત્યારે કોઈ પણ દુરાગ્રહને ગ્રહણ કરવા પૂર્વે આ મહાપુરુષ હિંદુસ્તાનમાં ગમે ત્યાં હોય તે તેમની બાળ કાઢી તેમને અવશ્ય મળજે એટલે તમારી ગમે તેવી ગૂંચ તત્કાળ નીકળી (ઉકલી જશે. એવા ઉદ્દેશથી જ હું તમને અહીં લાવ્યો છું; આ મારી જાત અનુભવ હું કહી રહ્યો છું, પરંતુ સાથે સાથે કહું છું કે એમની એવી તો કડકાઈ છે કે એમની પાસે તમારી સાચી જિજ્ઞાસાનું પ્રદર્શન તત્કાળ થઈ જશે. કેમ કે તેમની અગ્નિપરીક્ષામાંથી પાસ થવું અતિશય કઠણ છે, જેમને આત્મપ્રાપ્તિનો અતિ-ની જિજ્ઞાસા હોય તેઓ જેમ લોખંડ પારસને અડતા તત્કાળ સુવર્ણરૂ૫ બને છે તેમ તેમના સહવાસથી તત્કાળ આત્મપ્રાપ્તિ કરી શકે છે; બાકી ઇતરોને માટે તો તેઓને ઓળખવા તથા તેમનો તાપ જીરવવાનું કામ અતિશય મુશ્કેલ છે, પણ જે ટકો એ તે તદન નિ:શંક જ બન્યો. તુકારામ મહારાજે કહ્યું હતું તેમ “આ માગે તે ખરા બહાદરા-જાતવાનોનું કામ છે, કાચા પોચા કિંવા ઢીલા એટલે જેમને તીવ્ર જિજ્ઞાસા નથી તેવા બાયલાઓનું અહીં કામ નથી.” એ ઉક્તિના અમલ અહી તમે જોઈ શકશો.
શ્રીમહર્ષિવર્યજી એક વખતે ઉન્મત અવસ્થામાં હતા. તે સમયે એક અતિભાવિક ભક્ત નમ્રતાથી કહ્યું કે, “મહાત્મન ! આપ આમ જમદમિનું સ્વરૂપ ધારણ કરે તેથી લકે મહાત્મા સંબંધમાં કોઈ કાંઈ અફવાઓ ઉડાવે છે, તેઓ બધા આપને શું કહેશે? કેમ કે તેઓ તે બધા અજ્ઞાની છે, આપને શી રીતે ઓળખી શકે?” મહર્ષિવર્ષે હસીને શ.તિથી તત્કાળ ઉત્તર આપ્યોઃ “જે કદાચ જગતમાં વિભાગો પાડી શકાય તે બે જ. () અજ્ઞાની અને (૨) જ્ઞાના. જેઓએ આત્માને સાક્ષાત્કાર કર્યો હોય તેવા અપરોક્ષાનુભવી જીવમુક્ત મહાપુરુષોને સમાવેશ જ ફક્ત નાનીની કેટીમાં થઈ શકે છે, તે સિવાયના બીજા બધા અતાનો છે: એ શાસ્ત્રને નિશ્ચિત સિદ્ધાંત છે, આ અજ્ઞાનો અસ્વરૂપને નહિ ઓળખવાને લીધે પહાડ, પત્થરાદિ સ્થાવર, વૃક્ષ તાપત્રાદિ જંગમ તેમ જ કીડી, પતંગ, પશુ, પક્ષીથી માંડી મનુષ્ય સુધીની ચેતન, એમ અનેક જડચેતન નિએમાં સબડી અનેક પ્રકારનાં કુખો ભોગવી રહ્યા છે અને વિશેષમાં પોતાને બધા જ્ઞાની સમજી લે છે. જેમ નાપાસ થયેલા મિથ્યાભિમાન વડે એઓ પૈકી પાંચ ગુણને લીધે નાપાસ થયો હોય તે પિતાને દશગુણથી નાપાસ થયેલાઓ કરતાં વધારે બુદ્ધિશાળી માને અને દશવાળે પંદરગુણથી નાપાસ થયેલા કરતાં પિતાને વધારે બ્રહિશાળી માને છતાં તેઓને પાસ થતાં સુધી અભ્યાસ કરવો જ પડે છે. આમ નાપાસમાં શ્રેષકનિકવર્ગની માન્યતા નકામી છે, પાસ થયા તે યા અને નાપાસ થયા એ બળદની જેમ ધુંસરીમાં જોડાયા, તેમ આ બધા અજ્ઞાની લેકે મિથ્યા અહંકાર વડે પોત પોતાને શ્રેષ્ઠ માની બેસે તેનો શો અર્થ?
આ ઘારણે તમારા કહેવા મુજબ જે અજ્ઞાની લેકે શું કહેશે એવો વિચાર કરીએ તે તેમની જ ફટીના અને આ બધા તેમના જ ભાઈબંધ સમાં પહાડો, પત્થરો, ઝાડો, કીડીઓ, મકોડા, ઈયળો, ઉધઈઓ, પશુ, પક્ષી, કીટ, પતંગીયાઓ, ભંડે, કતરાંઓ, બિલાડાએ, ઘોડાએ, કાગડાએ, ઘરડે, ગધેડાએ, વગેરે શું કહેતાં હશે અગર કહેશે એને વિચાર કેમ ન કરે? કારણ કે અજ્ઞાનદષ્ટિએ તે આ બધાં માણસે અને પહાડ, પત્થરથી માંડીને સ્થાવર, જંગમ, જડચેતન, તમામ યોનિઓ એક જ કેટીમાં છે. માણસોની યોનિમાં જેમ કેટલાક પિતાને બુદ્ધિશાળા, પંચાયતી પટેલીયા કિંવા અગ્રણી માને છે તેમ આ કાગડાકૂતરાંઓમાં પણ એવા વર્ગો હોય છે. ઝાડપાનાદિમાં તથા પત્થર અને પહાડાદિમાં પણ હોય છે. આનો અર્થ નાપાસ થયેલાઓએ જેમ પોતાની બુદ્ધિનો શો રાખ નકામે છે તેમ આત્મસાક્ષાત્કાર વગરના અજ્ઞાનીઓને મિધા અહજાર પણ તદન બર્થ છે.