________________
૫૪૬ ] ગાયતે ત્રિવતે વા વિદ્યા – [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૧૦૪ર
આપની વિશેષ શક્તિવાળી વિભૂતિઓ કહે , શ્રીઉદ્ધવ કહે છેઃ ભગવન! પૃથ્વી પર, આકાશમાં, વર્ગમાં, રસાતળમાં અને દિશાઓમાં જે કંઈ વિભૂતિઓને આપે કોઈ વિશેષ શક્તિવડે યોજી હેય તે સર્વ આપ કૃપા કરીને મને કહે. આપની એ તમામ વિભૂતિઓ જાણવાની મારી ઇચ્છા છે.
આ જ પ્રશ્ન રણભૂમિ પર મને અર્જુને કર્યો હતો શ્રીભગવાન બોલ્યાઃ હે ઉદ્ધવ ! કુક્ષેત્રની અંદર શત્રુઓ સાથે યુદ્ધ કરવા ઇચ્છતા અને મને આ પ્રમાણે જ પ્રશ્ન પૂછળ્યો હતો. તારે આ પ્રશ્ન નરના અવતારરૂપ અજુનના પ્રશ્ન સાથે મળતો હોઈ તે ઘણો ઉત્તમ છે. રાજયના કારણે પોતાના જ્ઞાતિ લાઓને વધ કરવો એ અધર્મ છે એમ જાણીને અર્જુન જ્ઞાતિલાઓને વધ કરતાં અટકી પડ્યો હતો અને “ આ લોકોને હું મારીશ તો તેઓ માર્યા જશે,” એવી પ્રાકૃત બુદ્ધિવડે તે યુક્ત બન્યા હતા. તે વેળા પુરુષવ્યાધ્ર અર્જુનને મેં અનેક યુક્તિથી સમજાવ્યો હતો અને જેમ તેં હમણું પ્રશ્ન કર્યો છે તેમ અજુને પણ તે વખતે યુદ્ધભૂમિ ઉપર મને પ્રશ્ન કર્યો હતો. તે વેળા મેં અર્જુનને જેવા અર્થવાળ ઉત્તર આપ્યો હતો તે હું તને કહું છું તે સાંભળ.
રાજર્ષિઓમાં મનુ હું છું હે ઉદ્ધવ! હું આ સર્વ પ્રાણીઓને આત્મા છું, સાક્ષી છું અને ઈશ્વર છું એટલું જ નહિ પણ આ સર્વ પ્રાણીમાત્ર તે હું જ છું. આ સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ, રિથતિ અને નાશ હું રૂપ એવા મારાથા જ થાય છે. હું ગતિવાળાઓની ગતિ તથા વશ કરનારાઓમાં કાળ છું. ગુની સમાન સ્થિતિ હું છું. તથા ગુણવાન પદાર્થોમાં રહેલા રવાભાવિક ગુણો પણ હું જ છું. ગુગુવાળા પદાર્થોનું પ્રથમ કાર્ય પણ હું છું સથી મોટામાં મેણું મહત્તવ હું છું. સૂક્ષ્મ પદાર્થોમાં સૂક્ષ્મ જીવ હું છું, દુજેય પદાર્થોમાં મન હું છું. વેદના મુખ્ય અધ્યાપક બ્રહ્મા હું છું. મંત્રોમાં શ્રેષ્ઠ ત્રણ અક્ષરવાળો મંત્ર છે હું છું. અક્ષરોમાં અકાર હું છું. છંદમાં ગાયત્રી હું છું. સર્વ દેવોમાં ઇન્દ્ર, વસુએમાં હવ્યવાહ, આદિમાં વિષ્ણુ, સ્ત્રોમાં નીલહિત, બ્રહ્મર્ષિઓમાં ગુ, રાજર્ષિઓમાં મન, દેવર્ષિઓમાં નારદ, ગાયોમાં કામધેનું, સિદ્ધોમાં કપિલદેવ પક્ષાઓમાં ગરુડ, પ્રજાપતિઓમાં દક્ષ તથા પિતરોમાં અર્યમા ડું છું.
મનુષ્યમાં ધમી રાજા હું છું હે ઉદ્ધવ! જેમાં પ્રલાદ, નક્ષત્રો તથા ઔષધિમાં ચંદ્ર, યક્ષ તથા રાક્ષમાં કુબેર, હાથીઓમાં શ્રેષ્ઠ ઐરાવત, જળમાં વરુણદેવ, તાપનારા અને તેજસ્વી પદાર્થોમાં સૂર્ય, મનુષ્યમાં ધમાં રાજા, ઘોડાઓમાં ઉશ્રવા, ધાતુઓમાં સુવર્ણ, શિક્ષા કરવામાં યમદેવ તેમજ સર્વેમાં વાસુકિ હું છું. હે નિર્દોષ ! નાગમાં શ્રેષ્ઠ શેષનાગ હું છું. વનમાં સિંહ, આશ્રમમાં શ્રેષ્ઠ એવો સંન્યાસ, વર્ષોમાં બ્રાહ્મણ, પ્રવાહરૂપ તીર્થોમાં ગંગા, સ્થિર જળાશયમાં સમુદ્ર, આયુધોમાં ધનુષ્ય, ધનુર્ધારીઓમાં ત્રિપુરને નાશ કરનાર શંકર, સૌથી ઊંચામાં ઊંચા શિખર મેસ, પર્વતામાં હિમાલય, વૃક્ષોમાં પીપળા, ઔષધિઓમાં જવ (સાળી. પુરોહિતેમાં વસિષ્ઠ, વેદાર્થ નિષ્ઠોમાં બહસ્પતિ, સર્વ સેનાનીઓમાં દેવસેના ને અગ્રણી એવા કાર્તિકસ્વામી અને સન્માગને પ્રવૃત્ત કરનાર બ્રહ્મા હું છું. યજ્ઞમાં બ્રહ્મયજ્ઞ (સર્વ બ્રહ્મરૂપ છે એવી ભાવના કરવી તે) વ્રતમાં અહિંસા, શુદ્ધ પદાર્થોમાં વાયુ, અગ્નિ, જળ, સૂર્ય તથા વાણીરૂપ હું છું. અષ્ટાંગ યુગમાં સમાધિ, છતવાની ઈચ્છા રાખનારાઓમાં ગુપ્ત મસલત(વિચાર), વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા હું છું. અખ્યાતિ, અન્યથાખ્યાતિ, શન્ય ખ્યાતિ, અસખ્યાતિ, તથા અનિર્વચનીય ખ્યાતિ આ પાંચ પ્રકારની ખ્યાતિ તેમજ વિદેશમાં વિકલ્પ
આત્માને માટે હું છે એ નરન્નતિને પ્રવેગ ઇતરત્ર કર્યો છે. આ વર્ણનમાં પણ હંથી આત્મા દર્શાવવાને જ ઉશ છે, એટલે હું છે એ પ્રયોગ હે જોઈ એ પરંતુ આ વર્ણન ભાગવતમાંનું હોવાથી ત્યાં જેવું વર્ણન છે તેમાં • ફેરફાર નહિ કરતાં જેવું ને તેવું જ અમે રાખ્યું છે; આથી હું છું એવો પ્રયોગ અને આવશે.