SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદહન ]. જે પદનું સધળા વેદે એકવાક્યતા વડે પ્રતિપાદન કરે છે, [ પર૭ આ સર્વનું પ્રભવસ્થાન હું જ છું ભગવાન આગળ કહે છે કે ઃ હવે હું તને ઉપરના વિધાનની સ્પષ્ટતા કહું છું. હું જે કે અજન્મા છું એમ પ્રથમ વખત વખત કહેલું જ છે છતાં મને આત્મસ્વરૂપે જાણનારો ભકત આ બધું ઉત્પન્ન થયેલું માનીને આત્મરવરૂપ એવો હું જ તે સર્વને પ્રભવ અર્થાત મૂળ કિંવા ઉત્પત્તિનું સ્થાનક છું, આત્મસ્વરૂ૫ એવા મારાથી જ આ બધું પ્રવર્તે છે, એમ માની બુદ્ધિયુકત ભાવના વડે શ્રદ્ધાથી આત્મસ્વરૂપ એવા મને જ હંમેશ ભજે છે. તાત્પર્ય એ કે, તે સર્વત્ર કેવળ એક આત્મસ્વરૂપની જ ભાવના રાખે છે. મારા માતાના ગુજરાતઃ પુરવદન कथयन्तध मां नित्यं तुष्यन्ति च रमन्ति च ॥९॥ મારામાં ચિત્ત પરેવી સંતુષ્ટ રહેલા ભક્તો આ પ્રમાણે મશ્ચિત્ત એટલે આત્મરવરૂપ એવો જે હું તેમાં જ ચિત્તને હંમેશાં પરોવનારા, માતાને જીવ હમેશાં જેમ પોતાના બાળકમાં જ હોય છે તેમ મારામાં જ નિત્યપ્રતિ જીપને રાખનારા, જરાકવાર પણ બાળક નજરે નહિ પડનાં માતાનો જીવ આકુળવ્યાકુળ થઈ જાય છે તેમ વ્યવહારમાં શરીર, વાણી અને મનવડે કામ કરતી વખતે મારામાંથી મન જરા પણ હઠે તો જેને પ્રાણુ આકુળવ્યાકુળ થઈ જાય છે તેવા મારામાં જ ગતપ્રાણ થયેલા અર્થાત પ્રાણુને મારામાં જ ગત કરેલા એટલે જેણે આત્મસ્વરૂપ એવા મારામાં જ પ્રાણને લય કરે છે એવા, દરેક શ્વાસોચ્છાસમાં નિત્યપ્રતિ મારું જ રટણ કરનારા ભક્તો પરસ્પર વાત કરતી વખતે પણ મારું (આત્માનું) જ કથન કરતા હોઈ તેવા પ્રકારના નિશ્ચયવડે રમમાણ થઈ સંતુષ્ટ થયેલા હોય છે. ઉદેશ એ કે, વં, તે. આ, મારું, તારું વગેરે અનેકવિધ પ્રકારના ભેદ વડે પ્રતીત થનારું દશ્યજાળ કેવળ એક આત્મસ્વરૂપ જ છે. આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ, અને તે આત્મા એટલે હું છે એવા પ્રકારે મારું એટલે પિતાનું સાચું રવ૫ જાણી લઈ તેવા નિશ્ચય વડે કાયા, વાયા, મન કિંવા બુદ્ધિ વડે જે જે કાંઈ કાર્ય કરવામાં, સાંભળવામાં, જોવામાં, ચિંતવવામાં અથવા તે બુદ્ધિ વડે નિશ્ચય કરવામાં આવે તે તમામ આત્મસ્વરૂપ એવા મારાથી ભિન્ન નથી તથા એ અત્મા એટલે હું જ છે. એવા પ્રકારે જે નિત્ય આત્મામાં જ રમમાણ થઈને રહે છે, તેને હવે આ કરતાં બીજું કાંઈ પ્રાપ્ત કરવાનું, ધ્યાન કરવાનું કે જાણવાનું બાકી હશે એ રીતને અસંતોષ કદી રહે જ નથી. આથી તે કેવળ એક આત્મનિશ્ચયવડે જ સંતોષને પામેલે હેય છે. तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् । ददामि बुद्धियोग तं येन मामुपयान्ति ते ॥१०॥ - હું બુદ્ધિગ આપું છું હે પાર્થ! ઉપર મુજબ આત્મસ્વરૂપ એવા મારામાં જ નિત્ય રમમાણ થઈ સંતુષ્ટ થયેલા અને પ્રીતિપૂર્વક મને(આત્માને) ભજનારા તેઓ અંતે મને જ પામે છે, એટલે આત્મસ્વરૂપ એવા મારામાં જ એકરૂપ થઈ જાય છે, તેમને એ પ્રકારને બુદ્ધિયોગ પણ હું જ આપું છું. ભગવાન કહે છે કે, મેં તને . બુદ્ધિયોગ સંબંધમાં પ્રથમ કહેલું જ છે. (“બુદ્ધિગતા આશ્રયનું પ્રજન” એ મથાળાનો મજકુર જુઓ અ૦ ૨ ૦ ૩૯) માટે તેનો વધુ વિસ્તાર નહિ કરતાં અને ફક્ત સંક્ષેપમાં એટલું જ કહેવાનું કે, સર્વત્ર એક અત્મા છે અને તે આત્મા એટલે પોતે જ હું છે, આત્મસ્વરૂપ એવા મારાથી ભિન કાંઈ છે જ નહિ, એવા પ્રકારે બુદ્ધિને દઢ નિશ્ચય કરીને તેને તેમાંથી જરાપણું ચલાયમાન થવા નહીં દેવી એ જ બુદ્ધિયોગનું મુખ્ય લક્ષણ છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy