________________
ગીતાદહન ]
તે જ્યાં અતિશય સંકટો છે તેથી મુક્ત એવા ગુસ્થસ્થાનમાં પ્રવેશ કરાયેલે છે; [ પ૦૫
વળી પાછા મનુષ્યાદિ તથા તેમાંથી પુનઃ વૃક્ષાદિકના અવતારમાં પડતા અને વૈદ જે સમજાવશે તે જ ખરં કલ્યાણકારી છે, એ વિશ્વાસ રાખીને રહેનારા મનુષ્યોને વેદરૂ૫ મહાપંડિત પાછી તે જ વિષય, જીવન અને પુત્રાદિક પદાર્થોમાં ફસાવે એ વેદને છાજે ખરું કે? માટે વેદને અભિપ્રાય કિંવા સાચો અર્થ તો નિવૃત્તિ માર્ગ ઉપર જ છે, એમ સિદ્ધ થાય છે.
કેવળ કર્મ કરનારાઓ આ રીત વેદના સાચા અભિપ્રાયને નહિ જાણતા જેઓ કર્મ (મીમાંસકે) માત્ર ઉપરથી સારા જણાતાં અને અંદરથી સાર વગરના સકામીઓને માટે વેદે કહેલા આમિરૂ૫ ફળાને જ પરમ પુસ્નાર્થરૂપ માને છે તેઓ ખરેખર કુબુદ્ધિમાન છે. કારણ કે વેદને યથાર્થ રીતે જાણનાર વ્યાસાદિકે તે પ્રમાણે કહેતા નથી. કામી. કંગાળ, તૃષ્ણાઓથી વ્યાકુળ અને ઉપર ઉપરથી સારા લાગે પરંતુ અંદરખાને નિઃસાર ફળાને પરમ ફળરૂપ સમજનારા અગ્નિથી થતાં યજ્ઞાદિક કર્મો કરવાના દુરાગ્રહથી વિવેકભ્રષ્ટ થયેલા અને પરિણામે ધૂમમાર્ગને જ પ્રાપ્ત કરનારા કર્મકાંડી મીમાંસકો આત્મતત્તવને કદી પણ જાણતા નથી. જેઓના કર્મો પશુઓની હિંસા કરવામાં જ સાધનરૂ૫ છે એવા એ પેટભરા લોકે ઝાકળના અંધારાથી વ્યાપ્ત થયેલી આંખેવાળા મન જેમ સમી ની વસ્તુને પણ જાણતા નથી, તેમ હૃદયમાં આત્માના સ્વરૂ ૫ભૂત “હું” કે જેમાંથી આ સર્વ જગત ઉત્પન્ન થયેલું છે. એમ ભાસે છે તથા જે વાસ્તવિક આમાથી સહેજ પણ ભિન્ન નથી તેને જાણતા નથી.
વેદના તાત્પર્યરૂપ ગંભીર અર્થ વા પરિસંખ્યા માંસનું ભક્ષણ કરવામાં અને તેના ફળમાં જે પ્રીતિ હોય તે તે ફક્ત યજ્ઞમાં જ કરવું એવી અનુના (આખા) આપીને વેદે આ પરિસંખ્યા કરેલી છે. પરિસંખ્યા વિધિના સંબંધમાં આગળ શાસ્ત્રીય વિવેચન આવશે તે જોવું. અત્રે સંક્ષેપમાં એટલું જ જાણવાની જરૂર છે કે જ્યારે બંને ક્રિયાની એક સામટી પ્રાપ્તિ થતી હોય ત્યારે તે પૈકી એકની નિવૃત્તિ કરવા ઉપર જ જેનું તાત્પર્ય હેય તેને પરિસંખ્યા વાકય કહે છે. આથી યજ્ઞ કરીને બાકી સિલક રહે તે માંસાદિનું ભક્ષણ કરવું એમ કહેલું છે, પરંતુ તેનો અર્થ તે અવશ્ય કર્તવ્ય છે એટલે કરવું જ જોઈએ એવું વિધવાક્ય નથી. આ મુજબની વેદના તાત્પર્યરૂ૫ મારા ગંભીર મતને નહિ જાણતા વિષયમાં જ લાગી રહેલા તથા હિંસાને એક જાતના વિકારરૂ૫ માનતા એ ખેલ લોકે પશુઓને મારી નાખીને પોતે સુખ મેળવવાની ઈચ્છાથી દેવતા, પિતૃ અને ભૂતપતિઓનું યોથી પૂજન કરે છે. જેમ કેઈ વાણિયો દુતર સમુદ્રાદિનું ઉલ્લંઘન કરીને ઘણું ધન મેળવવાની લાલચથી પોતાની પાસેની મૂડીને પણ ઈ બેસે છે, તેમ કર્મકાંડીઓ માત્ર કાનને હાલા લાગે એટલે પોતાને પસંદ પડે એવા અને વારતવિક રીતે સ્વનની પેઠે મિથ્યાભૂત પરલોકના તથા ઈહલોકના સુખ ની અભિલાષા સેવી તેવા પ્રકારના વ્યર્થ કાર્યમાં દ્રવ્ય અને તપશ્ચર્યાદિ ગુમાવી બેસે છે.
વેદ પ્રવૃત્તિપરાયણ નથી? સત્વ, રજ અને તમોગુણની નિષ્ઠાવાળા આ લકે સત્ત્વાદિ ગુણો જ જેમાં મુખ્યત્વે કરીને હેય છે એવા ઇંદ્રાદિ દેવોની જ ઉપાસના કરે છે, પરંતુ ગુણાતીત એવા મારી એટલે આત્માની ઉપાસના નથી. આ કર્મકાંડીઓ (મીમાંસકે) આ પ્રમાણે સંકલ્પ કરે છે કે અમે આ લોકમાં યજ્ઞાદિઠારા દેવતાઓનું યજન કરીને સ્વર્ગમાં જઈશું અને ત્યાં આનંદ કરીશું, તથા પુણ્યભોગને અંતે પાછા આ લોકમાં મોટા કુળવાન અને સંપત્તિમાન ગૃહસ્થ થઈશું. આવી રીતે વેદની પુષ્પ જેવી ફળ દર્શાવનારી વાણીથી લલચાઈ પડેલા મનવાળા અભિમાની અને અત્યંત અક્કડ એવા કર્મકાંડીઓને મારી એટલે (હું રૂ૫) આત્માની વાત પણુ ગમતી નથી. તેથી તેઓ મારે પરાયણ નહિ થતાં સંસારમાં ભટકી જન્મમરણના ફેરાઓ ફર્યા જ કરે છે. આ રીતે વેદ પ્રવૃત્તિપરાય નથી પરંતુ નિવૃત્તિપરાયણ જ છે. કર્મકાંડ, જ્ઞાનકાંડ અને કપાસનાકાંડરૂપ સઘળા વેદો “જીવ બ્રહ્મરૂપ છે, સંસારી નથી” એ જ પિતાનો વાસ્તવિક અને ખરો અભિપ્રાય ધરાવે