________________
ગીતાદાહન ] આ સધળું જગત અનેક પ્રકારની કામનાઓની પ્રાપ્તિ અથે જ સ્થિત હાઈ— [ ૪૯૫
ઊલટી સમજ વડે ગમે તેટલી મહેનત કરી હોય છતાં પણ તે સંનિક જ ગણાય છે; તેા પછી મૂળમાં જ જ્યાં હું અને આત્માને બદલે શરીર સમજવામાં આવે અને પછી ગમે તેટલી આશાએ પ્રયત્ને કિવા જાણવાપણાનું અભિમાન સેવવામાં આવે તે સત્ય કેવી રીતે નીવડે ? આથી આવા પ્રકારના લેાકા આસુરી તથા રાક્ષસી સ્વભાવવાળા છે. કારણુ કે અવિચારી અને મૂઢતા એ જ આ સ્વભાવવાળાનું લક્ષણ છે. આ મુજબ આસુરી પ્રકૃતિવાળાઝ્માનું લક્ષણુ તને કહ્યું, હવે દૈવી પ્રકૃતિવાળાઓનું લક્ષણ કહું છું તે સાંભળ (શ્લાક ૧૧ અને ૧૨માં આસુરી કિવા રાક્ષસી સપત્તિવાળા કાને કહેવા તેનાં લક્ષણા કહ્યાં છે). महात्मा॒नस्तु॒ मा॑ पा॒र्थ दे॒व प्र॑कृ॒ति॒माभि॑ताः 1
भजभ्त्य॒नन्यमन॒सो श॒त्वा भूतादि॒मव्ययम् ॥१३॥
દૈવી પ્રકૃતિવાળા મહાત્મા કોણ ?
હું પાથ! જે મહાત્મા મને આ શરીરધારી શ્રીકૃષ્ણે નહિ પરંતુ અનિવ ચનીય એવા આત્મા સમજે છે અર્થાત્ “હું” એટલે શરીરધારી નહિ પરંતુ સંભૂતાના આદિકારણરૂપ આકાશ સમાન અવ્યય એવેા આત્મા (વૃક્ષાંક ૧) છે એમ-સમજે છે, તેને દૈવી પ્રકૃતિના આશ્રયી સમજવા. આ રીતે દૈવી પ્રકૃતિને આશ્રય કરીને જે અનન્યભાવે અર્થાત આ શ્રીકૃષ્ણ એટલે આત્મા છે અને તે આત્મા એટલે જ હું છે એ મુજબ મેમાં કિંચિત્માત્ર પણ ભેદભાવ નહિ રાખતાં ઐકયરૂપ એવા મનવાળા થઈ તે મને ભજે છે એટલે કે હું વડે નિર્દે શાયેલા બ્રહ્મ, આત્મા તત્ કિવા ચૈતન્ય (વૃક્ષાંક ૧) એવી સત્તાઓવાળા અવ્યય એટલે નાશરહિત, આદિ અથવા અવિનાશી અને અનિવ ચનીય એવા પદનું અર્થાત્ “ ુ”ના સાચા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી લઈ ને જે મહાત્મા જરાપણુ મનને બીજી તરફ્ ઢળવા નહિ દેતાં આત્મસ્વરૂપ એવા મને એકનિષ્ઠાથી અનન્યભાવે ભજે છે તે દૈવી પ્રકૃતિને આશ્રયી કિંવા અવલંબી કહેવાય છે. આ મુજબ ભગવાને મનુષ્યા પાતે પાતાને હું હુ” એમ જે નિત્યપ્રતિ કહે છે તે હું એટલે શરીર છે એવા નિશ્ચયવાળા જેઓ હાય તેને રાક્ષસ, અસુર, અવિચારી મૂઢ ઇત્યાદિ સંજ્ઞાઓ વડે સ»ાધેલા હાઈ જેએ હું એટલે આત્મા છે અર્થાત્ ।તે પેાતાને શરીર રૂપે નહિ સમજતાં આત્મસ્વરૂપ સમજે છે, તેવા આત્મનિશ્ચયવાળાઓને દૈવીપ્રકૃતિના તથા મહાત્મા કહીને સંબેધેલા છે. ટૂંકમાં હું એટલે શરીર છું, એમ સમજનારા મૂઢા, અસુર કિવા રાક્ષસ છે તથા હું એટલે આત્મા છે . એમ સમજનારા દૈવી સંપત્તિમાન મહાત્મા છે, એમ જાણવુ,
'
सततं॒ कीर्तयन्तो॒ मा॑ य॒तन्त॑श्च दृढव्रताः ।
नमस्य॒न्तश्च॑ मा॑ अ॒क्त्या नि॒त्ययुक्ता उपासते ॥१४॥ સતત કીર્તન કાનુ કરવુ
શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છેઃ હે ધનજય! સાંભળ. ઉપર કહ્યા મુજબ આત્મસ્વરૂપના નિશ્ચયવાળા દૈવી પ્રકૃતિના મહાત્માએ આત્મસ્વરૂપ એસ માં નિત્યપ્રતિ કીતન કરતા રહીને દૃઢ ભક્તિવડે આ આત્મરૂપ વ્રતને સતત યત્નપૂર્વક આચરે છે, તે નિત્યયુક્ત એટલે હંમેશા યુક્ત થયેલા આત્મસ્વરૂપ એવા મતે જ ઉપાસે છે. અર્થાત્ જે સતત મારું એટલે તસ્વરૂપ એવા આત્મા (વૃક્ષાંક ૧)નું જ હંમેશાં કન કરે છે, તથા સ્વીકારેલા આ વ્રતનુ અહેનિશ એકનિષ્ઠા વડે ભક્તિયુક્ત અંતઃકરણથી દૃઢ રીતે પાલન કરે છે તે ઉપાસક તરફથી આત્મામાં એકરૂપ થતાં સુધી અર્થાત્ અક્મભાવના પ્રાપ્ત થતાં સુધીને માટે નમસ્કારાદિ જે જે યત્ન કરવામાં આવે છે તે સર્વ ક્રિયાઓ દ્વારા તે મારી એટલે તત્ સ્વરૂપ એવા આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧)ની જ ઉપાસના કરે છે. તાત્પર્યં` એ કે, તેવી ઉપાસના કરનાર કાયા, વાચા, અને મન વડે જે જે કર્મો આ તત્પદની દ્દઢતાને માટે કરે છે, તે તમામ કર્યાં સહુ તે પાતે આત્મસ્વરૂપભૂત હાવાથી તેનાં