________________
ગીતાદોહન ] એ આત્મતત્ત્વ સ્થિર વા નિત્ય હેઈ તે અનિત્યથી કદાપિ પ્રાપ્ત નહિ થાય [૪૮૯ ઘળું, કાળું વગેરે અંગે તેમજ મીઠું, ખાર, તૂરું, (કષાય) ઇત્યાદિ ઘડરસો; આ ખરાબ, આ ચાખ્યું છે વગેરે અનેકવિધ ભેદ જોવામાં આવે છે; તો તે બધા ભેદો શું પાણીએ ઉત્પન્ન કરેલા છે? અથવા તો મારામાં આ અનેક પ્રકારના ભેદો પડેલા છે કિવા તે ભેદનાં અમુક નામો યા રૂપ છે અથવા તો તેને જાણનારો વા ભેદ પાડનાર કોઈક હશે એવી તેને એટલે પાણીને તે તલભાર પણ કલ્પના હોય છે ખરી કે? તેમજ સુવર્ણ અને તેના અલંકારો સંબંધમાં પણ કહી શકાય. વળી પાણી પોતે આ ભેદભેદોને જાણતું નથી તેથી કાંઈ એમ ન કહી શકાય કે આ બધા ભેદ પાણીના નથી. અરે ! જો કે, આકાશ સર્વત્ર વ્યાપક હેઈચરાચરને આધાર છે, જે આકાશ ના હોય તે પૃથ્યાદિનું અસ્તિત્વ કદી પણ સંભવતું નથી છતાં પણ તેને આ જડાદિ સાથે તલમાત્ર પણ સંબંધ નથી. તે તે તદ્દન અસંગ, સર્વવ્યાપક અને સર્વને આધાર હોઈ જડાદિની ઉત્પત્તિ કિવા નાશ થવા છતાં પણ તેને તો કદી નાશ થતો નથી. તેમ તેમાં કિંચિત્માત્ર પણ વિકાર સંભવતો નથી. તેમ જ માટી મેં ઘડા બનાવેલા છે એમ કદી પણ કહેતી નથી અથવા તેવું કાંઈ જાણતી પણ નથી, તે મુજબ જ આ આત્માનું પણ સમજ.
આત્મસ્વરૂપ એવો હું તદ્દન અસંગ છું આત્મામાં છે, નથી અને તે બંનેના સાક્ષી ઈત્યાદિ કશું પણ નથી અને હોય તો તે કદી આત્માથી ભિન્ન હોતું નથી, તેમ જ તે બધાનો સાક્ષી પણ આત્મસ્વરૂપ જ છે. આ રીતે આભરવરૂપની અનિર્વચનીયતાનું સારી રીતે જ્ઞાન થવાથી સમજી શકાશે કે “છ” રૂપે આત્મા છે, “નથી' રૂપે પણ આત્મા છે, તેમ જ છે અને નથીને જાણનારા સાક્ષીરૂપે પણ આત્મા જ છે. ઉત્પન્ન થયું છે એવી સમજ હોય તો નિશ્ચિત જાણ કે આત્મા જ આત્માને આત્મામાંથી ઉત્પન્ન કરે છે, એટલું જ નહિ પણ તે પોતે જ સાક્ષી, હું, તું, તે, આ, મારા તારા ઈત્યાદિ નામરૂપે પ્રતીત થયેલો હેઈ વળી પાછો આકાશની જેમ નિસંગરૂપે પણ તે જ રહેલો છે. આ સિવાય પર એટલે ઉપર જણાવ્યા પૈકીનું કાંઈ છે જ નહિ એવા પ્રકારને તે આકાશની જેમ તદ્દન અસંગ, નિરામય, શુદ્ધ, શાંત, અવ્યય, ફટસ્થ અને નિવિકાર છે. આ જ તેનું સર્વ દસ્યના નિરાસ પછી અવશેષ રહેનારું સર્વના અધિષ્ઠાનરૂપ અસલી અને મૂળ સ્વરૂપ છે. આ છે નથી તથા તે બંનેને સાક્ષી ઇત્યાદિ તમામનો તેમાં અને તેના વડે જ ભાસ થાય છે, એ જ મોટું ગૂઢ વા વિચિત્રતા છે. ટૂંકમાં શરીર કહેતાંની સાથે જેમ હાથ, પગ વગેરે તમામ ઈંદ્રિયોનો તેમાં સમાવેશ થઈ જાય છે તેમ આત્મા કહેતાંની સાથે જ તેનું શુદ્ધ સ્વરૂપ અને તેમાં થતા મિથ્યા ભાસો વગેરે તમામનો સમાવેશ થઈ જાય છે, એમ જાણવું. અરે ! જો કે, વ્યવહારમાં પણ બાળકે વગર સમયે અને કોઈ પણ પ્રકારના હેતુ સિવાય કર્મો કરે છે, તે કર્મે શું તેમને મોટા પુરુષોની જેમ બાધક થાય છે કે ? બાળકે પોતાની રમતમાં ઘરે બનાવે છે, તેડી પાડે છે તેમ જ તેઓ અનેક પ્રકારની ખાવાની વસ્તુઓની કલ્પના કરીને જાણે પેટ ભરાયું હોય એવો દેખાવ કરે છે, તો તેથી શું તેને અજીર્ણ થવાનો સંભવ હોય છે ખરો કે? કિવાં ધરો બનાવવાથી કિંવા તેડવાથી તેની કાંઈ હાનિ થાય છે ખરી કે ? તાત્પર્ય, અહેતુક કિંવા આસક્તિ સિવાય થનારાં કર્મોને વાસ્તવમાં કર્મો એવી સંજ્ઞા આપી શકાતી નથી. માટે તને હું વારંવાર કહી રહ્યો છું કે આત્મસ્વરૂપ એવો હું તદ્દન અલગ અને આસક્તિ વગરનો હાઈ કમેં, તેને કર્તા, તેનાં ફળે તથા તે સર્વને સાક્ષી દત્યાદિ સર્વ છે કે નથી તેની મને કદી કલ્પના પણ નથી. એટલું જ નહિ પણ તરંગાદિ જેમ પાણીથી ભિન્ન નથી અને પાણુ કાંઈ તેને ઉત્પન્ન કરતું નથી, આથી પાણીમાં તરંગાદિ છે યા નથી અને તેમ કહેવું, યુક્ત વા અયુક્ત છે, એ બેઉ કથન અનિર્વચનીયતા જ માગી લે છે તેમ આ સર્વ આમાથી સહેજ પણ ભિન્ન નથી અને તે તેને ઉત્પન્નકર્તા પણ નથી. આ રીતે આત્માના પરઅપર સ્વરૂપનું અપરોક્ષજ્ઞાન પ્રાપ્ત કરેલા જીવન્મુક્ત પુરુષ કર્મો કરવા છતાં પણ તેમાં કિંચિત્માત્ર પણ કદી આસક્ત થતો નથી. જગતાદિ દશ્ય જાળને માલિકી હક ધારણ કરનાર તે ઈશ્વર (ક્ષાંક ૨) હેઈ તે આ દશ્ય અદશ્યાદિ સર્વ મિથ્યાતંત્ર ત્રણ ગુણ ધારણ કરીને પ્રકૃતિ કે મા માયા (વક્ષાંક ૩)ના આધારે ચલાવે છે, એમ તત્વનિશ્ચય કરવાને માટે તને યુક્તિવડે કહેવામાં આવેલ