________________
ગીતાહન 1
ચક્ષુ વડે ભદ્ર(બ્રહ્માને જ) જોઈએ.
વગેરે મોટા મોટા પહાડો અને નિર્જન અરોમાં પર્યટન કર્યું છે તથા પ્રસંગવશાત નિવાસ પણ કર્યો - છે. સિવાય, પંજાબ, સિંધ, કાશ્મીર, આસામ, દેહરી, નેપાળ, ભૂતાન, બંગાળ, મધ્યપ્રાંત, વરાડ, દક્ષિણ હૈદ્રાબાદ, ગોવા, મહેસૂર, બેંગ્લેર, કર્ણાટક, મદ્રાસ, રામેશ્વર, ધનુષ્ઠાડી, કન્યાકુમારી ઇત્યાદિ સ્થળોએ તીર્થયાત્રા કરી બાર જ્યોતિર્લિંગ, આઠ વિનાયક, ચાર ધામ વગેરે યાત્રામાં પણ અનેક વખતે કરી છે અને શમારે બે ત્રણ વખતે સમગ્ર દેશમાં પગે પર્યટન કર્યું છે. તેમને દેશનું બહાનું જ્ઞાન હોવાનું પ્રસંગવશાત જ્યારે કોઈ કોઈ વખત વિવેચન નીકળે છે તે ઉપરથી સમજી શકાય છે. તે પિકી કેટલાક પ્રસંગે અમારા શ્રવણમાં આવ્યા છે, તે ઉપરથી તેમની આ બધી લોકકલ્યાણની પ્રવૃતિ જોતાં અને અવધત દશાની મસ્તી જે તે આશ્ચર્ય ઉપજે છે. વળી તેમણે વાયુભક્ષણ ઉપર કે જળપાન કરી, અગર ઝાડનાં સૂકાં લીલાં પાન વગેરે ખાઈને ઘણો વખત તપશ્ચયીએ કરેલી હોવાના પ્રસંગો પણ મળી આવે છે. એ શિવાય સૂર્યધારણું, ગધારણાદિ, જેવા પ્રસંગે તો હાલમાં પણ ધાને પરિચિત છે. વળી કેટલાકને કણુરૂપે, કેટલાકને રામરૂપે, કેટલાકને દત્તસ્વરૂપે, કેટલાકે શિવરૂપે, કેટલાકને ગણેશરૂપે, કેટલાકને દેવીપે, ભાવનાવશાત ભિન્નભિન્નરૂપે દર્શનના અનુભવો આવેલા છે. તેથી તેઓ તેમને તે તે રૂપે ભજે છે. કેટલાકે એ તેમની બાલ, ઉન્મત્ત અને પૈશાચદિ અવસ્થાએ જોઈ છે. કેટલાકેએ તેમને અમલદારોના વેશમાં જોયા છે, તે કેટલાકએ એમને કારકુની, તો કેટલાકે તલાટીગીરીની, તો કેટલાકે તેમને પટગીરીની નોકરી કરતા પણ જોયા છે. કેટલાક એમને ઉત્તમ જ્યોતિષી તરીકે, તો કેટલાકે એમને ગુપ્તચર તરીકે, તે કેટલાક એમને પાગલ તરીકે પિછાને છે. કેટલાકે એમને સારામાં સારા કીર્તનકાર તરીકે, કેટલાકે એમને ભજનકાર તરીકે તથા કેટલાક સુંદર ગાયક તરીકે વર્ણવે છે. કેટલાકે એમને સારા વકીલ અને કેટલાકે સારામાં સારા વૈદ્ય તરીકે, તો કેટલાકે એમને પ્રથમ “ આ તો વેશ બદલનારો કઈચૌર્યકાર તો ન હશે?" એવી શંકાદષ્ટિ વડે પણ જે હતા પરંતુ પાછળથી મહાપુરુશ તરિકે પિછાણ્યા હતા. વળી કેટલાકેએ એમને પૂજારી તરીકે જોયા છે તથા કેટલાકએ એમને રામાની નોકરી કરતાં પણ દીઠ છે. કેટલાકેએ એમને સ્મશાનમાં પડી રહેતા, તો વળી કેટલાકે એમને ઘેર અરણ્યમાં જડભરતની જેમ પડી રહેલા પણ જોયા છે. વળી કેટલાકેએ એમને મૌનિ મહાત્મા તરીકે અને કેટલાકેએ એમને વૃક્ષ ઉપર બેસી તપશ્ચર્યા કરનારા તપાસી તરીકે પણ જોયા છે. કેટલાકે તેમને શ્વાનત્તિમાં (જાનાતિ એ એક મહત્માની ગુપ્ત રહેવાની વૃત્તિ છે ) અને કેટલાકએ વિધવિધ મહાત્માઓના સહવાસમાં રહ્યા હોવાનું જોયું છે. કેટલાકે તેમને અનિશ સૂર્ય સામે ઉભા રહીને સૂર્યધારણા કરતા પણ જોયા છે, તેથી તે તે સમયે પ્રખ્યાત ગણાતા સત્તરસથી અઢારસે મહાત્માઓના પરિચયમાં આવ્યા છે. પ્રસંગવશાત તેઓના આગ્રહથી ત્યાં રહ્યા હતા એવા પણ પુરાવાઓ મળે છે. આ રીતે જે તટક ટક માહિતી ઉપલબ્ધ થાય છે તે બધી એવા પ્રકારની છે કે જગતમાં ગુપ્તરૂપે વિચરી લેકેનું કયાણ કરનારા આ અવધૂતશિરોમણિ કોણ છે તે ઠેરવવું ઘણું જ કઠણ થઈ પડ્યું છે. આથી આ બધી પરિસ્થિતિ વાંચક સમક્ષ રજૂ કરી છે, તે ઉપરથી તેઓ જ ખ્યાલ કરી લે.
મહર્ષિવર્ય અને નેકરી આ મહર્ષિવર્યની કરીને એક વિચિત્ર અને અદ્દભુત પ્રસંગ છે. કેટલાક વર્ષો પૂર્વે દેશમાં કેસની ચળવળે અતિ જોર પકડ્યું હતું. તે સમયે મહર્ષિવર્ષ દેશમાં પગે પર્યટન કરી રહ્યા હતા. સપ્તશૃંગી દેવી, નાસિક, વ્યંબકેશ્વર વગેરે સ્થળોની યાત્રાએ કરી આ અવધૂતગી ભીમાશંકર થઈ આળંદી પૂના તરફ જઈ રહ્યા હતા. ગામમાં કવચિત જ જવામાં આવતું. ઘણે ભાગે મુકામ ગામની બહાર જ રહેતો, રાત્રે ચાલીને સવારે ૪-૫ વાગે એક ગામના પાદરે ભીમા નદીના તટ ઉપર એક શિલા ઉપર મુકામ કર્યો. ઉપર આભ અને નીચે ધરતી એ જ તેમનું નિવાસસ્થળ છે એવા દિગમ્બર મૂર્તિ અવધૂત યોગેશ્વર સ્નાન વગેરે થયા બાદ શિલા ઉપર આનંદમાં તદ્દન નિર્ભય થઈને બિરાજેલા હતા. સૂર્યદેવતા પોતાના કિરણોથી ગતમાં