________________
ગીતાહન ]
ધીર, તે બેનું સારાસાર વિવેકબુદ્ધિથી પૃથક્કરણ કરે છે; તથા–
[ ૪૨૫
બોધવાળા આત્મા પુરુષો તો વિરલ જ સંભવે છે. ભગવાન આગળ કહે છે: હે અર્જુન ! આ રીતે આત્મપ્રાપ્તિના સર્વે માર્ગોની એકવામતા કેવી રીતે સંભવે તે મેં તને શાસ્ત્રના નિશ્ચય સાથે કહી સંભળાવ્યું, માટે હવે તારી જે શંકા હશે, તે ખુશીથી પૂછ (આ સંબંધે વધુ સ્પષ્ટતા માટે યોનિ ઉ૦ ૦ ૯૭ એ.)
અર્જુન ઉવાર
किं तद्ब्रह्म किमध्यात्म किंम कर्म पुरुषोत्तम । अधिभूतं च किं प्रोक्तमुधिदैव किमुच्यते ॥ १ ॥ अधियक्षः कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन । । प्रयाणकाले च कथं शेयोऽसि नियतात्मभिः ॥ २ ॥
અર્જુનના સાત પ્રશ્નો
પ્રસન્નચિતવાળા ભગવાને પ્રશ્ન પૂછવાનું અનુમોદન આપવાથી અને અતિ નમ્રતાથી પૂછ્યું. હું પુરુષોત્તમ ! આપે પાછલા પ્રકરણના અંતે જે કર્યું તે સારી રીતે મારા લક્ષમાં આવ્યું નથી, તે કડો કે, (૧) તત (તે) બ્રહ્મ એટલે શું કહેવાય? (૨) અધ્યાત્મ એટલે શું? (૩) કર્મ એટલે શું? (૪) અધિભૂત કોને કહે છે? (૫) અધિદેવ એટલે શું કહેવાય ? (૬) અધયg કેવી રીતનો છે? વળી (૭) હે મધુસૂદન ! આપે જે કહ્યું કે અધિયજ્ઞ સહિત જે મને જાણે છે તે પ્રયાણકાળે એટલે અંતે પણ મને જ જાણે છે, તે આ દેહમાં એવા તમે કોણ છો ? અને તેવા આ૫ આત્માને નિયમમાં રાખનારાઓને પ્રયાણકાળે શી રીતે જાણવા યોગ્ય છો? હે પ્રભો! બોધનો દઢતાને માટે આ બધું મને આપ કૃપા કરીને કહા.
श्री भगवानुवाचअक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते । भूतभावोद्भवकरो विसर्गः कर्मसहितः ॥ ३ ॥ .
બ્રહ્મની વ્યાખ્યા ભગવાન કહે છેઃ હે અર્જુન સાંભળ. પરમ એવું જે અક્ષર તે જ બદ્ધ છે (વૃક્ષાંક ૧ જુઓ) જેનો કદી પણ નાશ થતું નથી કિંવા સર્વ નાશવાન પદાર્થોને નાશ થયા પછી પણ જે કેવળ સ્વતઃસિદ્ધ તથા અનિર્વચનીય તત્વ શેષ રહે છે તે જ બ્રહ્મ કહેવાય છે. જે તત્ત્વ દેહ, ઈદ્રિય, પ્રાણ, બુદ્ધિ, અને અહંકારથી વીંટળાયેલું છે, તેમ જ આ બધા રથાવર જંગમાદિમાં અંતર્યામીરૂપે ભિન્ન ભિન્ન આકારે પ્રત્યક્ષ અનુભવમાં આવી રહ્યું છે તે (વૃક્ષાંક ૨થી ૧૫ શો; તથા જે દેશ, કાળ અને વસ્તુના પરિચ્છેદથી રહિત અનિર્વચનીય અને સ્વયંપ્રકાશ હાઈ કેવળ અંતર્દષ્ટિ વડે જ જાણી શકાય તેવું છે તે જ બ્રહ્મ છે (વૃક્ષાંક ૧) અર્થાત આ બધું મળીને શ્રદ્ધા કહેવાય છે.
અધ્યાત્મની યાખ્યા સ્વભાવ એ જ અધ્યાત્મ કહેવાય. સ્વભાવનો અર્થ ઈશ્વરની ઈચ્છાશક્તિ એવી નિયતિના નિયમાનુસાર જેના તેના નિશ્ચિત થયેલા જે નિયત ધર્મો તે જ સ્વભાવ એ શબ્દ વડે કહેવાય છે. જેમ પાણી પોતે જ