________________
हीयतेऽर्थाय उ प्रेयो वृणीते ॥ कल.
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦. ૮
જે જાણે છે તે જ સંપૂર્ણ કર્મોને, અધ્યાત્મને તથા તટવરૂપ એવા બ્રહ્મને જાણવાવાળે છે, એમ સમજવું. અર્થાત આ રીતે સર્વ એકરૂપ છે એવું નહિ જાણતાં તે ભિન્નભિન્નરૂપ છે એવું જે દેખે છે તે ખરેખર અજ્ઞાની જ છે, એમ જાણવું. જેમ સેનાનાં કડાં, કુંડળ, બંગડી, વીંટી રગેરે અલંકાર ભિન્નભિન્નરૂપ નથી, પરંતુ એક સુવર્ણરૂપે જ છે, તેમ આ સર્વ અધિભૂત, અધિદેવ તથા અધિયજ્ઞ રૂપે જે જે કાંઈ ભાસે છે તે સર્વ આત્મરૂપ જ છે, તેથી કિંચિત્માત્ર પણ જુદુ નથી, એવા પ્રકારે મને કેવળ એક આત્મરૂપે જાણી જે પિતે આ રીતના મારા સ્વરૂપમાં જ નિત્યપ્રતિ યુક્ત થયેલો છે, તે પ્રયાણકાળે એટલે છેવટે પણ મને જ જાણે છે; અથત આ શરીર, મન, બુદ્ધિ, અહંકાર, પાંચ જ્ઞાનેંદ્રિયો, કર્મેન્દ્રિ, તેનાં કાર્યો ઇત્યાદિને જુદાં જુદાં નહિ દેખતાં સર્વને જે એક આત્મભાવે જ દેખે છે, તે અંતે તસ્વરૂપ એવો મારામાં જ એમભાવરૂપ વિલયને પામે છે, ભગવાન કહે છેઃ હે અર્જુન! આ પ્રમાણે મેં તને મારું વિજ્ઞાન સહિત નાન કર્યું. જે જાણીને મારો આશ્રય કરનાર ભક્ત આ ખ૩૫ સંસારમાંથી બીજાં કોઈ પણ સાધને નહિ કરવા છતાં પણ સહેજમાં તારી મારા આમભાવને પામે છે.
અધ્યાય ૮
ભક્તિમાર્ગનું સાચું રહસ્ય અર્જુને કહ્યું કે તે પુરુષોત્તમ! આપે જે કહ્યું તે હું સારી રીતે સમજો. હું આપને કૃષ્ણ એટલે આ શરીરધારી એવા મારા મામાના છોકરા, મારા મેટામાઈ અથવા સખા છે, એમ નહિ સમજતાં અપ અનિર્વચનીય એવા આત્મા દિવા બ્રહ્મ (વૃક્ષાંક ૧) છે એમ નિશ્ચયપૂર્વક જાણ તદ્દન નિઃશંક થઈ આપને શરણે આવું તે તેથી પણ અંતે કૃતાર્થ થાય છે એમ આપે કહ્યું. એટલું જ નહિ પરંતુ જેઓ પોતે પોતાને હું એટલે શરીર નહિ પરંતુ આત્મા છે તથા આ સ ચરાચર દસ્ય પણુ આત્મસ્વરૂપ જ છે; તેમ જ તેવું જાણનાર તેનો સાક્ષી વા દ્રષ્ટા પણ આત્મા જ છે, એવી રીતે સર્વાત્મભાવ પ્રાપ્ત કરવાને અથવા તો આત્મામાં હું વગેરે કાંઈ ઉત્પન જ થયેલું નથી એવા પ્રકારે “હું અને મારું'' એ બંને ભાવોને નિ:શેષ કરવાને અસમર્થ હોય છે, તેઓને માટે આપે જે આ સુગમ ભક્તિમાર્ગ બતાવે છે, તે માર્ગ એટલે કે જે આપને આ શરીરધારી કૃષ્ણ નહિ, પરંતુ સર્વમાં, સર્વત્ર, સદા વ્યાપી રહેલ એવા આત્મારૂપે જુએ છે, તે પણ સહજમાં કૃતાર્થ થઈ અંતે આત્મવરૂપ એવા આપને જ પામે છે, તે પણ મારા ધ્યાનમાં આવ્યું. એટલું જ નહિ, પરંતુ મઢ બુદ્ધિવાળાઓ કે જેઓ ઈશ્વર અને હું બે જુદા છીએ, એવા પ્રકારે તને માનનારા હોય છે, તેમની અજ્ઞાનતાના નાશને માટે આપે જે આ નારાય ગય કિંવા ભાગવત ધર્મ કહ્યો, કે જેને વ્યવહારમાં લોકો ભક્તિમામના નામથી સંબોધે છે, તે પણ આપના અત્યાર સુધીના વિવેચન ઉપરથી મારા જાણવામાં આવ્યા, વળી સર્વત્ર આપ જ બાપેલા છે એ રીતે આપને આશ્રય કરવાથી યશ, યાગ, તપ,
ગ, સાંખ્ય ઇત્યાદિ પરમાત્મપ્રાપ્તિના જે જે માગો મૃત્યાદિ શાસ્ત્રમાં કહેવામાં આવેલા છે, તે કરવાની ખટપટામાં પણ ઊતરવું પડતું નથી, એ પણ હું સારી રીતે જાણી શકો, પરંતુ ભગવાન ! આપે અત્યાર સુધી કહેલા સાંખ્ય, જ્ઞાન વા વેદાંત, યોગ (કર્મ અને ભક્તિ વગેરે માગે છે કે નામોની ભિન્નતા વડે ઉપર ઉપરથી જોનારને માટે કદાચ ભિન્ન ભિન્ન ભલે જણાય, પરંતુ નવદષ્ટિએ તે મને આ બધામાં કિંચિત્માત્ર પણ ભેદ જણાતું નથી. (૧) તમે કૃષ્ણ નહિ. પરંતુ આત્મસ્વરૂપ છે તથા આ બધું
ભાગ એટલે એશ્વર્યા, ભાગ્ય, દસ્યભાવ વિરાટપુરુષનું અપરસ્વરૂપ. (૧) ઐશ્વર્ય (૨) વીર્ય, [બળ] (૩) યશ, (૪) લક્ષમી, (૫) જ્ઞાન અને (૬) વેરાગ્ય, આ છે એશ્વર્યોને ભગ કહે છે. તે છે જેમાં હોય તે જ ભગવાન કિંવા ભગવત કહેવાય. આ ષડુંગણેશ્વયંસંપન્ન ભગવાનની પ્રાપ્તિ કરાવી આપનાર માત્ર તે જ ભાગવત ધર્મ કહેવાય. તે ધર્મનું પુનઃ પ્રાકટય કરનાર ભગવાનને નરનારાયણ અવતાર આવ હોઈ તેમણે તે ધર્મ પ્રથમ સનકાદિકને કહેલ હેવાથી તેને નારાયણીય ધમ પણ કહે છે. વધુ માટે (અ. ૩, ૦ ૩૫ તથા અ૦ , ૦ ૧૫) નીચેનું વિવરણ છે,