________________
૩૬ ]
રતુ ને રળીયઃ સ ષ t 8.
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ મીલ અ ૭/૧
કેવળ આ યોગની ઇરછા થયેલી હોય છે એ જિજ્ઞાસ પણ વેદે કહેલા શબ્દબ્રહ્મને એટલે કે બ્રહ્મપ્રતિપાદન કરતાં કરતાં વેદ જ્યાં નેતિ નેતિ કહી ચૂપ થયા છે એવા આત્માના પરોક્ષજ્ઞાનને ઓળંગી જાય છે તથા ઉત્તરોત્તર ક્રમે અંતિમ ભૂમિકામાં પ્રવેશે છે, તે પછી જે પ્રયત્ન કરનારો છે તેને માટે તે શું કહેવું?
ગચણાઘરમાનતુ થોળી સકશુશિરિચય | अनेकजन्मस सिद्धस्ततो याति पुरां गतिम् ॥४५॥
યોગી ક્રમે ક્રમે કૈવલ્યગતિને પામે છે આ રીતે પ્રયત્નથી પણ અધિક પ્રયત્ન કરતો એટલે જોરદાર પ્રયત્ન તથા ઉદ્યોગ વડે એક પછી એક એમ કમે કમે ઉત્તરોત્તર ગભૂમિકાઓને વટાવી અને જેમાં કિંચિત્માત્ર પણ મેલ નથી, જેના પાપ પુણ્યાદિ તમામ કર્મો ધોવાઈ ગયાં છે, એવો એ શુદ્ધ થયેલો યોગી અનેક જન્મને અંતે પરાગતિ એટલે હે આત્મામાં તકૂપ થવારૂપ એક એવી કૈવલ્યગતિને અર્થાત મોક્ષને પામે છે.
तपस्विभ्योधिको योगी सानिभ्योऽपि मृतोऽधिकः । कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ॥४६॥ योगिनामपि सर्वेषां मृद्गतेनान्तरात्मना । श्रद्धावान्भजते यो मां स मे युक्ततमो मतः ॥४७॥
બુદ્ધિની સમતારૂપ યોગ જ સર્વથી શ્રેષ્ઠ કેમ? હૈ અર્જુન! મેં તને જે આ આત્માની એકતારૂપે સમત્વબુદ્ધિગ કહ્યો છે, તેનું આચરણ કરનારા યોગીને તો આત્મપ્રાપ્તિને માટે જે તપશ્ચર્યા કરી રહેલ છે તેવા તપસ્વી કરતાં જેને આત્માનું પરોક્ષજ્ઞાન
છે પરત અપરોક્ષજ્ઞાન થયેલ નથી એવા નાની કરતાં તથા જે આત્મપ્રાપ્તિને માટે નિત્ય નૈમિત્તિકાદિ નિષ્કામ કર્મો કરી રહેલો છે એવા કર્મઠ કરતાં પણ અધિક શ્રેષ્ઠ માનવામાં આવે છે; કેમ કે પ્રથમ જે તને સાંખ્યયોગ, યોગયો અને મને આત્મા સમજીને તમામ કર્મે અર્પણ કરવારૂપ ભક્તિયોગ; એમ ત્રણ પ્રકારના યોગો કહેવામાં આવેલા છે તે પૈકી યોગ યોગ છેડી બીજા બેને સમાવેશ સમબુદ્ધિયોગમાં જ થાય છે (અધ્યાય ૨-૩ જુઓ.) વાસ્તવિક રીતે તે આ ત્રણે માર્ગનો સમાવેશ મને પાસના તથા પ્રાણ પાસનાની અંતર્ગત જ થાય છે, એટલું જ નહિ પણ તેમાં પ્રાણોપાસનામાં બતાવેલા હઠયોગાદિ કરતાં બીજા બે આચરણ માટે અતિ સુલભ હોવાથી આ માર્ગના અભ્યાસમાં સ્થિર થયેલા યોગીની શ્રેષ્ઠતા વિશેષ માનવામાં આવેલી છે. માટે હે અર્જુન! તું તેવા પ્રકારનો સમબુદ્ધિમાન યોગી જ થા; કારણ કે આવી કટોકટીની પળ તારે માટે પ્રાગે પાસના કરવાનું શકય નથી; વળી તે સર્વ કરીને પણ અંતે તે જે મેં તને કહ્યો તે બુદ્ધિની સમતારૂપ યોગમાં સ્થિર થવાનું હોય છે, માટે તેવા પ્રકારના અભ્યાસમાં સ્થિર થયેલ યોગી જ સર્વ કરતાં શ્રેષ્ઠ છે, એમ નિશ્ચયપૂર્વક જાણ. શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છેઃ હે અર્જુન! અત્યાર સુધી મેં સમબુદ્ધિની અંતર્ગત આવેલા સાંખ્ય, જ્ઞાન વા બુદ્ધિયોગનું વિવરણ કર્યું; હવે આ કરતાં પણ અતિશય સુલભ, સૌથી શ્રેષ્ઠ તથા અતિ ઉત્તમ ઉપાય કહું છું, તે તું લક્ષપૂર્વક સાંભળ. જે શ્રદ્ધાવાન સર્વ પ્રકારે માગતેન એટલે “આત્મસ્વરૂ૫ એ હું” (વૃક્ષાંક ૧) તેવા મારામાં જ ગત થયેલ છે અર્થાત મારી સાથે એકરૂપ બનેલો છે તથા જે અંતરમાં આત્મરૂપ એવા મને જ નિરંતર ભજે છે, તેને જ મારા સાચા આત્મસ્વરૂપ એ હું (વૃક્ષાંક ૧)માં યુક્ત થયેલ ઉત્તમ સિદ્ધ જાણું.