SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ ] નીવિષાને વાલી િસ્થતિ વૈ– [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ મી. અ૦ ૬૪૪ ઈત્યાદિ મહાવાકયોનાં વિવરણ દર્શાવનારાં શ્રવણુ મનનાદિની અંતઃકરણમાં વિવેકયુક્ત વિચારણું ઉત્પન્ન થવી તે વિચારણું કહેવાય. (૩) તનમાનસઃ ગુરુએ કરેલા આત્મોપદેશને દઢ નિશ્ચય થવો; અંતઃકરણમાં સતત તેનું જ નિદિધ્યાસન કરવાથી અંતર્દષ્ટિ પ્રાપ્ત થઈ મુમુક્ષુની બુદ્ધિ આત્મનું અપક્ષજ્ઞાન પ્રાપ્ત થવાને લાયક બને છે, તે તનમાનસા. (૪) સજ્વાપત્તિઃ ત્રીજી ભૂમિકામાં થયેલા પરોક્ષજ્ઞાનના દઢ અભ્યાસ વડે સાક્ષીભાવમાં સ્થિત રહીને હું આ સર્વેથી રહિત એ આત્મસ્વરૂ૫ છું, આ રીતે જ અપરાક્ષ સાક્ષાતકાર કરી લેવો તે જ સજ્વાપતિ. આ ભૂમિકામાં કેવળ દ્રષ્ટાભાવ શેષ રહે છે. આમાં રહેનાર મહાત્માને બ્રહ્મવિદ્દ કહે છે. (૫) અસકિતઃ ચોથી ભૂમિકામાં “હું આત્મા છું' એવા પ્રકારના અભ્યાસના પરિપાકથી ઉત્પન્ન થતી નિર્વિકલ્પતા તે જ અસંસક્તિ. આને સુષુપ્ત પણ કહે છે. આમાં સ્થિત રહેનારા મહાત્માને બ્રહ્મવિદ્વર કહે છે. આ ભૂમિકામાં “હું' ભાવને તેના સાક્ષી સહિત વિલય થયેલો પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. જે સ્થિતિ પ્રાપ્ત કરવાને માટે શાસ્ત્રો પોકાર કરી કરીને કહી રહ્યાં છે, તે સાક્ષાત્કારની સ્થિતિ અત્રે મુમુક્ષના પ્રત્યક્ષ અનુભવમાં આવે છે અને તેમ કરવાથી “હું રહિત અવસ્થામાં પણ વ્યવહાર થઈ શકે છે, એ વાત સારી રીતે તેના અનુભવમાં આવે છે. શાસ્ત્રોમાં હું કરવા છતાં કાંઈ કરતો નથી, બોલવા છતાં બોલતા નથી ઇત્યાદિ વિરોધાભાસ જેવાં જે વર્ણન આવે છે, તે ગૂંચ આ ભૂમિકાની પ્રાપ્તિ થતાં જ તકાળ નીકળી જાય છે તથા અનાસક્ત થઈ વ્યવહાર કરે એવું જે સ્થળે સ્થળે શાસ્ત્રવિદો કહે છે તે સ્થિતિ કેવી હોય છે, તેને સાક્ષાત અનભવ થાય છે. આથી તેને અસંસક્તિ કહેવામાં આવે છે. આ ભૂમિકાને પ્રાપ્ત થયેલ યોગી સુખદુઃખાદિ હોથી તદન રહિત બની જાય છે. તેને હંમેશાં નિર્વિકપાવસ્થામાં જ રહેવાનું મન થાય છે. મને તો સદંતર વિલય થયેલો હોય છે, તેથી જાણે જબરાઈથી કોઈ તેની પાસે વ્યવહાર કરાવતા ન હોય! તેમ તેને પરાણે વ્યવહાર ચાલે છે. તે ફરી ફરી નિવિક૫તામાં જ પડી રહેવાને ઇચછે છે. (૬) પદાર્થોભાવિની: પાંચમી ભૂમિકામાં પ્રાપ્ત થયેલી તે નિર્વિકલ્પ અવસ્થા ઝાઝો વખત ટકતી નથી, તેથી તેમાંથી જયારે ઉત્થાન થાય છે ત્યારે ફરીથી તેમાં બેસી રહેવાની ઈછા ઉત્પન્ન થાય છે, પરંતુ તેમાં બેસી નહિ રહેતાં જે નિર્વિક૯૫ આત્મપદ તે જ આ સવિકલ્પરૂપે દેખાય છે, નિર્વિકલ્પ અને સવિકલ્પ એ બંનેમાં કિંચિત્માત્ર પણ ભેદ નથી એવા પ્રકારે બંનેમાં અભેદભાવનો અભ્યાસ કરવાથી આ અદ્વૈત પરમાત્મા એટલે “હું જ છું, એવું સવિકલ્પ જ્ઞાન તેને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે; તે જ પદાર્થોભાવિની કહેવાય. આ ભૂમિકા સહજસિદ્ધ થાય ત્યારે તેને જ તર્યગા નામની સાતમી ભૂમિકા કહે છે. આ છઠ્ઠી ભૂમિકામાં સ્થિત રહેનારને બ્રહ્મવિહરીયાન કહે છે. આ ભૂમિકામાં સ્થિર થવાને માટે થોડા પ્રત્યાહારની જરૂર છે, એટલે પ્રથમ હું આત્મા છું અને તેમાં હું, તું, તે આ વગેરે ભાવોનો લેશમાત્ર પણ અંશ નથી, એવા પ્રકારના દઢ નિશ્ચય અને અભ્યાસ વડે તમામ ભાવોને પિતાસહિત વિલય કરીને નિર્વિક૫તાનો અનુભવ કરવાનો હોય છે. તેવો અનુભવ થયા પછી જેમ દાગીના અને સુવર્ણ બંને અભિન્ન છે તેમ નિર્વિકલ્પ આત્મપદ તે જ હું, તું, તે, આ ઇત્યાદિરૂપે ભાસમાન થઈ રહ્યું છે. આ મુજબ બંનેમાં અભિન્નતાનો ઉલટસુલટ અભ્યાસ પ્રયત્ન વડે કરવો પડે છે. આ ભૂમિકામાં તમામ દસ્થાદિ પદાર્થો એટલે જ ભાવોનો તદન અભાવ પ્રતીત થઈ તે કેવળ એક ચેતનરૂપમાં જ પ્રત્યક્ષ રીતે અનભવમાં આવે છે; આથી તેનું પદાર્થોભાવિની એવું નામ છે. આ ભૂમિકાને પ્રાપ્ત થયેલ યોગી તમામ ઢો અને ગુણે વગેરે સર્વ પિતા સહ એકરૂપે જ અનુભવે છે. (૭) તુર્યગા: છઠ્ઠી ભૂમિકાના અભ્યાસની પૂર્ણતા એટલે સહજ સમાધિ; તે જ આ તુર્યાગા છે. આમાં પહોંચેલે કૃતકૃત્ય તથા જ્ઞાતય મહાત્મા સાક્ષાત બ્રહ્મરૂપ જ બનેલો હોય છે. શાસ્ત્રમાં જેને માટે આમા, બ્રહ્મ, પરમેશ્વર, તત્વજ્ઞાની, મહાપુરુષ વગેરે સંજ્ઞા આપવામાં આવે છે તે આને માટે જ. આને બ્રહ્મવિદ્વરિષ્ઠ પણ કહેવામાં આવે છે. આ જ્ઞાનની સાત ભૂમિકાઓ પૈકી પ્રથમની ત્રણે ભૂમિકાઓમાં વ્યવહારની સત્તાથી જાગ્રદેવસ્થાની જેમ ભાન રહેતું હોવાથી તેને જાગ્રત કહે છે તથા ચોથી ભૂમિકામાં જગત સ્વમવત પ્રતિભાસિક સત્તારૂપ જણાય છે, તેથી તેને સ્વપ્ન એવા નામથી કહે છે. પાંચમી ભૂમિકામાં તે તમામ વાસનાઓનો વિલય થઈ જતો હોવાથી તેને સુષતિ પણ કહે છે. છઠ્ઠી ભૂમિકામાં હદયની સર્વ ગ્રંથિઓ છેદાઈ જાય છે. સાતમી ભૂમિકામાં
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy