SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ ]. તવ વાદાસ્તવ ગ્રતે છે જ8. [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૬૪૧ कश्चिन्नोभयविभ्रष्टदिन्नाभ्रमित नश्यति। અતિકો વારો વિપૂર્ણ ગણુાળક રા एतन्मे सशयं कृष्ण छेत्तुमर्हस्यशेषतः । त्वदन्यः सशयस्यास्य छेत्ता न ह्युपपद्यते ॥३९॥ અયતિની ગતિ શું થાય? શ્રીકૃષ્ણ ભગવાનનું ભાષણ સાંભળી અને તેમને આશય જાણી લઈ અર્જુને નમ્રતાપૂર્વક ફરીથી પૂછ્યું. ભગવન ! આપે જે બુદ્ધિની સમતારૂપ યોગનું આચરણ કરવાનું કહ્યું તે પ્રમાણે આ સર્વ આત્મસ્વરૂપ છે. એવા પ્રકારના નિશ્ચયથી મનમાં શ્રદ્ધા વડે યુક્ત થઈને જે પ્રયત્ન કરે છે, છતાં મનની ચંચળતારૂપ વેગની આગળ તેનો એ પ્રયત્ન ટકી શકતા ન હોવાથી આપે બતાવેલો યોગાભ્યાસ કરવા તે અસમર્થ નીવડે, તે આ મુજબ યોગથી ચલાયમાન થયેલો, જેની યોગસિદ્ધિની પૂર્ણતા થયેલી નથી એવો આત્માભ્યાસની પૂર્ણતા વગરનો આ અતિ કઈ ગતિને પામે છે? ઉદ્દેશ એ છે કે, ભગવાન ! આપે કહ્યું તેમ કેઈએ સર્વ આત્મસ્વરૂપ છે એવા પ્રકારનો આપે કહેલે ગાભ્યાસ કરવાની શરૂઆત કરી હોય, પરંતુ મનની ચંચળતાને લીધે અભ્યાસની પૂર્ણતા થઈ તેમાં તપતા થવા પહેલાં જ તેને દેહ પડે અથવા તો આ સર્વ આત્મસ્વરૂપ છે અને આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ, એવા પ્રકારનું શ્રદ્ધાયુક્ત અંતઃકરણથી નિશ્ચયપૂર્વક આત્માનું પરોક્ષજ્ઞાન થયેલું હોય, પરંતુ મનના તીવ્ર વેગને લીધે અભ્યાસના અભાવે તેમાં જેની પૂર્ણતા થવા પામેલી ન હોય તે ચલિત માનસવાળા તથા યોગસિદ્ધિને નહિ પામેલો અયતિ એટલે સાક્ષાત્કાર થયા વગરનો યતિ (ગી) કઈ ગતિને પામે છે? તે હે શ્રીકૃષ્ણ ! મને કૃપા કરીને કહે. આ “બ્રહ્મણ પથિ’ એટલે જ બ્રહ્મને માર્ગે પડેલો છે પણ તેમાં હજી સિદ્ધતા મેળવી શક્યો નથી તે, અર્થાત જેને બ્રહ્મનું પરોક્ષજ્ઞાન થયું છે પરંતુ અપરોક્ષજ્ઞાન થયું નથી, પણ તે પ્રાપ્ત કરવાને માટે તે માર્ગે કિવા પંથે (રસ્તે) પડેલો છે, છતાં તેમાં હજુ અપ્રતિક છે એટલે જે બ્રહ્મસ્વરૂપમાં સ્થિર થયેલો નહિ હોવાથી ઉભયમાર્ગથી ભ્રષ્ટ થયેલું છે. એ વિમૂઢ અર્થાત જેને આ સર્વ બ્રહ્મ (આત્મ) રૂપ છે એવું નિઃશંક અને શ્રદ્ધાયુક્ત પરોક્ષજ્ઞાન તે થયું છે, પરંતુ મનની ચંચળતા એટલી બધી છે કે, તેમાં તે સ્થિર થઈ શકતો નથી; તેમ આ બધો જગતાદિ દશ્ય વ્યવહાર મિથ્યા છે એવું ભાન થયેલું હોવાથી તેમાં પણ નિરસતા લાગે છે એમ બંને પ્રકારના માર્ગથી ઉભય રીતે ભ્રષ્ટ થયેલો એવો આ અત્યંત મૂઢ બનેલે પુરુષ આકાશમાં વિખૂટા પડેલા વાદળની જેમ ત્રિશંકુવત વચમાં જ લટકી જઈને નાશ તો પામતો નથી ને? આ મારા સંશયને નિઃશંક રીતે છેદીને નિર્મૂળ કરવા આપ જ યોગ્ય છે. નિશ્ચયપૂર્વક આ સંશયને છેદનાર આપના વિના બીજે કઈ સંભવ નથી. પીગળાવાગુવાર– पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते । ન ઉર પરવાળા વિસિ તાત જીતિ બહપરલોકમાં તેનું કલ્યાણ જ થાય છે અર્જુનની શંકા સાંભળીને ભગવાન કહે છેઃ હે પાર્થ! અરે ! તેવાનો આ લેકમાં પણ કદી વિનાશ સંભવતા નથી, તો પછી પરલોકમાં વિનાશ થવાની વાત જ કયાંથી હોય? કેમકે હે તાત (પુત્ર) ! કલ્યાણ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy