________________
ગીતાહન ].
આના જેવો બીજો કોઈ વર જાણતો હું તે તે, અથવા–
[ ૩૬૩
બુદ્ધિમાન જ્ઞાની પુરુષોએ વાસનાને નાશ કરવાને માટે તે વિરુદ્ધ ભાવનાઓને અભ્યાસ અથવા તે મનને નિરોધ ઈત્યાદિ કોઈપણ વિશેષ કરેલું હોતું નથી; તેથી કરીને તે વાસનાઓ જ્ઞાનત્તર (જ્ઞાન પછી ) પણ જેવી ને તેવી જ પ્રકટ થાય છે; તેથી જ કઈ કર્મ માં નિમગ્ન, કઈ કામી, તે કઈ કોધી એમ ઉત્તમ જ્ઞાનીઓ અનેક જાતનાં આચરણ કરે છે, એવું તેઓના વ્યવહાર ઉપરથી જોઈ શકાય છે.
તવ જાણ્યા પહેલાં અને પછી વ્યવહાર ઉપર જે સમનક કરીને મંદજ્ઞાની કહેવામાં આવ્યા તેમને પણ અખિલ દશ્ય જાત અસત્ય છે એ નિશ્ચય તો થયેલ હોય છે. સમાધિમાં અથવા સ્વરૂપાનુસંધાનમાં જો કે તેમને બીજું કાંઈ પણ ભાસમાન થતું નથી, છતાં સમાધિમાંથી ઉત્થાન થયા બાદ તેમનું એ અનુસંધાન ભંગ પામે છે. ખરી રીતે તો સ્વરૂપનું અખંડ અનુસંધાન રહે, એટલે કે તે ગમે તેટલા વ્યવહાર વડે પણ ખંડિત ન થાય, એને જ ખરી (સહજ) સમાધિ કહે છે; કારણ કે મૂળ જે અનિર્વચનીય એવું નિર્વિકલ્પ સ્વરૂપ છે, તે જ આ તમામનો આધાર છે અને તે જ સર્વમાં નિરંતર રકુરે છે, તેના સિવાય જુદું એવું કાંઈ જ નથી. પહેલાં કહેલી વ્યવહારમાંની કેટલીક અવસ્થામાં પણ તેને જ નિર્વિકલ્પતાથી અનુભવ થાય છે (પાન ૯૩-૯૪ જુઓ), એટલું
નહિ પરંતુ જીવોને દરેક વ્યવહારમાં નિત્યપ્રતિ તેને અનુભવ અજ્ઞાત રીતે થતો હોય છે. છતાં પણ દરેકને થનારી એ નિર્વિકલ્પ સમાધિઓ મોક્ષદાયક થતી નથી. પરંતુ જેમને જ્ઞાનયુક્ત સ્વરૂપનું અનુસંધાન અખંડ સિદ્ધ હેય છે, તેમની જ સમાધિ ખરી કહેવાય છે. વ્યવહારકાર્યમાં પણ એ શુદ્ધ ચિપ વેદ્ય પદાર્થોથી વિવર્જિત છે, તેને પોતાને સહેજે પણ સ્પર્શ નથી એવો જ અનુભવ ઉત્તમ જ્ઞાનીઓને નિરંતર થાય છે. આકાશને નીલવર્ણ એ વસ્તુતઃ તેમાં નથી, એવું જ્ઞાન થયા પછી પણ આંખો વડે તે તે જેને તેવો જ દેખાય છે. પરંતુ એક વખતે તેનું અસત્યપણું જાણ્યા પછી હૃદયમાં અનુભવમાત્ર બદલાય છે, તેવી જ રીતે તત્વ ઓળખ્યા પહેલાં થતા ભાસ અને ઓળખ્યા પછી થનારે ભાસ એમાં માત્ર અંતરંગ વિના બીજે કોઈ
આ રીતે તમામ વેધ જાત અસત્ય છે, એમ અપરોક્ષાનુભવથા નક્કી થયા પછી તેનો સંવિત એટલો શુદ્ધ ચિપ સાથે સંબંધ કયાંથી થાય ? તેથી ઉત્તમ જ્ઞાની પુરુષની સંવત અર્થાત ચિત્કલા વ્યવહાર વખતે પણ હંમેશા વેદ્યના સંબંધ વિનાની હોય છે. ઉપર જે નઈમાનસ કહેવામાં આવ્યા તેઓ પણ હમેશાં ઉન્મની અવસ્થામાં જ રહે છે. મનનું નિઃસંક૯૫૫ણું હોવું એનું નામ જ ઉમની અવસ્થા. વેદ્ય પદાર્થોનું સત્ય સ્વરૂપે પ્રણ કરવું એ જ મનનું ચલન અથવા સંકલ્પપણું કહેવાય. ઉત્તમ જ્ઞાનીને આ બંને અવસ્થાઓ એકી વખતે જ હેય છે, એટલે તેઓ બહારથી તો સમાધિમાં ન હોય તે જ વ્યવહાર કરે છે, પણ અંતરમાં તો સદાય સમાધિમાં જ મગ્ન રહે છે; તેથી કરીને તેમની એ સંવિત તે હંમેશને માટે તદ્દન અસંગ જ હોય છે (દત્ત પરશુરામ, પ્રકરણ ૧૯ જુઓ).
પ્રત્યાહાર ઉપરના વિવેચન ઉપરથી જાણી શકાશે કે, એક વખતે નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઈ એટલે તે જ્ઞાની સમનસ્ક થયો એમ કહેવાય. તેમાંથી જાગ્રત થયા પછી તે સ્થિતિમાં સ્થિર કરવાને માટે તેને ચિત્તને હઠ વડે પિતાના વિમાંથી ખેંચીને પ્રત્યાહાર કરવો પડે છે; કેમ કે પૂર્વને સંસ્કારને સદંતર વિલય થયેલો નહિ હોવાથી ફરીફરીથી તેનું મરણ થઈ આવે છે; એટલા માટે આ સ્વરૂ :વસ્થામાં કેવળ અને સ્વાભાવિક રીતે સ્થિર થવા માટે એક વખતે નિર્વિકલ૫તાનો અનુભવ લઈ તેમાંથી જ્યારે પુનઃ ઉત્થાન થાય છે ત્યારે તેને સામાન્ય ચૈતન્યની સાથે ત૬પ થવાને માટે એટલે સહજસમાધિમાં સ્થિતિ થવાને સારુ થોડા પ્રત્યાહારની જરૂર હોય છે. પ્રત્યાહારમાં પ્રતિઆહાર એટલે ઊલટો આહાર, એવી શબ્દરચના છે. દાભ્યાસને લીધે ઇકિયાને નિય1િ બ હ્ય વિષયોને જ આહાર મળેલે હું ય છે, તેથી તે કરતાં ઊલટો આહાર આપવો તે
* * પ્રત્યાહારની વ્યાખ્યા માટે નિ પૂસ. ૧૨૬ તથા આગળ પાન ૨૭૪-૨૫ ઈચ્છાની ઉત્પત્તિ થવા પામે તેને ઉપાય' એ શીર્ષક તેમ જ પૃષ્ઠ ૨૫૬ જુએ.