SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન ] પૂર્વે દેવોએ પણ આ વિષે સંશય કર્યો હતો. [ ૩૩૯ એ રીતે હંમેશ સાક્ષીભાવમાં સ્થિત થઈ રહેવું; એ મુજબ ત્રણ ઉપ બનાવે છે. વળી (1) અવિવા, (૨) અસ્મિતા, (૩) રાગ, (૪) દ્વેષ અને (૫) અભિનિવેશ અર્થાત દેહ એટલે જ “હું” એવી દઢમાવના, એ પાંચ કલેશ કહેલા છે. અવિદ્યા એટલે અનિત્યમાં નિત્યબુદ્ધિ થવી તથા નિત્યમાં અનિત્યબુદ્ધિ થવી, અપવિત્રમાં પવિત્ર તથા દુઃખને જ સુખ સમજવું તેમ જ અનાત્મામાં આત્મબુદ્ધિ થવી તે. વેદાંતાઓની જે માયા તેને જ હઠયોગ શાસ્ત્રકાર મહર્ષિ પતંજલિ અવિવા કહે છે. ઉદ્દેશ એ છે કે, આ પ્રાગે પાસના અને મનોપાસનામાં ફક્ત બાહ્યક્રિયામાં જ ભેદ દેખાય છે, પરંતુ આંતરક્રિયામાં તત્ત્વતઃ કિંચિત્માત્ર પણ ભેદ નથી. યેગમાર્ગમાં આવશ્યક બાબતે આ પ્રાણ પાસના પિકી અષ્ટાંગયોગ માર્ગમાં (૧) યમ, (૨) નિયમ, (૩) આસન, (૪) પ્રાણાયામ, (૫) પ્રત્યાહાર, (૬) ધારણા, (૭) યાન, (૮) સમાધિ. એ મુજબ આઠ અંગ છે. [૧] યમ: (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચર્ય, અને (૫) અપરિગ્રહ એ પાંચ પ્રકારનાં યમ છે. [૨] નિયમ. (૧) શૌચ, (૨) સતેજ, (૩) તપ, (૪) રવાવાય અને (૫) ઈશ્વરમણિધાન ઇશ્વરાર્પણ એ પાંચ નિયમો છે. [3] આસનઃ આસને ઘણાં પ્રકારનાં છે, તેમાં ચોરાશી મુખ્ય હોઈ તેમાં પણ (૧) સિદ્ધાસન, (૨) પદ્માસન, (૩) વસ્તિકાસન અને (૪) સિંહાસનને મુખ્ય માનવામાં આવે છે (ચોરાશી આસનેના માટે પાછલું પાનું ૩૩૬ જુઓ). [૪] પ્રાણાયામ પ્રાણાયામમાં ઉપયોગી એવી મુખ્ય ક્રિયાઓ નીચે મુબ છેઃ (અ) વ ર્મઃ (1) નેતિ, (૨) પૌતિ, (૩) વસ્તિ, (૪) નઢિ, (૫) ઘર્ષણ, (કપાલભાતિ), અને (૬) કાર; આ છને કર્મ કહે છે, (ક) પ્રાણાયામના મુખ્ય ભેદઃ (૧) લોમ વિલોમ, (૨) સુર્યભેદન, (૩) ઉજાયી, (૪) સીત્કારી, (૫) શીતલી, (૬) ભસ્ત્રિકા, (૭) મૂચ્છ, (૮) બ્રામરી અને (૯) પલાવિની. (૬) વિશેષ પ્રાણાયામઃ જેને મુદ્રા કહે છે તે મુદ્દાઓના પ્રકારઃ (1) મહામુદ્રા, (૨) મહાબંધ, (૩) મહાવેધ, (૪) વિપરીતકરણી, (૫) તાડન, (૬) પરિધાનયુક્તિથી પરિચાલન, (૭) શક્તિચાલન, (૮) ખેચરી અને (૯) વજે લી. અષ્ટાંગયેગ પૈકી (૧) યમ, (૨) નિયમ, (૩) આસન, (૪) પ્રાણાયામ અને (૫) પ્રત્યાહાર, આ પાંચ અંગે શ્રમ એટલે હઠથી સાધ્ય હોવાને લીધે તેને હઠયોગ કહે છે. [૫] પ્રત્યાહાર એટલે ઊલટો આહાર આગળ પાન ૩૬૩ જુઓ). [૬] ધારણા, [૭] ધ્યાન અને [૮] સમાધિઃ (૧) સંપ્રજ્ઞાત તથા (૨) અસંપ્રજ્ઞાત, એમ બે પ્રકારની સમાધિ છે આ યાન, ધારણ અને સમાધિ એ ત્રણ અંગેને રાજયે કહેવામાં આવે છે. ધારણામાં સહાય એવી મુદ્રાઓઃ (૧) અગોચરી, (૨) ભૂચરી, (૩) ચાચરી, (૪) શાંભવી અને (૫) ઉનમની; આ પાંચ મુદ્ર ઓ તથા કેવળકુંભક, એ ધારણામાં ઉપયોગી છે. યોગમાર્ગમાં જેની જરૂર છે અવી મુખ્ય મુખ્ય બાબત ઉપર સંક્ષેપમાં આપવામાં આવેલી છે, તેની અંદર સર્વ હોગમાર્ગનો સમાવેશ થઈ જાય છે, વિસ્તારભયે તેને વધુ વિવેચન કરેલું નથી. આ પ્રમાણે આસન, મુદા, કર્મ ઇત્યાદિ થયા પછી ક્રમે ક્રમે ચક્રભેદનની રીતિ પ્રમાણે હઠ વડે પ્રાણ અપાનનો સંયોગ કરીને તેનો વિલય અંતે બ્રહ્મરંધમાં કરવો પડે છે; તેમ થાય ત્યારે જ હઠયોગની પૂર્ણતા થઈ એમ કહેવાય. આ પ્રાણોપાસનાની અંતર્ગત આવેલા હઠયોગનો ઉપયોગ વાસ્તવિક રીતે તે કુલિ લીનું ઉત્થાન થતાં સુધી જ છે; કુંડલિનીનું ઉત્થાન થયું એટલે ચિત્તશુદ્ધિ થઈ આગળ તે તેને રાજમ ગનું જ અવલંબન કરવું પડે છે. આસન સ્થિરતાનું લક્ષણ ઉપર કહેવામાં આવેલું જ છે કે, ગી એ પવિત્ર નિવાસ સ્થાનમાં આસન પાથરી તે ઉપર સિદ્ધામન પાસન, સ્વસ્તિકાસન અને સિંહાસન ઇત્યાદિ અનેક આસનોમાંથી ગમે તે એક અસન ઉપર બેસીને ૧, અત્રે સંક્ષેપમાં વિચત કરવામાં આવેલું છે. વધુ માટે પાતંજલ ગરાન, હઠાગમ: પકા, શિ- સંહિ" યામશિઓપનિષદ, ગકુંડલા ૩૫ નષદ, રચૂડામણિ ઉપનિષદ યે ગત૫નષદ, બાન બંદુ ૩ પનિષદ, વગેર જીઆ. છે, ખાસ ધ્યાન રાખવું કે, મેંગશાસ્ત્રારા ૧ વા આત્માને જ ઇશ્વર એવી સંa વડે સંબંધ છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy