________________
ગીતાદાહન ]
તે મારામાં હા, તે મારામાં હી.
મ
તત્ત્વજ્ઞાન કહે છે. તત્ત્વજ્ઞાન એટલે આત્માના અપક્ષ અનુભવ વા બ્રહ્મસાક્ષાત્કાર, અનુભવમાં અનુભ એવા બે શબ્દો છે. અનુ એટલે જેવું વા જેવા, તથા ભવ એટલે થા ક્રવા હેવું; અર્થાત્ જેવુ છે તેવા રૂપે બનવું, અભિન્નપણે પેાતામાં જ રહેવુ ઋત્યાદિ અનુભવમાં ધૈવિક્ષિત છે, સારાંશ પાતે પેાતાના સ્વરૂપમાં જ સ્થિર થવું' એનું નામ જ સાક્ષાત્કાર છે. તત્ત્વજ્ઞાનથી ભ્રાંતિમાત્ર મિથ્યાજ્ઞાનના નાશ થાય છે. તત્ત્વજ્ઞાનવિરાધી જ્ઞાનનું નામ જ મિથ્યા જ્ઞાન છે. તે કેવળ વધ્યાપુત્રવત્ કિવા મૃગજળવત્ ભ્રાંતિમૂલક છે. તેના નાશ તત્ત્વજ્ઞાન
વડે જ થઈ શકે છે.
વિધિ, અર્થાં અને અનુવા વાકયો
તત્ત્વજ્ઞાન થવાને માટે આપ્તાનાં વાયરૂપ અપૌરુષેય એવા વેદા જ કારણુંમૂત છે. ન્યાયશાસ્ત્રકારાના મતે વેઢમાં ત્રણ પ્રકારનાં વાયેા છે; (૧) વિધિવાકય, (૨) અથવાય. અને (૩) અનુવાદવાકય. વિધિવાકયા એ આજ્ઞારૂપવાયા છે. વિધિવાકયામાં અનુવચન અને અનુવાદ્ઘ એવા એ ભાગેા પડે છે, તેથી અનુવાદવાકયને સમાવેશ વિધિવાકયમાં જ થઇ જાય છે. સ્તુતિ, નિંદા, પકૃતિ, અને પુરાકલ્પવાળા વેદમાં આવેલા ભાગ તે અવાકયરૂપ છે. તે નિયમવાયા પણ કહે છે. તેમાં અમુક કરવુ, અમુક નહિ કરવુ' ઇત્યાદિ વિધિ નિષેધ તથા અમુક ત્યાજ્ય છે, અમુક ગ્રાહ્ય છે ઇત્યાદિ, સ્તુતિનિંદાનેા સમાવેશ થાય છે. એ રીતે અન્ય શાસ્ત્રકારા વેદને વિધિ અને નિયમ એવાં એ વાયેમાં વહેંચી નાખે છે.
વેદમાં આવેલાં નિયમવાયે। ભાળકને દવા પીવરાવવી હોય ત્યારે પ્રથમ જેમ લાડુની લાલચ આપવામાં આવે છે એ રીતનાં છે. તે મુખ્ય નથી. તેના ઉદ્દેશ છેવટે વિધિવાકય તરફ લઈ જવાના હોઈ તે જ મુખ્ય હાય છે અને તેથી જ વેદના નિયમક્રિયાનુસાર જે વિધિએ અને નિષેધાદિ કરવાનું કહેવામાં આવ્યું છે તેની વિધિ (આજ્ઞા) વાકયમાં નિંદા કરેલી છે; એ કાંઈ વ્યાધાતદેષ નથી પશુ સત્યતત્ત્વના કથનરૂપ છે, તેથી અનેકવિધ પક્ષાપક્ષીરૂપ આવેલાં નિયમવાયેાને છેડી અંતે વિધિવાકયતા જ સ્વીકાર કરવા એ જ એક વેના હેતુ છે. આ મુજબ વેદના વિધિવાકયાનેા સ્વીકાર કર્યાં બાદ જે સિદ્ધાંતને કદી પશુ ત્યાગ થઈ શકતા નથી એવું જે શ્રેય પ્રાપ્ત કરાત્રનારું અંતિમ તત્ત્વ અથવા પરમતત્ત્વ છે, તેની પ્રાપ્તિ તત્ત્વજ્ઞાન વડે જ થઈ શકે છે અને તેથી જ તત્ત્વજ્ઞાનની શ્રેષ્ઠતા સૌ કરતાં વિશેષ છે.
શ્રીભગવદ્દગીતા એ અદ્વિતીય ગ્રંથ છે
ખરેખર પાછલાં હજારો વર્ષાના ઇતિહાસ તપાસતાં ગીતા એ એક મહાન અને અપૂર્વ ગ્રંથ છે. શ્રીમદ્ભુગગીતા જેવા જગતને ઇશ્વરીય આદેશ પહેાંયાડનારા દિવ્ય અને અદ્ભુત ગ્રંથ પ્રસ્તુત યુગમાં આજ સુધી બીજો એક પણ રચાયા નથી. આ ગોતા સંબંધમાં માનવજાતિએ એટલી બધી આલાચના અને પ્રત્યાક્ષેાસના કરી છે કે તેટલી આજસુધી બીજા કાઈ પણુ ગ્રંથની થઈ નથી. ભગવદ્ગીતાના દેવળ. અંતરગ ઉપર જ એટલું બધું લખાયેલું છે કે જો તે બધાને! સંગ્રહ કરાય તે। રામાયણુ અને મહાભારત જેડા કેટલાયે મથા ભરાઈ જાય. સમુદ્રમાં જેમ અનેકવિધ રતા મળી આવે છે તેમ ગીતામાં જેતે જે પૃચ્છા હેય તે બધુ મળી આવે છે. કવિએ ગીતામાં કાવ્યમા જુએ છે, જ્યારે નીતિનુ તેમાંની સાવભૌમ નીતિશાસ્ત્રની ચર્ચાથી ગળગળેા બની જાય છે. ગીતાના નિષ્કામ કર્માંચાગ અને સ્થિતપ્રનનાં લક્ષા ઉપર કયેાગી મુગ્ધ થાય છે તથા ગીતાની વીર વાણી ઉપર દૃઢપ્રતિનુ માનવી આસકત બને છે. આ ગીતાને કેઈ જ્ઞાનના મહાસાગર, તા. કાઈ તેને ઉપનિષદોનુ હુ કહે છે. કાંઈ તેને કમ યાગશાસ્ત્ર, તેા કાઈ તેને ભક્તિસૂત્ર કહે છે. આ રીતે પક્ષોએ જેમ ધાન્યના ભરેલાં ભડારમાંથી પેાતાની ચાંચમાં આવે તેટલુ લઈ શકે છે તેમ ગીતામાંથી દરેક પાતપેાતાની બુદ્ધિ અનુસાર લેવાય તેટલું લઈ સાષ માને છે. વાસ્તવમાં ગીતા એ ચિંતામણિ છે. શ્રીકૃષ્ણ ભગવાને સર્જેલુ અલૌકિક અને ચિરંતન રહેનાર કલ્પવૃક્ષ છે. તેની પાસેથી માનવી પેાતાને જે કાંઈ જોઈએ તે તમામ મેળવી શકે છે.