________________
૨૮૨ ]
પ્ર િવ અષાના માન. [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૪/૩૪ થાય છે; સારાંશ, સર્વ કર્મોને અંત તે નદીને સમુદ્રમાં તેમ જ્ઞાનયજ્ઞમાં જ થાય છે. જ્ઞાનની શ્રેષ્ઠતાના સંબંધમાં બ્રહ્માએ પોતે જ કહેલું શામવર્ણન અત્રે સંક્ષેપમાં આપવામાં આવે છે.
જ્ઞાન પ્રાપ્ત થતાં સુધી સત્કર્મ શ્રેષ્ઠ છે. ચુડાલા શિખિધ્વજને કહે છેઃ પૂર્વકાળમાં કોઈ એક દિવસ મેં બ્રહ્મદેવને એ વાત પૂછી હતી કે, હે મહારાજ ! કર્મ અને જ્ઞાન એ બંનેમાં મેક્ષ થવાનું જે એક કારણ હોય તે આપ કૃપા કરીને કહે. મારે આ પ્રશ્ન સાંભળીને બ્રહ્મા બોલ્યાઃ જ્ઞાન એ જ મોક્ષનું મુખ્ય કારણ છે. જ્ઞાન વડે જ સંપૂર્ણ દુઃખને નાશ થાય છે એવો અનુભવ છે. સત્કર્મો તે સ્વર્ગાદિ ભોગેની પ્રાપ્તિના વિદને માટે મનુષ્યોને શુભ પ્રવૃત્તિ કરાવી કઈ પણ જાતના નરકનો અનર્થે માં નહિ રેકતાં શુભ કલ્યાણમાં જ તેમનું આયુષ્ય પસાર થાય એવા ઉદ્દેશથી કહેવામાં આવેલાં છે. હે પુત્ર! જેઓમાં જ્ઞાનદૃષ્ટિ ઉદ્દભવેલી હોતી નથી તેઓ માટે આ સત્કર્મ એ આનંદનું મુખ્ય સાધન છે; કેમકે અજ્ઞાની મનુષ્યો પણ દુઃખને ઇરછતા નથી, પરંતુ સ્ત્રી, પુત્ર, સંપત્તિ ઇત્યાદિ ઐશ્વર્યાને જ ઈચ્છે છે અને તેની પ્રાપ્તિ સકર્મા વડે જ થઈ શકે છે. આથી પામી કિંવા જરીનાં વસ્ત્ર ન મળે ત્યાં સુધી ધાબળી (કામળા)ને ત્યાગ કોણ કરે? એ પ્રમાણે જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત થયું નથી ત્યાંસુધી સતકર્મ શ્રેષ્ઠ છે. અજ્ઞાનીઓનું કર્મ અનેક વાસનાયુક્ત હોવાથી તે તેની ઈચ્છા મુજબ સુખ દુઃખાદિ ફળ આપવા સમર્થ હોય છે, પણ જ્ઞાનીએ તે નિર્વાસન હોવાથી તેમનું કર્મ ફળ આપવા સમર્થ થતું નથી. જેમ પાણી નહિ મળવાથી લતાઓ ફળ આપી શકતી નથી તેમ જ્ઞાનીનાં કર્મો પણ વાસનાનો નાશ થઈ ગયેલ હોવાથી ફળ આપી શકતા નથી. પ્રારબ્ધરૂપે માટે તૈયાર થયેલાં કર્મો પણ વાસનાનો નાશ થયેલો હોવાને લીધે ફક્ત લૌકિક દૃષ્ટિએ દેખાવ પૂરતાં જ હોય છે, પરંતુ વાસ્તવિક હોતાં નથી. પૂર્વ ઋતુનાં ચિહ્નો જેમ પાછળની ઋતુઓ આવતાં જ નાશ પામી જાય છે તેમ તેઓની વાસનાને સદંતર નાશ થયેલ હોવાથી કમનું ફળ પણ નાશ પામી જાય છે. હે પુત્ર! વંયાની વેલ જેમ સ્વભાવે જ ફળ આપતી નથી તેમ વાસના વગરની ક્રિયાઓ પણ સ્વભાવે જ ફળરહિત હોય છે. જેમ જે બાળકના મનમાં ભયને લીધે હાઉની ભાવના રહી ગયેલી હોય તે જ હાઉને દેખે છે, બીને દેખતો નથી, તેમ દુઃખની ભાવનાવાળો પુરુ જ દુઃખને દેખે છે: બાકી તત્વોની દુ:ખનું અસ્તિત્વ કદી પણ છે જ નહિ. વિકાસ પામેલી કાસડા એટલે વંધ્યાની લતાની પેઠે જ્ઞાનીની ક્રિયા આકાર વડે જોવામાં આવતી હોવા છતાં પણ જેમ ફળ આપી શકતી નથી, તેમ અજ્ઞાનદશામાં જોવામાં આવતી અહંકારાદિ રૂપે સ્કરેલી વાસનેએ તત્ત્વદષ્ટિએ જોતાં તે કદી છે જ નહિ, પરંતુ કેવળ અજ્ઞાનને લીધે ઝાંઝવાના જળમાં સમુદ્રના જળની થનારી બ્રાંતિની પેઠે તે વાસનાઓ જાણે કે સાચી જ ન હોય એવી દેખાય છે એટલું જ. આ સર્વ બ્રહ્મરૂપ જ છે. એવી દઢ ભાવના વડે અજ્ઞાનનો નાશ થઈ જતા હોવાને લીધે જેમ અનુભવીને ઝાંઝવામાં જળની બ્રાંતિ થતી નથી તેમ જ્ઞાનીના ચિત્તમાં વાસના કદી પણ
ત્પન્ન થવા પામતી નથી. સમસ્ત વાસનાઓનો ત્યાગ થઈ જવાથી જીવ ફરી વાર કદી પણ જન્મ લેતા નથી, પરંતુ જરામરણુરહિત એવા બ્રહ્મરૂપ બની જાય છે. જ્યાં સુધી ચિત્તમાં વાસના રહે છે ત્યાંસુધી જ મનનું અસ્તિત્વ ગણાય છે અને મન વાસના વિનાનું થઈ જાય છે તે પોતે જ્ઞાનપ જ છે. આમ જ્ઞાન વડે જે પોતાનું આત્મસ્વરૂપ ઓળખવામાં આવે તો જીવને કદી પુનર્જન્મ થતો નથી.
સપુરુષની સેવા કેમ કરતા નથી ? હે રાજર્ષિ! ઉપર જણાવ્યા પ્રમાણે જ્ઞાન એ જ પરમ કલ્યાણરૂપ એવા મોક્ષનું સાધન છે, એમ જે બ્રહ્માદિક જેવા મોટા પુરુષો પણ કહે છે; તે પછી અજ્ઞાનીની પેઠે તમે આ તપને જ કેમ મેક્ષનું સાધન માની બેઠા છે ? હે રાજર્ષિ ! હું કોણ છું ? આ સઘળું દશ્ય શી રીતે ઉત્પન્ન થયું? અને વળી પાછો તેનો લય કયાં થાય છે? તે સંબંધે શા માટે વિચાર કરતા નથી? અજ્ઞાનીની પેઠે વિચાર વિનાના થઈ શા માટે દુખ ભોગવી રહ્યા છે? હે રાજન ! બંધ શી રીતે થાય ? અને મોક્ષ કેવી રીતે થાય ? એવા પ્રશ્નો