SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * - * * ૨૮૦] स स्वममि ५ स्वर्यमध्येषि मृत्यो- [સિદ્ધાન્તકારડ ભ૦ ગી. અવે છ૩૩ ભગવાને આમાં અનેક પ્રકારના ય કરનારાઓના પાપ નષ્ટ થાય છે, એમ સ્પષ્ટ કહેવું છે; તેને ઉદ્દેશ તેમની ચિત્તશુદ્ધિ થવા પામે છે એમ દર્શાવવાને છે, એમ જાણવું. આ સ ય જ છે ઉદ્દેશ એ કે, યજ્ઞસ્તંભ, દર્ભ, વજ્ઞમાં ઉપયોગી દ્રવ્યો, યજ્ઞભૂમિ, વસંતાદિ કાળ, યજ્ઞપાત્ર વગેરે વસ્તુઓ, શ્રી વગેરે વિદ્રવ્ય, છ પ્રકારના રસો, ધાતુઓ, માટી, પાણી, ફ, યજુ, સામ તથા તા, અધ્વર્યું, ઉગાતા આદિ ઋત્વિજે તથા તેના કર્મો, તિષ્ટોમાદિ યજ્ઞનાં નામે, રવાહા, સ્વધા વષકારાદિ મંત્ર; દક્ષિણ, વ્રત, દેવતાઓનાં નામને કમ, આશ્વલાયન તથા બૌદ્ધાયન આદિના રચેલા ગૃહ્યસૂત્રો તથા શ્રૌતસત્રાદિમાં બતાવેલી કર્મ કરવાની પદ્ધતિઓ, સંકલ્પ તથા કર્મ કરવાનો પ્રકાર, સ્વર્ગ, નરક તથા વિષ્ણુક્રમાદિત, દેવતાઓનાં ધ્યાન પ્રાયશ્ચિત્ત તથા કરેલું તમામ કર્મ ભગવાનને અપ ણ કરવું તે, આ સર્વ યજ્ઞમાં ઉપયોગી સામગ્રીઓ ગણાય છે અને રાજસૂય, વાજપેય, ગેમેધ, નરમેધ, અશ્વમેધ, લાંગલ, વિષ્ણયજ્ઞ, યશશ્કર, ધનદ, ભૂમિદ, પૂર્ત, ફલદ, ગજમેધ, લેહયજ્ઞ, રવર્ણયજ્ઞ, રનયજ્ઞ, તામ્રયજ્ઞ, શિવજ્ઞ, યજ્ઞ, શક્રયજ્ઞ, બંધુકયજ્ઞ, વૃષ્ટિયા, વરુણુયg, કંડકg, રિમન, શુચિયજ્ઞ, ધર્મયજ્ઞ, પાપમોચનયજ્ઞ, બ્રહ્માણકર્મયાગ, અંબાય? આદિ વિવિધ યજ્ઞ સહિત જે જે કાંઈ છે તે બધું બ્રહ્મરૂપ જ છે, એમ સમજવું; એટલું જ નહિ પરંતુ અનેકવિધ પ્રકારે થતી દેવતાઓની ભક્તિ, દ્રવ્ય એટલે વિવિધ પ્રકારની સામગ્રીઓથી થતાં હવન તથા પૂજનાદિક કર્મો, ઇંદ્રિયદમન એટલે ઇંદ્રિયનિગ્રહરૂપ થતાં કર્મો, આહારવિહારાદિના કડક તે કિવા નિયમનું પાલન કરી ઇંોિને સૂકવી નાખનારું થતું તપ, તેમ જ પ્રાણનો અપાનમાં એટલે પૂરકન રેચકમાં તથા અપાનને પ્રાણુમાં એટલે રેચકને પૂરકમાં તથા પ્રાણપાન બંને વાયુની ગતિનું રોધન એટલે કે કુંભક, એ પ્રમાણે અષ્ટાંગ યોગ (પાતંજલ યોગ) સહિત થતી પ્રાણોપાસના, સ્વાભાવિક પ્રાણ પાસના, ધારણાભ્યાસ ઇત્યાદિ સર્વે આત્મપ્રાપ્તિને ઉદ્દેશી થનારાં જે તપ છે તે પણ બધાં યજ્ઞો જ કહેવાય છે. આ રીતે આત્મપ્રાપ્તિને માટે ગમે તે પ્રકારના માર્ગ એટલે યોગનો આશ્રય લઈ નાનાવિધ પ્રકારના યજ્ઞ કરનારાઓનું પાપ તે તે યજ્ઞ દ્વારા નષ્ટ થયેલું હેઈ જેમની ચિત્તશુદ્ધિ થયેલી છે એવા નિગ્રહી મુનિઓને યજ્ઞ થયા પછી જે અવશેષ રહે છે તે ખરેખર શુદ્ધ એવા આત્મસ્વરૂપ હોઈ તે અમૃતરૂપ જ છે. જેમ દેવતાઓ હવ્યથી સંતોષને પામે છે અને પિતૃઓ કવ્યથી સતેષને પામે છે, તેમ મનુષ્ય પોતપોતાની પ્રત્યેક ક્રિયાઓ તેમ જ અનાદિ ખાદ્ય વગેરેને પ્રથમ આત્મસ્વરૂપ એવા ભગવાનને અર્પણ કરી બાદ જે તેનું સેવન કરે તે પણ તેની ક્રમે ક્રમે ચિત્તશુદ્ધિ થઈ શકે છે. એટલું જ નહિ પરંતુ આ મુજબના દેવાતાર્પણ થયેલા અને શુદ્ધ બનેલા અમૃતરૂ૫ અન્નથી તેઓ સંતોષને પામે છે. તેનું સેવન કરનારા પુરુષો અને દુર્ગમ એવી સનાતન બ્રહ્મસ્થિતિને પામે છે. સારાંશ એ કે, આત્મપ્રાપ્તિને માટે જે જે કર્મો કરવામાં આવતાં હોય પછી તે હવનાદિ સ્વરૂપનાં હોય, વ્યાદિ સ્વરૂપનાં હેય. આચારવિચારાદિ સ્વરૂપનાં હેય, ભક્તિમાર્ગ સ્વરૂપનાં હોય, દેવતાઓની ઉપાસના કિવા અર્ચનાદિ સ્વરૂપનાં હોય કિવા પ્રાણપાસના પિકી પ્રાણુ અપાનની ગતિ રોકનારાં કે પતંજલપ્રત હોગશાસ્ત્રનાં હેય; જ્ઞાનદષ્ટિનાં હોય કે પછી ભક્તિદષ્ટિનાં હોય તેવા અન્ય કોઈ સ્વરૂપનાં હોય પરંતુ જે તે આત્માપણની દૃષ્ટિએ કરવામાં આવતાં હોય તે તે સર્વ કર્મો એ વસ્તુતઃ તે ય જ છે, એટલું જ નહિ પરંતુ તે દેવપ્રીત્યર્થ, ગુરુપ્રીત્યર્થ, યજ્ઞપ્રીત્યર્થ, યાગ, તપ, જપ, ધ્યાન, ધારણું, યોગ યા દાનાદિ કઈ પણ પ્રકારનાં હોય તે સર્વે જાણ કિવા અજાણુથી ગમે ? માન્યતા અથવા બુદ્ધિ રાખીને કરવામાં આવતાં હોય પરંતુ વાસ્તવિક રીતે તો તે બધું બ્રહ્મરૂપ જ છે, એમાં જરા પણ શંકા નથી. આ રીતે કરનારાઓનાં તમામ કર્મો તે યજ્ઞો કહેવાય છે. આ સંબંધે શાસ્ત્રમાં આ પ્રમાણે કથન છે. આત્મયજ્ઞની યોગ્યતા - શ્રીનારદજી યુધિષ્ઠિરને કહે છે: “હે રાજા ! કેટલાક બ્રાહ્મણે કર્મમાં નિષ્ઠા રાખતારા, કેટલાકે તપમાં, કેટલાકે વેદાધ્યયનમાં, કેટલાકે સ્વાધ્યાયમાં અને કેટલાકે યોગમાં નિષ્ઠા રાખવાવાળા હોય છે. આ સર્વે યશ I
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy