________________
ગીતાહન] હે યમ! જેથી પિતા ગૌતમ, શાંતસંકલ્પ, સુમનના અને કાપરહિત બને– [૨૬૫
:
સ - રાજ
-
ર
II
આત્મામાં નામરૂપાદિને અંશ પણ દેખાતું નથી. આ રીતે આ બધું ચાતુર્વર્યાદિરૂપે જે જે કાંઈ દેખાય છે તે સર્વ અભિન અને એકરસાત્મક એવું અવ્યય આત્મસ્વરૂપ જ છે, એમ નિશ્ચયપૂર્વક સમજે. સુવર્ણ કહે કે દાગીના કહે, છતાં તેમાં જેમ ઓતપ્રેત સુવર્ણ વગર બીજું કાંઈ છે જ નહિ તેમ આ સર્વ આત્મસ્વરૂપ છે, તે સિવાય બીજું કાંઈ છે જ નહિ એમ નિશ્રિત જાણે. એ જ ભાવ શ્રીકૃષ્ણ ભગવાન અનેક યુક્તિઓ દ્વારા વારંવાર સમજાવી રહ્યા છે..
न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा । इति मां योऽभिजानाति कर्मभिर्न स बयते ॥१४॥ पषं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः । कुरु कमैव तस्मात्त्व पूर्वैः पूर्वतरं कृतम् ॥१५॥
શ્રીકૃષ્ણ એટલે શરીર નહિ પણ આત્મા છે ઉપર વર્ણવ્યા પ્રમાણેને અસંગ એવો જે તરૂપ હું (વૃક્ષાંક ૧) તેવા મને કમને લેપ કિંચિત્માત્ર શું લાગી શકતો નથી અને આત્મસ્વરૂપ એવા મને એટલે “હું” માં કર્મફળની સ્પૃહા અર્થાત ઈરછા પણ નથી. આ પ્રકારના નિઃસંગ, આત્મસ્વરૂપ એવા મને જે જાણે છે, તેને કર્મની બાધા કદી પણ થતી નથી અર્થાત તેને કર્મનો લેપ કદાપિ ઉપશી શકતું નથી, એટલે ભગવાન અને પુનઃ પુનઃ છાતી ઠેકીને નિશ્ચયથી કહે છે કે, હું એટલે કાંઈ આ, હાથ, પગ વગેરે અવયવાળો ને સાડાત્રણ હાથના શરીરવાળો એ કૃષ્ણ નહિ, પરંતુ ચરાચરમાં વ્યાપક, નિઃસંગ, નિરાકાર, નિરામય, અસંગ, અજ, અવિનાશી, અવ્યય તથા અનિર્વચનીય એવો તત, બ્રહ્મ કિવા આત્મસ્વરૂપ છું. એવા પ્રકારના મારા સાચા સ્વરૂપને ઓળખીને એવા આત્મસ્વરૂપ શ્રીકૃષ્ણ ભગવાન જ સર્વત્ર ચરાચરમાં વ્યાપેલા છે, તે જ સર્વ કરે છે, તે જ સર્વ કરાવે છે, ચરાચરના હૃદયમાં તે જ છે, મને પણ તે જ પ્રેરણા કરે છે, હું પણ તે રૂપજ છું, તેનાથી ભિન્ન કાંઈ છે જ નહિ ઇત્યાદિ પ્રકાર વડે સર્વ ભાવે તેને જ અર્પણ થનાર પોતે પણ નિરહંકાર બની જાય છે. આ પ્રકારનું મારું સાચું રવરૂપ જાણનારને કર્મો કરવા છતાં પણ તેનો લેપ કિચિન્માત્ર પણ કદી સ્પશી શકતો નથી. આ રીતનું જ્ઞાન પ્રાપ્ત કરી લઈ પૂર્વે પણ મુમુક્ષઓએ કર્મો કરેલાં છે, માટે પૂર્વ પરંપરાથી ચાલતી આવેલી પ્રથા અનસાર તું પણ કર્મ કર. તાત્પર્ય કે, પ્રાપ્ત થયેલાં કર્મો પૂર્વાપરંપરાથી મુમુક્ષુઓએ આ સર્વે મારાં એટલે તત કે જેમાં સાક્ષી, અહમ કે મમાદિ ભાવોને લવલેશ પણ નથી એવા આત્મા (વૃક્ષાંક ૧)નાં છે, એમ સમજીને કરેલાં છે. માટે હે અર્જુન ! તું પણ તેવા પ્રકારને દઢ નિશ્ચય કરીને યથાપ્રાપ્ત કર્મ કર.
ઉપરના ચાતુર્વર્યધર્મથી અત્યાર સુધી (શ્લેક ૧૩ થી ૧૫) નું વર્ણન વેદજ્ઞાનુસાર પુરાણુશાસ્ત્રમાં બતાવેલા પ્રસિદ્ધ એવા નારાયણીય કિવા ભાગવત ધર્મ અનુસાર કહેવામાં આવેલું છે. તેની વધુ સ્પષ્ટતાને માટે નીચેનું શાસ્ત્રકથન કરવામાં આવે છે.
નિમિ રાજાએ નવ ગેશ્વરને પૂછયું કે, હે પ્રભુ! મને સંભળાવવા ગ્યા હોય તે સર્વના કલ્યાણને માટે ભાગવત સંબંધી ધર્મો કહે. નિમિ રાજાએ (૧) ભાગવત સંબંધી ધર્મ, (૨) ભગવાનના ભક્તો ઘણા છે, પણ ખરે કોણ? (૩) માયા, (૪) માયાને તરવાને ઉપાય, (૫) બ્રહ્મ, (૪) કર્મ, (૭) અવતારલીલા, (૮) અભક્તોની ગતિ અને (૯) યુગને કમ એમ નવ પ્રશ્નો કર્યા; એના ઉત્તરો ક્રમે (૧) કવિ, (૨) હરિ; () અંતરિક્ષ, (૪) પ્રબુદ્ધ, (૫) પિપલાયન, (૬) આવિહત્ર, (૭) કુમિલ, (૮) ચમસ અને (૯) કરભાજન એ નવ ગેસ્વરએ આપેલા છે, તે પિકી પ્રથમ પ્રશ્ન ભાગવત ધર્મ સંબંધને હેઈતેનો ઉત્તર ગેશ્વર કવિ
-
,
."
l
et
ri