________________
ગીતાહન ] ત્રણ રાત્રી જે (અતિથિ) મારે ઘેર ભજન વિના રહે તે – [ ૨૫ દર્શન એટલે અનિર્વચનીય એવા એક ચિતન્યસ્વરૂ૫ છે, એમ સમજે. આ પ્રમાણે દરેક વસ્તુભાવમાં હંમેશાં અભ્યાસ થવાથી સાધકની અદ્વૈતભાવના સહેજે સિદ્ધ થાય છે.
દર્શનભાવ કરનારને થતી પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ હવે જો “દશ્ય' મટીને તે “દર્શન' રૂપ બને તે દ્રષ્ટાભાવને વિલય પણ અનાયાસે જ થઈ જાય છે એ પણ સ્પષ્ટ છે. કારણ “દશ્ય ' વિના “ દ્રષ્ટા' નું સ્વતંત્ર અસ્તિત્વ કદી પણ શક્ય જ નથી; જો દય જ ન હોય તો પછી દ્રષ્ટા કેને? અર્થાત્ એકની અપેક્ષાએ બંને હોય છે અને એક ન હોય તે બંને હોતા નથી, આથી દશ્ય જે ચૈતન્યરૂ૫ છે તે પછી કષ્ટા પણ ચૈતન્યરૂપ જ બને તથા દર્શન પિતે તે કેવળ ચૈતન્યરૂપ એવા પરમતત્વમાં જ સ્થિત છે. એટલે આ પ્રમાણે સર્વ ત્રિપુટીઓને તેના સાક્ષીભાવ સાથે વિલય થઈને અદ્વૈતપદની પ્રાપ્તિ થવી, એ જ ખરેખર દર્શનનો ઉદ્દેશ છે. એમ આ ઉપરથી સિદ્ધ થાય છે. આ પ્રમાણે સર્વત્ર દર્શનભાવ કરનારને પરમાત્માની પ્રાપ્તિ અવશ્ય થાય છે; આથી જ ઉપર બતાવેલી દર્શનાદિ ત્રિપુટીઓ તથા પ્રકાશ, ભજન. વાચન ઈત્યાદિ ત્રિપુટીઓમાં પણ સંધિભાવ ઉપર જ વિશેષ ભાર મૂકવામાં આવેલા હોઈ તેની જ વિશેષ મહત્તા છે એમ જણાઈ આવશે, અર્થાત્ આ સંધિભાવ એ જ વાસ્તવિક અવ્યક્ત અને ચેતન્યરૂપ એવા આત્માનું પરમ સ્થાનક છે. આ પ્રમાણે ઘણી જ ગૂઢ અને રહસ્યપૂર્ણ દૃષ્ટિએ આ શબ્દની યોજના શાસ્ત્રકારોએ વ્યવહારને માત્ર ઠરાવી છે. આ રીતે જે વ્યવહારમાં દરેક દશ્યને માટે અભ્યાસ કરવામાં આવે તો મનુષ્ય ધાડા સમયમાં જ કતાર્થ બનીને પરમાત્મપ્રાપ્ત સહેજ માં કરી શકે છે. દરેક ત્રિપુટીમાં આવેલા “સંધિ શબ્દનું મહત્વે આ પ્રમાણેનું જ છે.
બ્રહ્મ અને જીવમાં ભેદ નથી જો કે આ વિકારરૂપ પ્રપંચ સાવ મિથ્યા હોવા છતાં જાણે ખરેખર પ્રકાશતો હોય એમ ભાસે છે, પરંતુ આત્મપ્રકાશના અધિકાન વિના તેનું અણુમાત્ર નિરૂપણ થઈ શકે તેમ નથી અને જે નિરૂપણ કરવામાં આવે તો તે પ્રપંચ સ્વયંપ્રકાશરૂપ થઈને આત્માથી પોતાની ભિન્ન સત્તા સહેજે પણું ધરાવી શકો નથી. સત્ય પદાર્થોમાં અનેક પણું હોઈ શકે જ નહિ અને પ્રપંચમાં તે અનેક પડ્યું છે, તેથી તે સાવ મિસ્યા છે. જીવ અને બ્રહ્મ એવા જે આ ભેદ વ્યવહારમાં જોવામાં આવે છે તે તો ઘટાકાશ અને મહાકાશની જેવા છે કિવા આકાશમાં રહેલા સૂર્ય તથા જળમાંના તેના પ્રતિબિંબમાં અથવા બહારના વાયુ અને અંદરના પ્રાણવાયુમાં જે ભેદ હોય એમ દેખાય છે તે પ્રમાણેના છે. આ ભેદો એટલે જેમ ધટાકાશ પારચ્છિન્ન અને મહાકાશ અપરિચ્છિન્ન છે, એમ કહેવાય છે, છતાં પણ તે બંને વચ્ચે પરસ્પર બિલકુલ ભેદ નથી, તેમ પરિચ્છિન્ન એવા છવ અને અપરિચ્છિન્ન એવા બ્રહ્મની વચ્ચે ભેદ ભાસત હોવા છતાં પણ વાસ્તવિક તેવો ભેદ બિલકુલ નથી. આકાશમાં રહેલા વિકારરહિત સુર્યમાં અને જલમાં રહેલા પ્રતિબિંબિત સૂર્યમાં કંપાદિ વિકારો ભાસે છે, છતાં પણ એ બંને વચ્ચે વાસ્તવમાં ભેદ નથી, તેમ છવ વિકારયુક્ત અને બ્રહ્મ નિર્વિકાર હોવા
તાં પણ બંને વચ્ચે વાસ્તવિક રીતે ભેદ નથી. મિથ્યા ઉપાધિથી પ્રતીત થનારો ભેદ સ્વરૂપની એકતાને કદી પણ બાધ કરી શકતા નથી, માટે એ ભેદથી સ્વરૂપમાં ભેદ થયો એમ જે માને છે તેને અવિદ્વાન સમજ.
મેક્ષ એ જ આત્યંતિક પ્રલય છે લોકે વ્યવહારમાં જેમ એક સેના અનેક નામરૂપાદિ ભેદે વડે કહાંકુંલાદિ દાગીનાઓ રૂપે ભિન્ન ભિન્ન અનેક આકારનું કહે છે તેમ આ અહંકારરૂપ ઉપાધિવાળા લોકો વ્યવહારમાં નામરૂપને ભેદને લીધે
એક જ ભગવાનને લોક અને વેદની ભાષાએથી આકાશાદિ ભિન્ન ભિન્ન નામ આપે છે. જેમ મેલ સૂર્યથકી જ ઉત્પન્ન થયેલો અને સૂર્યે જ પ્રકાશિત કરેલ છે, છતાં પણ તે સૂર્યના અંશરૂપ ચક્ષુને સૂર્યનું દર્શન થવામાં પ્રતિબંધ કરે છે, તેમ આ અહંકાર બ્રહ્મથી ઉત્પન્ન થયેલ અને બ્રહ્મ વડે જ પ્રકાશિત થયેલા હોવા છતાં
પ્રકારાક, પ્રકાશ અને પ્રશ્ય; ભક્તા, ભજન અને ભેજ્ય, વાચક, વચન અને વાસ, આ બધી ત્રિપુટીએમાં પશુ મધ્ય સંધિના જ શબ્દોનું મહત્વ જણાઈ આવશે.
---
-