________________
૧૩૪ ] તો ગષના વપતો નિજિયા: [ સિદ્ધાન્તકાણ ભટ ગીઅ. ૩/૩૬ ભક્તિના પ્રભાવથી પામે છે, તેને જ્ઞાનવિજ્ઞાનરૂપ સંપત્તિ મળી તે તુરત મુક્તિને પામે છે; આ વર્ણ અને આશ્રમવાળાઓનો ધર્મ તેઓને પિતલકાની (પિતયાન માર્ગની પ્રાપ્તિ કરાવી આપનારો છે, પરંતુ તે ધર્મનું આચરણ મને એટલે તતe૫ એવા આત્માને અર્પણ કરીને કરવામાં આવે તો તે સર્વોત્તમ મુક્તિના સાધનરૂ૫ થાય છે. હે ઉદ્ધવ! આમ સ્વધર્મ પાળનારા ભક્તને મારા પરબ્રહ્મસ્વરૂપની પ્રાપ્તિ શી રીતે થાય, તે વિષે તમોએ જે પૂછયું હતું તે મેં તમને કહ્યું (ભાકં. ૧૧, અ૦ ૧૮.) (અત્રે સંક્ષેપમાં વિવેચન છે, વિશેષ જાણવાની ઇચ્છા હોય તેમણે મૂળમાં જોઈ લેવું. )
“ પરધર્મો ભયાવહ ? કેમ? ઉપરના શાસ્ત્રવિચનને સાર તો ફક્ત એટલે જ નીકળે છે કે, ગમે તે કર્મો કરો, પછી વ્યવહારમાંના જાતિ, જ્ઞાતિ કે વર્ણાશ્રમાદિ સ્વધર્મની દષ્ટિનાં હેય કે અન્ય કોઈ પ્રકારનાં હેય પણ તે દરેક કર્મ હું એટલે દરેક પોતે પોતાને માટે “ હું છું " એમ જે કહે છે તે હું એટલે શરીરાદિક નહિ પણ અનિર્વચનીય એવા આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) છે, એમ સમજીને તેવા પ્રકારના દઢ નિશ્ચયથી કરવા એ જ ખરો. રવધર્મ છે અર્થાત આત્મધર્મ એ જ મુખ્ય સ્વધર્મ છે; પરંતુ જેઓને આ પ્રકારની દૃષ્ટિ પ્રાપ્ત થયેલી ન હોય તેવા અજ્ઞાનીઓને માટે જેમ દૂધ પીનારા નાના બાળકને માટે ગમે તેવું પંચપકવાને પણ નિરર્થક જ છે, કિવા નાનપણથી બાળકને જે વિદ્યાનો અભ્યાસ પડ્યો હોય તેને માટે બીજી ગમે તેટલી વિદ્યા દેખાવમાં સારી ગાતી હોય છતાં પણ તે અનભ્યાસને લીધે નિરુપયોગી હોય છે તેને પારકાનો ધર્મ ગમે તેટલે સારો જણાતો હોય પરંતુ અંતે તો તે ઘાતક જ છે; કારણ કે વંશપરંપરાથી ચાલતા આવેલા કુળધર્મ અને કુળાચારાદિ પાળનારા માતપિતાના અંશે શરીરની રગેરગમાં પ્રસરેલા હેય છે, તેવા ઓતપ્રેત વ્યાપ્ત થયેલા કુળધર્મો, કુળાચાર તથા વર્ણાશ્રમધર્મોરૂપી સ્વધર્મોને છોડી નહિ દેવા. પરધર્મ દેખાવમાં ગમે તેટલે સારો જણાતો હોય છતાં પણ વધર્મને છોડી તેનો અંગિકાર કરે એ પરિણામે મહા ભયંકર છે કેમકે તે અધર્મરૂપ છે.
અધર્મના મુખ્ય પ્રકારે અધર્મના મુખ્યત્વે પાંચ ભેદે પડી શકે છે, એવો શાસ્ત્રનિર્ણય છેઃ (૧) વિધર્મ, (૨) પરધર્મ, (૩) આભાસધર્મ, (૪) ઉપમાધમ, અને (૫) છળધમં; એ પાંચ અધર્મની શાખાઓ છે; (1) વિધર્મ જે વસ્તુને ધર્મ સમજીને કરવામાં આવે પરંતુ તેથી સ્વધર્મને બાધ આવે તેને વિધર્મ કહે છે; (૨) જે પરાયો હેય તે પરધર્મ કહેવાય; (૩) આશ્રમની પદ્ધતિથી જુદો જે ધર્મ જેમકે જ્ઞાતિબંધનમાં કેટલીક ગાડરિયા પ્રવાહથી ચાલતી આવેલી પ્રથાઓ જેવી રીતે છોકરાંઓ જીવતાં ન હોય તે તે પીરને કિવા દેવતાને અર્પણ કરવાની પ્રથા વગેરે પ્રકારની બાધાઓ કે જે કેવળ મનુષ્યોએ પોતાની ઇચ્છાથી જ કરાવેલી હોય છે તે આભાસંધર્મ કહેવાય; (૪) જેમાં કેવળ પાખંડ વિના બીજું કાંઈ પણ ન હોય તે ઉ૫માધર્મ કહેવાય તથા (૫) જે ધર્મ કેવળ
ગથી જ ભરેલો હોય એટલે ધર્મશાસ્ત્રનો ઊો અર્થ કરીને કેવળ પિતાનો વાર્થ સાધવાની ભાવના જ જેની અંતર્ગત હોય છે તે વેદશાસ્ત્રના આધાર વગરનો પોતાની મેળે અર્થો કરી તેને જ ખરો માની લોકેમાં તેવા પ્રકારનો પ્રચાર કરવો તે છળધર્મ કહેવાય. આ પ્રમાણે અધર્મના પાંચ અંગે છે, એ શાસ્ત્રમાં નિર્ણય છે; માટે જેમાં આ પાંચ પ્રકારો ન હોય એવો અનુભવસિદ્ધ આત્મધર્મ એ જ રવધર્મ છે. દરેક પદાર્થોને પોત પોતાના સ્વભાવ ઉપરથી ધર્મશાસ્ત્રોએ નિર્ણય કરી અજ્ઞાનીઓને માટે આજ્ઞા કરાયેલો ધર્મ જ સર્વ મનુષ્યોને શાંતિ આપે છે, તેવો ધર્મ તો એક વેદધર્મ જ છે, તેમ જ કાયા, વાચા વા મનથી કોઈ પણ પ્રાણીને દુ:ખ દેવું નહિ એ જ સમાન ધર્મનો ઇરછા રાખનારાને માટે શ્રેષ્ઠ ધર્મ છે અને તેનું પાલન તો જ્યારે સર્વત્ર આત્મષ્ટિની ભાવના થાય ત્યારે જ થઈ શકે છે.
પરધર્મના અંગીકારથી થતી ત્રિશંક જેવી સ્થિતિ આમ શાસ્ત્રમાં કહેલાં વર્ણપ્રમાદિ દષ્ટિ વિચાર કરતાં પણ પરધર્મ તે ભયાનક જ છે, તેમ જ વ્યાવહારિક દષ્ટિએ વિચાર કરતાં પણ જણાશે કે, પરધમ મનુષ્ય પોતે મૂળ જે સમાજમાં હોય તે એ