SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ] ત તત્તને નામ તામિથુપાલિત– [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ. ૩/૨૭ આ વિલેમાં મને કાંઈ કર્તવ્ય નથી હે પાર્થ ! તતરૂ૫ એવો જે “હું” (ક્ષાંક ૧) છું તેવા મારે આ ત્રિલોકમાં કાંઈપણ કર્તવ્ય છે જ નહિ અર્થાત્ આત્મસ્વરૂપ એવા “” માં મમ એટલે મારું એવી દંતભાવનાનું અસ્તિત્વ જ નથી; તેથી મને કિંચિત્માત્ર પણ કર્તવ્ય કરવાનું રહેતું નથી, મારે કોઈ વસ્તુ મેળવવાની બાકી રહેલી નથી, છતાં હું પણ હમેશાં કામમાં જ વર્તે છે. ઉદેશ છે કે શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષીભાવ (વૃક્ષાંક ૨) માં રિથત રહી અર્જુનને હું” (વૃક્ષાંક ૩) માં સ્થિત કરી કહે છે કે, હે વત્ (વૃક્ષાંક ૩) રૂપ અર્જુન ! જોકે હું તે વાસ્તવિક તતરૂપ એવો (વૃક્ષાંક ૧) છું. મારામાં વસ્તુતઃ તો અહમ મમાદિ ભાવો છે જ નહિ, છતાં મિથ્યા વિવર્તરૂપે “હું” (ક્ષાંક ૩) રૂપને આશ્રય લઈ “હું” જાણે કર્મ કરતો હોઉં તેમ વનું છું; કારણ કે, “હું” તતરૂપ વૃક્ષાંક ૧) માં જ નિત્ય સ્થિત છું. મારામાં સાક્ષી (વૃક્ષાંક ૨) અથવા હું (ક્ષાંક ૩) ભાવને કિંચિત્માત્ર પણ સ્પર્શ નથી. આ રીતે કૃતાર્થ થયેલા મારે એટલે “હું” ને કર્મ કરવું કિંવા ન કરવું એ બંને સરખા જ છે. છતાં જે હું કર્મ નહિ કરું તે આ ગાડરિયા પ્રવાહની જેમ ચાલનારા અજ્ઞાની મનુષ્યો પણ મને એણે તત૩૫ એવા આત્મા (માંક ૧)ો નહિ ઓળખતાં આળસુ બની જઈ કર્મનો ત્યાગ કરશે; તેથી હે પાર્થ! હું પણ આળસને છોડી દઈ એટલે વિવર્તાભાવ (વૃક્ષાંક ૩) માં સ્થિત રહી સર્વ પ્રકારે કર્મ માં જ પ્રવર્તી રહ્યો છું, છતાં આત્મસ્વરૂપ એવા મારામાં કિંચિત્માત્ર પણ કદી હાનિ થતી નથી, કારણ કે, આત્મારૂપ એવા હે”ની દષ્ટિએ આ સર્વ મારું જ સ્વરૂપ હોવાથી કર્મ કરવા છતાં પણ હું તેમાં કિંચિત્માત્ર પણ આસક્ત થતો નથી; વળી જે હું કામ ન કરું તે મારા માર્ગનું અનુકરણ કરનારા આ સર્વ લોકે ઉત્સન એટલે પોતપોતાના સ્થાનથી શ્રેટ થઈ નમૂળ થશે અને હું તેની બુદ્ધિને બ્રશ કરનારો અર્થાત વર્ણસંકરનો કર્તા થાઉં. એ રીતે આ બધી ગાડરિયા પ્રવાહરૂપ અજ્ઞાની પ્રજા ની મારા હાથે મોટી હાનિ થાય. લાઃ જર્મથવિહાર વથા કુંતિ માત ! कुर्याद्विद्वा ५ स्तथाऽसूक्तश्चिकीर्षुलोकसङ्ग्रहम् ॥ २५ ॥ न बुद्धिभेदं जनयेदलानां कर्मसङ्गिनाम् । जोपयेत्सर्वकर्माणि विद्वान्युक्तः समाचरन् ॥ २६ ॥ અજ્ઞાનીઓની બુદ્ધિને ભેદ નહિ કરે હે ભારત! જે પ્રમાણે અજ્ઞાની વિષયોમાં આસક્ત થઈને કર્મ કરે છે, તે પ્રમાણે લકસંપ્રહને માટે અર્થાત લોકો આત્મતત્વને માર્ગે પ્રવૃત્ત થાય એ પી લૌકિક દૃષ્ટિએ જ્ઞાનીએ પણ અંતઃસ્થ આસક્તિથી અથવા સંગથી રહિત બનીને કર્મો કરવાં જોઈએ. તાત્પર્ય, જ્ઞાનીઓએ પણ પ્રથમ વર્ણવી ગયા તે પ્રમાણે આત્મનિષ્ઠામાં સ્થિત રહીને લોકદષ્ટિએ અજ્ઞાનીઓની માફક જ કર્મ કરવાં; પ્રશંગવશાત રડવું, હસવું, આનંદ કરવો. શેક કરવો. ક્રોધ કરવો યા ક્ષમાં રાખવી ઇત્યાદિ ભાવો બહારથી બનાવવા, પરંતુ અંદરખાને તે આત્મતત્વથી જરા પણ ચલાયમાન થવું નહિ. વેદજ્ઞાનુસાર શાસ્ત્રાચારષ્ટિએ યજ્ઞયાગાદિ કર્મો કરવાં એ જ જેમનું બેય બનેલું છે, એવા ગાડરિયા પ્રવાહમાં વહેનારા અજ્ઞાની એકદમ બુદ્ધિભેદ કદી પણું કરો નહિ, પરંતુ તેમના સમયમાં તેમની પ્રમાણે જ વતી આતે આતે તેમને સીવે રસ્તે દોરી જવા જોઈએ. જેમ અજ્ઞાની બાળકને ભણાવવું હોય ત્યારે પિતાનું જ્ઞાન બાજુએ મૂકી તેના જેવા રમતિયાળ બની તેની સાથે ગેખવાનું અથવા ઘુંટવાનું કાર્ય પણ શિક્ષકે કરવું પડે છે, તેમજ સામ, દામ, દંડ, ભેદ ઇત્યાદિ નીતિનો આશ્રય લઈ યુક્તિ પ્રયુકિતથી તેની સાથે કામ લેવું પડે છે; તેમ આ ગાડરિયા પ્રવાહમાં વહેતા અનાની ઓની બુદ્ધિમાં ભેદ નહિ કરતાં તેમનામાં ભળી જઈ આતે આતે યુકિતપ્રયુકિત દ્વારા તેઓને પ્રવૃત્તિમાંથી નિવૃત્ત કરીને સ્વસ્વરૂપમાં જોડવા જોઈએ.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy