________________
૨૧૬] અયાગાર્મનzzવરમનો તદુપમરાહ્ન રૂવઃ | [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૩/૪
આ બંને બાજુએથી સામસામી ગાડીઓ આવી રહી હતી. તે તરફ ઘેટાંના દેરનારનું લક્ષ્ય નહિ જવાથી તેણે તેઓને સામી બાજુએ લઈ જવાને માટે રેલ્વેના રસ્તા ઉપર મુસ્કો માર્યો, એટલે તરત જ તેની પાછળ ઘેટાંઓની પડાપડી શરૂ થઈ. એટલામાં ગાડીઓ આવી ગઈ, પરંતુ અજ્ઞાની અને મૂઢ એવાં ઘેટાંઓ તે પિતાના સ્વભાવ પ્રમાણે આમ તેમ નહિ જોતાં એકની પાછળ બીજાએ એમ વારાફરતી કૂદકા મારવાનું જારી જ રાખ્યું. આનું પરિણામ એ આવ્યું કે, દોરનારના દુર્લયે અનેક ઘેટાંઓ કપાઈ ગયાં. તે પ્રમાણે વ્યવહારમાં મૂઢ કિવા ગાડરિયા પ્રવાહમાં સપડાયેલા લોકે ઘેટાં જેવાં છે, એમ સમજવું. તેમાં સ્વતંત્ર વિચાર કરવાની બુદ્ધિ હોતી નથી, તેથી તેઓ જેને શ્રેષ્ઠ માનતા હોય તેમનું જ અનુકરણ કર્યું જાય છે. હવે જો તેઓનો દોરનાર પોતે જ આત્માનો અપરોક્ષાનુભવી નહિ હોય તો તે લોકો જે માર્ગ બતાવશે તે તેમના કલ્યાણને બદલે નાશના જ કારણરૂપ નીવડશે. આથી જ માર્ગદર્શકને માથે મહાન જવાબદારી હોય છે; તરભાત જેઓ લોકોના માર્ગદર્શકની જવાબદારી પોતાના શીરે ઓઢી લે છે, તેઓએ તે પોતે પ્રથમ સત્યતત્વ એટલે શું તેનું અનુભવયુક્ત જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જ પડે છે. આ રીતે સત્યતનું જ્ઞાન એટલે જ આત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર છે. જે જાણ્યા પછી તેને કાંઈ પણ જાણવાનું તથા કાંઈ કર્તવ્ય કરવાનું સિલક રહેતું નથી, એવો જ્ઞાતય અને કૃતકૃત્ય પુરૂષ તે કેવળ એક જીવમુક્ત જ હોઈ શકે, જેને પોતાને તરતાં આવડતું ન હોય તે બીજાને કેવી રીતે ત.રી શકે તેના ઉપર વિશ્વાસ રાખનારાઓ સાથે તે પોતે પણ ડૂબી મરે એ તદ્દન નિશ્ચિત છે, તેમ આ સંસારરૂપ સાગરમાં લોકોમાં જ્ઞાન આપવાનો પોતાને ઇજારો હેવાનું માનનારા બહારથી પિતાને અનાસક્ત કહેવરાવનારા પરંતુ અંદરખાને અનેક વિષયવાસનાઓની તૃપ્તની ઇરછા સેવનારા મગરમોસમાં આત્માનુભવથી રહિત એવા માનવસમૂહે પોતાનો તો વિનાશ કરી લે છે પણ સાથે સાથે તેમના ઉપર વિશ્વાસ
ખનારા લાખોના સંહારનું પણ કારણ બને છે. તેમાંથી બચવા માટે તે ફક્ત સર્વ વાસનાઓથી વિમુખ બનેલા નિવસન એવા જીવન્મુક્ત આજ્ઞ પુરુષો જ સંસારમાં સાચા માર્ગદર્શકે થઈ શકે છે. જેને આત્મસ્વરૂપની પ્રાપ્તિ થયેલી હતી નથી તે વિષયોમાં ચકચૂર પુરાય તે માર્ગદર્શક બનવાને માટે કદી પણ લાયક હોત નથી, કેમકે આત્મસાક્ષાત્કાર વિના વિષયો થકી નિવૃત્તિ થવી અન્ય કોઈ પણ ઉપાયે શક્ય નથી. આત્માનુભવથી વિમુખ માર્ગદર્શકે ઢોંગી કહેવાય છે. તેવા ઢોંગી અને સ્વાર્થી માર્ગદર્શકોને તે કેવળ દાંભિક જ સમજવા માટે લોકોમાં જ્ઞાનનો પ્રચાર કરી તેને સત્ય માર્ગે વાળવાની જવાબદારી લેવા ઇચ્છનારાઓએ પ્રથમ આત્મસાક્ષાત્કાર કરી લેવો જરૂરી છે, એમ નિશ્ચિત સિદ્ધ થાય છે.
સાચા અને દંભી માર્ગદર્શક વચ્ચે ભેદ તાત્પર્ય એ કે, જેઓની તમામ વાસનાઓ નષ્ટ થઈ ગયેલી હોય છે તથા જેમને આ ત્રિલોક્યમાં કોઈની પાસે કોઈ પણ પ્રકારનો તૃણ જેટલો યે સ્વાર્થ સાધવાને હેત નથી તેવાઓ જ સાચા માર્ગદર્શકે બની શકે છે. જેઓ સર્વત્ર એક અને અધય એવું પોતાનું આત્મસ્વરૂપ જોતા હોવાથી તેમને કેાઈના ઉપર રાગદ્વેષ કિવા વૈરભાવ કદી પણ હોતો નથી, તેવા આત્માને અપરોક્ષ અનુભવ લીધેલા આત્મજ્ઞ પુરુષો જ સાયા માર્ગદર્શક કહેવાય છે; આથી જેઓ લોકમાં જ્ઞાન પ્રચારની કિવા માર્ગદર્શનની જવાબદારી પિતાને શિરે ઓઢી લે છે, તેમણે તે કેવળ એક સત્ય એવા આત્મતત્વની જ ઓળખ રાખવી જોઈએ. સ્વતઃસિદ્ધ એવા સત્યતત્વનું પ્રતિપાદન કરનારા અપરુષેય સિદ્ધાંત એટલે કે જે કોઈ પણ મનુષ્યના બનાવેલા નથી તે વેદશાસ્ત્રના આધારાનસારના તદ્દન શ, નિર્મળ, ન્યાયી, નિપક્ષપાતી અને નિઃસ્વાર્થી સિદ્ધાંતો કે જે અખિલ માનવજાતિનું કલ્યાણ કરનારા હોય છે તે સિદ્ધાંત સમજાવવાને માટે તેનાથી વિરુદ્ધ તત્ત્વના સિદ્ધાંતોના
ગ્ય ગુણદોષને વિચાર કરૂ જેઈએ; કેમકે તે ન્યાયી એવા સત્યતત્ત્વની દૃષ્ટિએ અહિતકારક, નીતિ ન્યાય વિવેકાદિ સદગુણોથી રહિત અને અખિલ માનવજાતિને વિનાશ કરે એવા હોય છે, તેથી તેવા ઊલટા એટલે અહિતકારક સિદ્ધાંત નાબૂદ કરી તત્વશાસ્ત્રના આધારસહના સત્ય સિદ્ધાંતો સદ્દગુરુ અને આત્મપ્રતીતિ એટલે અપરોક્ષાનુભવ સાથે નિસ્વાર્થ દૃષ્ટિએ જગતમાં પ્રકટ કરવા જોઈએ, ઉદ્દેશ છે કે જે સિદ્ધાંતનાં તત્ત્વોનું ગ્રહણ થવાથી તે ભવિષ્યમાં જગતને, દેશને, સમાજને, કુટુંબને કિંવા વ્યક્તિને અનર્થ
-
-
-
. .
"
E"