________________
મીતાહન] આ અગ્નિ, વાયુ ને ઈદ્ર, તેઓ ખચિત આ બ્રહ્મની અત્યંત સમીપ જઈને સ્પર્શી શકયા.[ ર૦૫
नियतुं कुरु कर्म स्वं कर्मज्यायो कर्मणः । शरीरयात्रापि च ते न प्रसिद्धयेवकर्मणः ॥ ८ ॥
નિયત થયેલું કર્મ શા માટે કરવું? માટે હે અર્જુન! તું નિયત એટલે નિયતિ વડે નિર્માણ થયેલું પ્રારબ્ધજન્ય કર્મ કર. કારણ, વ્યવહારદષ્ટિએ વિચાર કરતાં પણ જણાશે કે, કર્મ નહિ કરવા કરતાં કર્મ કરવું એ જ વધુ ઉચિત અર્થાત્ શ્રેષ્ઠ છે. જે તું હું કર્મ નહિ કરે એમ કહેશે તે તારા શરીરને ચાલતા સર્વ વ્યવહાર પણ સિદ્ધ થશે નહિ; એટલે કે કર્મ રહિત તારા શરીરનો કોઈપણ વ્યવહાર ચાલશે નહિ; કેમકે ખાવું, પીવું, ચાલવું, ઊંધવું, બોલવું, સંકલ્પ કરવો વગેરે સર્વ પ્રકારનો કાયિક, વાચિક અને માનસિક વ્યવહાર તે કર્મ નહિ કરનારા દુરાગ્રહીઓને પણ નિત્યપ્રતિ કરવો પડે છે. તે બધાં કર્મો નહિ તે બીજું શું કહેવાય? જે તદ્દન કર્મ રહિત બનવાને
છે તેને માટે તો તારી આ નષ્કર્મોની વ્યાખ્યા પ્રમાણે શરીરયાત્રા સમાપ્ત કરવી જોઈએ, એમ જ થાય ખરું ને? વળી અશક્ય છે છતાં તેમ થાય એમ માનીશું તે પણ લિંગદેહથી તે કર્મો થતાં જ રહે છે. માટે ખરી નિષ્કતા તે ઉપર જણાવી ગયા તેમ કશામાં કિંચિત્માત્ર પણ આસક્તિ નહિ રાખતાં આત્માર્પણ બુદ્ધિથી કર્મો કરવાં તે જ કહેવાય. તેવી નિષ્કર્મતા પ્રાપ્ત થાય એટલા માટે તને કર્મયોગને આશ્રય કરવાનું કહેવામાં આવેલું છે.
यहाात्कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः । तदर्थ कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर ॥ ९ ॥
યજ્ઞ સિવાય ઇતર કર્યો વડે જ લેકે બંધનને પામે છે. હે તેય! કર્મચાગના આશ્રય૩૫ એવો જે આ જ્ઞાનયજ્ઞ, તે અતિરિક્ત થતાં અન્ય કર્મો વડે જ આ લેક કર્મબંધનને પામે છે, એટલા માટે કર્મવેગનો આશ્રય લઈ આ જ્ઞાનયજ્ઞ૨૫ કર્મોને તું સંગથી રહિત થઈ એટલે જીવન્મુક્ત થઈ કર. તાત્પર્ય એ કે, તને વખતોવખત જણાવેલું છે કે હે અર્જુન ! તું અને આ સર્વ દશ્ય જાળ આત્મા જ છે, આત્મા વિના બીજું કાંઈ પણ નથી, આત્મા જ આત્મામાં આત્મારૂપે આ બધું કરી રહ્યો છે; એમ નિશ્ચયપૂર્વક સમજી ઇન્દ્રિયો અને તેના વિષચેનું અંતઃકરણમાં કદી પણ રકુરણ ઉત્પન્ન થવા નહિ દેતાં તું કમને આચર એટલે કર્મ કર.
શાસવિધિ અનુસાર થતાં કર્મોથી પણ શ્રેય થાય છે નિત્યપ્રતિ દઢ નિશ્ચય વડે આત્મામાં સ્થિત રહીને કર્મો કરવાથી કદાપિ કર્મ બંધન થઈ શકતુ નથી, તેનું વિવેચન ઉપર કહેવામાં આવ્યું છે; હવે અજ્ઞાનીઓની દષ્ટિએ એટલે વ્યવહારદષ્ટિથી વિચાર કરીશું તો પણ જણાશે કે, વેદાદિ શાસ્ત્રોમાં બતાવેલ વિધિ અનુસાર યજ્ઞયાગાદિ કર્મો કરવામાં આવે તો તે પણ કમે કમે છેવટે કર્મબંધનમાંથી છેડાવવાને જ કારણભૂત બની અંતે સર્વ સંગોથી મુક્ત કરે છે.
પદાર્થોના ગ્રાહત્યાજ્યને નિયમ શાસ્ત્રમાં અમુક પદાર્થોને ત્યાગ કરવો કિંવા અમુકનું ગ્રહણ કરવું એવા પ્રકારે જે વિધિ અને નિષેધ નિર્ણય કર્યો છે, તે આ અપૌરુષ એવી વેદજ્ઞાનુસાર થતી યજ્ઞાદિ ક્રિયાઓમાં ઉપયોગમાં આવતા પદાર્થો ઉપરથી જ કરવામાં આવેલ છે. જે પદાર્થ યજ્ઞયાગાદિ ક્રિયાઓમાં વપરાય છે તે પ્રા તથા તેમાં વપરાતો નથી તે ત્યાજય; તેમાં પણ સત્વ, રજ અને તમોગુણના મિશ્રશુદિને લીધે પુષ્કળ ભેદ પડે છે, તે સર્વને વિચાર કરી વિસ્તાર વધારી વિષયાંતર કરૂં યોગ્ય નથી; પરંતુ અત્રે ફકત સંક્ષેપમાં જ તેનો વિચાર
દોરાક જ કાન -