SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેાહન ] ઇંદ્ર ગવથી બ્રહ્મસમીપ ગયેા પરંતુ તેથી તા એ એકાએક અંતર્ધ્યાન થયું: [ ૧૯૧ તાત્પર્ય કે, જે પુરુષ નિત્ય આત્મચિંતનમાં જ નિયમ હોય છે, જે આત્મસ્વરૂપમાંથી સહેજ પશુ દી ચલાયમાન થતા નથી અને જેની બુદ્ધિ આત્મામાં જ પર્યંતની જેમ સ્થિર અને અચળ હેાય છે, તેની ઇંદ્રિયે। વશ થયેલી છે એમ જાણવું અને તેવી સ્થિર બુદ્ધિ પ્રાપ્ત કરનારા જ જીવન્મુક્ત સિઁવા સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ध्यायतो॒ विषयान्पु॒सः स॒ङ्गस्तेषूप॒जाय॑ते । सङ्गात्स॒ञ्जायते कामः कामक्रोधोऽभि॒जाय॑ते ॥ ६२ ॥ क्रोधाद्भवति सम्म॒हः स॒म्मोहास्मृतविभ्रमः । I स्मृतिषु॒ धाव॑द्धिनाशो बुद्धिनाशात्य॒णश्यति ॥ ६३ ॥ ॥ ॥ બુદ્ધિ ભ્રમને લીધે થતા નાશ ઉપર જણાવ્યા પ્રમાણે જેએ ઇંદ્રયાને વશ કરી શકતા નથી અને કેવળ વિષયાનું ચિંતન કર્યાં કરે છે એટલે અંતઃકરણમાં વિષયેાનું ચિંતન કરાવનારી વૃત્તિનું ઉત્થાન થતાંની સાથે જ તે આત્મસ્વરૂપ છે, એવા પ્રકારે તેને તત્કાળ દાખી દેવાને પ્રયત્ન નહિ કરનારા ઇંદ્રિયેતે કદી પણ વશ કરી શકતા નથી અને હુંમેશ વિષ્ણેાના ચિંતનમાં જ નિગમ રહે છે. વિષયાનું ચિંતન કરનારા તેવા પુરુષને વિષયેાના ચિંતનમાં જ સંગ એટલે પ્રીતિ વિા આસક્તિ વધે છે, આસક્તિથી કામના, કામનાથી ક્રૂષ અને ક્રોધથી સંમેાહ ઉત્પન્ન થાય છે. મેહ થતાં જ અવિવેક ઉત્પન્ન થઈ સ્મૃતિના નાશ થાય છે; સ્મૃતિના નાશ થતાં જ બુદ્ધિના પણ નાશ થાય છે અને બુદ્ધિતા નાશ થતાં તે સ` રીતે પાયમાલ બને છે અર્થાત્ તેના સ`સ્વ લાત થાય છે, વિષયામાં આસક્ત મનુષ્યાના થતા છાત • વિષયા તા કેવળ વિષરૂપ હોઈ મિથ્યા છે અને તેવા વિષયેાપભેગા ભેગવવાની અંતઃકરણુમાં વારવાર ઉત્કંઠા થવી એજ તેમાં આસક્તિ વધારવાને કારણભૂત બને છે, આ રીતે વારંવાર થવાથી તેને ભાગ ભેગવવાની ઇચ્છા, વાસના કંવા કામના જાગૃત થાય છે. આ રીતે કામાસકત બનેલા પુરુષતે તે વિષયે! નહિ મળતાં ક્રોધ ઉત્પન્ન થાય છે, ક્રાને લીધે સમાહ થઈ તે અવિચારી બને છે, માહવશ થવાને લીધે તેની સારાસાર વિવેકષુદ્ધિ ભ્રષ્ટ થાય છે, એવી રીતે નશામાં ચકચૂર બનેલાની સ્મૃતિ વા સ્મરણુ પણ નષ્ટ થાય છે, એટલે પેાતે શું કરે છે તેનું પેાતાને પશુ ભાન હેતું નથી, આમ સ્મૃતિભ્રષ્ટ થતાં જ બુદ્ધિના નાશ થાય છે અને બુદ્ધિ નાશ પામે એટલે તેના બધી બાજુએથી બ્રાત થાય છે. વ્યવહારમાં પણ સ્મૃતિ નષ્ટ થાય તા તે ચિહ્નને સારું લેવામાં આવતું નથી તે વાત તેા પ્રસિદ્ધ છે. આ રીતે વિષયામાં આસક્ત થનાર મનુષ્ય પોતાના હાથે જ પેાતાના સર્વસ્વ વિનાશ કરી લે છે. रागद्वेषवियुक्तैस्तु विषयामिन्द्रि॒यैश्चरन् । 1 आत्मव॒श्यैवि॑धेया॒त्मा प्र॒साव॑मधि॒गच्छति ॥ ६४ ॥ प्रसादे॒ सर्व॒दुःश्वा॒मा॑ वा॒निरस्याप॒जाय॑ते । લાખેતો ધાનુ પુત્તિ: યેવૃલિજીયે ॥ ૧ ॥ " બુદ્ધિ સ્થિર કરવાના ઉપાય જે આ ચરાચર સર્વ આત્મરૂપજ છે, એમ માની અંતઃકરણમાંથી વૃત્તિનું ઉત્થાન થતાંની સાથે જ તેને તાત્કાલિક આત્મામાં દાબી દે છે, વિષયાનું ગ્રહણ કરવાને ઇંદ્રિયાને જે અવસર જ આપતા નથી. પ્રીતિ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy