SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન] તે ત્યાંથી જ નિવૃત્ત થયો ને કહ્યું અને જાણવાને હું સમર્થ નથી, કે આ પૂજય યક્ષ કે [૧૮૭ તે જ ખરે બુદ્ધિયોગ છે; માટે તેને તું આશ્રય કર. આવી રીતે કર્મ કરવા છતાં પણ જળકમળવત રહી તેમાં લિપ્ત ન થાય એવી જે યુક્તિ તે જ ખરી કર્મકુશળતા હોઈ તે જ ખરો યુગ છે. कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः । जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्य॒नामयम् ॥ ५१ ॥ કર્મફળની સાથે આત્મણને સંબંધ નથી આ રીતે બુદ્ધિની સમતારૂપે અભ્યાસમાં જેની બુદ્ધિ યુક્ત થયેલી હોય છે, એવા આત્મજ્ઞ પુરુષોને કમથી ઉત્પન્ન થનારાં કળની સાથે કિંચિત્માત્ર પણ સંબંધ હોતો નથી. આત્મજ્ઞાનના પ્રભાવને લીધે જેએ આમામાં કર્મ, તેનાં ફળ કિંવા હેતનો તલ માત્ર પણ સ્પર્શ નથી એવી મનીષાવાળા છે, એટલે જેમના મનને નિશ્ચય આ પ્રમાણે કેવળ એક આત્મામાં જ દઢ થયો છે એવા જન્મમરણાદિ બંધનથી મુક્ત થઈ દુઃખ કે ઉપદ્રવથી રહિત એવા પરમપદને પ્રાપ્ત થાય છે, અર્થાત મેક્ષને પામે છે. यदा ते मोहकलिलं बुद्धिय॑तितरिष्यति । तदा गन्तासि निवेदं श्रोतव्यस्य श्रुतस्य च ॥ ५२ ॥ श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला । समाधावचला बुद्धिस्तदा योगमवाप्स्यसि ॥ ५३ ॥ સાંભળેલું અને સાંભળશે તે બંનેને તને કંટાળો આવશે હે અર્જુન ! આ મુજબ તારી બુદ્ધિ જ્યારે કેવળ એક આત્મનિષ્ઠામાં જ સ્થિત થઈ મેહને ત્યજી દેશે ત્યારે અત્યાર સુધી જે કાંઈ સાંભળ્યું હશે તે અને હવે પછી જે સાંભળશે તે, એમ બંને બાબતોનો તને કંટાળો ઉપજશે; એટલું જ નહિ પરંતુ આગળ જણાવી ગયા મુજબ વિવિધ પ્રકારનાં શ્રુતિવાકયો એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઇત્યાદિ ભિન્ન ભિન્ન માર્ગોના શ્રવણથી ગૂંચવણમાં પડેલી તારી બુદ્ધિ જ્યારે આત્મનિષ્ઠા ૨૫ યોગમાં એટલે બુદ્ધિગમાં જ નિશ્ચલ કિંવા સ્થિર થશે ત્યારે જ તું આ સમતારૂપ યોગમાં નિશ્ચલ થઈશ. તેમ જ સ્થિર બુદ્ધિવાળો થઈ આત્મનિષ્ઠ કિંવા જીવન્મુક્ત કહેવાઈશ. ઉદેશ એ કે તમામ સંકલ્પ વિકલ્પોને લેપ થવો એ જ ધ્યાનની પરિપકવ દશા છે. વિકલ્પ અનેક પ્રકારના હોય છે. અને નિર્વિકલ્પ સ્થિતિ એટલે બુદ્ધિયોગ તે એકાકાર જ હોય છે. આ સર્વ આત્મરૂપ છે; તેમાં હું, તું, તે, આ કિંવા તેના કાર્યકારાદિ ભાવ કદી ઉત્પન્ન થતાં જ નથી, એવા પ્રકારની એકાકારવૃત્તિમાં જ સ્થિત રહેવી એ જ બુદ્ધિની સમતારૂપ ગ છે; એમ જાણવું, અન્ય ભાવનાઓને ઉદય બંધ થઈ બુદ્ધિ જ્યારે એક આત્મામાં જ એકાકાર થાય છે એટલે તરત જ વિકલ્પો બંધ થાય છે. અને વિકલ્પ બંધ થયા પછી શેષ રહેનારી નિર્વિકલ્પ અવસ્થા તો સ્વતઃસિદ્ધ જ છે. ચિત્ર ભૂંસી નાખ્યા બાદ જે પ્રમાણે ભીંતતો ઊભી જ હોય છે. ભીંત પ્રાપ્ત કરવા માટે ચિત્ર ભૂંસી નાંખવાનું એટલું જ એક કાર્ય કરવાનું હોય છે. તેમ વિકલ્પો નષ્ટ થયા પછી મન સ્વભાવતઃ જ નિર્વિકલ્પ રહે છે. સર્વ પ્રકારના વિકલ્પોનો ત્યાગ એટલે જ શુદ્ધ નિર્વિકલ્પ એવી આત્મરવરૂપ સ્થિતિ છે. આ સ્થાનની પ્રાપ્તિના સંબંધમાં જ માયાના મોહ વડે મોટા મોટા વિદ્વાને પણ મૂઢ બને છે, પરંતુ બુદ્ધિમાને તો તે પદ એક ક્ષણ માત્રમાં જ પ્રાપ્ત કરી શકે છે. હે અર્જુન ! તું બુદ્ધિમાન છે, માટે અત્યાર સુધી જણાવેલા બુદ્ધિની સમતાપ અભ્યાસયોગ (બુદ્ધિગ) ના આશ્રય વડે આત્મરૂપ સમાધિમાં અચળ થઈ આત્મનિષ્ઠ કિંવા જીવન્મુક્ત બની જા. અત્યાર સુધી શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy