________________
ગીતાદહન ] તેથી બ્રહ્મને ઉપાસનારાનું જે ઉપાસ્ય તે બ્રહ્મ નથી. તે સાક્ષીભાવથી રહિત છે. [ ૧૦૭
કિવા ઝઘડાઓ છે ત્યારે જ થવા પામે છે કે, જ્યારે તેના અસલ સ્વરૂપનું જ્ઞાન આપણને ન હોય અથવા તો કમળો થયેલાને જેમ બધે પીળ જ દેખાય તેમ નેત્ર બગડેલાં હોય તો જ તે વસ્તુ અસલરૂપે નહિ
ખાતાં બીજા દેખાય. આ ઉપરથી બુદ્ધિમાનો જાણી શકશે કે ધર્મમાં થતા વાદવિવાદો, ઝઘડાઓ, મતમતાંતરો એ બધું અજ્ઞાનતા અને દુરાગ્રહને લીધે પોતાની જોવાની દષદષ્ટિને જ આભારી છે. અર્થાત આની જવાબદારી તે પોતાને અને તેઓને અવળી સલાહ આપનારાઓને શિરે જ આવે છે. ખરું તો તે જ છે કે ગમે તે માર્ગનું અવલંબન કરી દયેયપ્રાપ્તિ કરી લેવી જોઈએ, કે જેની પ્રાપ્તિ થવાથી મનુષ્ય પોતાનું જીવન સુખ, શાંતિ અને આનંદસાગરમાં જ વ્યતીત કરે. તે કેઈને પ્રત્યે દ્વેષભાવ પણ કરે નહિ અને સર્વને સમાન જ દેખે. આ પ્રમાણે જ્યાં સુધી સાચા ધ્યેયની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી આ ઝઘડાઓનો અંત આવતો. નથી અને આ બેયની પ્રાપ્તિ થયા સિવાય મનુષ્ય પોતાનું જીવન બીજે કઈ પણ રસ્તે સુખ, શાંતિ અને પૂર્ણ રૂપાનંદ કે જ્યાં દુઃખ લવલેશ પણ હોતું નથી, એવી પરમાનંદની અવસ્થામાં કદી પણ વિતાવી શકો જ નથી. આમ કાયમનું સુખ આપે એવું તો આ એક જ સ્થાનક છે. વ્યવહારમાં સુખ તે તદ્દન થોડું હોય છે પરંતુ તેની પાછળ દુઃખ મોટું આવે છે. આમ સુખદુઃખના મિશ્રણને અનુભવ તેને હંમેશા આવો રહે છે. પરંતુ આ પરમતત્વરૂપ યેયની પ્રાપ્તિ થઈ એટલે તેમાં કદી પણ ખંડિત નહિ થઈ શકે એવું આત્યંતિક સુખ અને જેનું વર્ણન જ થઈ શકે નહિ એવી પરમ શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. આ જગતમાં જે જે કંઈ ચાલી રહ્યું છે, ભવિષ્યમાં થશે કિવા પૂર્વે થઈ ગયું, તે સર્વને અંત મોડે યા વહેલો પણ છેવટે તે નદીને અંત જેમ સમુદ્રમાં તેમ આમાં જ થવા પામે છે. આ સિવાય સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાને બીજે કઈ પણ ઉપાય નથી. જેમાં દુઃખ લેશ પણ કદી સ્પર્શી શકતું નથી, એવું અખંડ એક રસ સાચું સુખ અને કાયમી શાંતિનું સ્થાન આ જ એક છે એમ નિશ્ચયપૂર્વક સમજે. અનિર્વચનીય આ પરમતત્વ કે જે વાસ્તવિક રીતે નામરૂપાદિથી પર છે, તેનું જ્ઞાન લેકેને થઈ તેઓ સન્માર્ગે પ્રેરાય અને ચાલતા વિતંડાવાદ અને દુરાગ્રહમાંથી મુક્ત થવાય એટલા માટે શાસ્ત્રોમાં અનેક નામરૂપ વડે આ એક જ તત્વને ભિન્નભિનરૂપે સમજાવવાના પ્રયત્ન થયેલો છે. આમ હોવા છતાં અજ્ઞાનતા વડે લોકોમાં તેના અર્થનો અનર્થો થવા ન પામે એટલા માટે ઉદાહરણ સમજાવવાને માટે જેમ જ પાસેથી પણ એ અમુક પૈસા લીધા ને શ ને આપ્યા, એમ દષ્ટાંત સાથે સિદ્ધાંત સમજાવવામાં આવે છે તેમ આ વૃક્ષને આધારે શાસ્ત્રોને પરે ઉદ્દેશ સમજાવવા પ્રયત્ન કરેલ છે. માટે જિજ્ઞાસુઓએ તે સમજી લેવાને યોગ્ય પ્રયત્ન કરવો જરૂરી છે.
કિરણશ ૨૮
વૃક્ષ બની સમજૂતી અને પર્યાય સંજ્ઞાઓ વૃક્ષાંક છે અને એકની સમજૂતી તથા સંજ્ઞાઓ: આકાશમાં જેમ અકસ્માત વાદળની ઉત્પત્તિ થાય દિવા પાણી જેમ હિમરૂપ બની જાય અથવા શુદ્ધ અને નિર્મળ એવા આકાશમાં વાયુની ઉત્પત્તિ થાય તેમ અનિર્વચનીય, અત્યંત શુદ્ધ, આકાશની જેમ સર્વત્ર વ્યાપેલું, સર્વનું અધિકાન, તદ્દન નિર્મળ, પવિત્ર, શાંત તથા ઘરમાં રહેવા છતાં પણ આકાશ જેમ અસંગ રહે છે તેમ સર્વથી અસંગ એવા એક પરમ ચિતન્યતત્વમાં એકાએક “હું” એવા મિયા ભાવની ઉત્પત્તિ થવા પામી. જેમ સુવર્ણને સુવર્ણ કહેવાની જરૂર હેતી નથી કિવા તે પોતે જે સુવર્ણ છું એમ જાણતું પણ નથી, તેમ આ એક પરમ ચેતન્ય તત્વને તે
છું એમ કહેવાની જરૂર નથી કિવા મને કોઈ બહુ કહે છે અથવા મારામાંથી કંઈ “હું” કરીને ઉત્પન્ન થયેલું છે અથવા તે “સુ” ને જાણનારે બીજે કઈ છે, ઇત્યાદિ કશી કલ્પના પણ નથી. જેમ . આકાશને પોતામાં વાયુ, વહિ, જળ અને પૃથ્વી એ ચાર તો અને તે દરેકમાં અનેક પ્રકારના ભેદ હેય છે તેની કલ્પના પણ હતી નથી કિવા પ્રકાશને અંધારું કેવું હશે તેની કલ્પના પણ કદી હોતી નથી, તેમ આ પરમ ચેતન્ય તત્ત્વને તે “” શું હશે? કેવું હશે? ક્યાં હશે? તેવું કહેનારે કેણ હરો? ઇત્યાદિ કશી