________________
૧૦૨ ]
હૃતિ અને પૂર્વેના નાતતપાવાર . ન.
[ઉપાસનાકા રિ ૩૬
વૃક્ષાંક ની પર્યાય સંજ્ઞાઓઃ (૪) અવ્યક્ત, (હું નથી) નાહમ, સાંખ્ય-પ્રધાન, શિવ, મહાશ, અભાવ, મહદાકાશ, જડભાવનું મૂળ આરંભસ્થાન, સુષુપ્તિનું મૂળ બીજ, અવ્યાકૃત ઇત્યાદિ (આ તત્ત્વમાં ત્રણ ગુણ તથા તમામ શક્તિઓનું મિશ્રણ છે).
વૃક્ષાંક ૫ ની પર્યાય સંજ્ઞાઓઃ (૫) અર્ધનારી–નટેશ્વર, શિવ-શક્તિ, પ્રકૃતિ-પુરુષ ઇત્યાદિ. આ તમાં મન શક્તિ(જ્ઞાનશક્તિ) અને સ્પંદશક્તિ(ક્રિયાશક્તિ) તથા દ્રવ્યશક્તિનું સમ ભાગે મિશ્રણ છે. આમાં
ભાવિ મન, ઇંદ્રિયો અને વિરાટમાં ભાસતા સમષ્ટિ, વ્યષ્ટિ દેહાદિ સમગ્ર ભાવોની ઉત્પત્તિ અર્થાત પ્રાકટ્યનું બીજ રહેલું છે.
વૃક્ષાંક ૬ની પર્યાય સંજ્ઞાઓઃ (૬) મહાપ્રાણ, સૂત્રાત્મા, મમ (મા) એ ભાવનું પ્રાથસ્થાન, જીવાત્મા; તૈજસ, પ્રદ્યુમ્ન, હકાર, સ્વમાવસ્થા, મુખ્ય પ્રાણ, છવપ્રકૃતિ, જીવલેક, શક્તિ, પ્રાકૃત અને વિકૃત સુષ્ટિઓનું મૂળ આરંભસ્થાન, કારણ પ્રકૃતિ, ચિદાભાસ અને ભૂતાકાશ ઇત્યાદિ. આ વૃક્ષાંક ૬ થી ૧૨ સુધીમાં તો સમ સમજવાં. એ વિરાટને સૂમ દેહ છે.
વૃક્ષાંક ૭ની પર્યાય સંજ્ઞાઓઃ (૭) સાંખ્ય-મહત્તત્ત્વ, મહામાયા, ભૂતપ્રકૃતિ, વિરાટ ક્વિા ભગવાનનું અંતઃકરણ. પ્રાકૃત પ્રથમ સૃષ્ટિ.
વૃક્ષાંક ૮ની પર્યાય સંજ્ઞાઓઃ (૮) અહંકાર, દેવતા-૨૮, પ્રાકૃત બીજી સૃષ્ટિ આ વિરાટને અહંકાર સમજવો.
વૃક્ષાંક ૯-૧૦-૧૧ ની પર્યાય સંજ્ઞાઓઃ (૯) તમે ગુણથી ચિત્ત અને તેના દેવતા ક્ષેત્રનું, વિષ્ણુ, સવિતા કિવા નારાયણ, (૧૦) રજોગુણથી બુદ્ધિ તેના દેવતા બ્રહ્મા તથા (૧૧) સત્વગુણથી મને તેના દેવતા ચંદ્રની ઉત્પત્તિ થયેલી છે. આ અહંકાર, ચિત્ત, બુદ્ધિ અને મન ઇત્યાદિ તમામ સમ તો એ વિરાટ પુરુષ કિવા ભગવાનનાં સમજવાં.
વૃક્ષાંક ૧૨ની પર્યાય સંજ્ઞાઓઃ (૧૨) હિરણ્યગર્ભ, વિષ્ણુનું નાભિકમળ, સત્તાયુક્ત મન, પ્રાકૃત છઠ્ઠી સૃષ્ટિ. વૃક્ષાંક ૬ થી ૧૨ સુધી વિરાટનો સૂકમ દેહ છે, એમ જાણવું.
વૃક્ષાંક ૧૩ની પર્યાય સંજ્ઞાઓઃ (૧૩) વેદયુક્ત-બ્રહ્મદેવ, સમષ્ટિ અભિમાની-વિરાટ, જામત, વિશ્વ, સંકર્ષણ, યજ્ઞ, આકાર, પુરુષાર્થ, કામ, કર્મ, દશ્ય, બ્રહ્મલેક, પરમેષ્ઠીમંડળ, ધૂળ કર્મ કિવા વિસર્ગ સુષ્ટિ વિરાટ પુરુષનો પૂલદેહ, વિધાતા ઇત્યાદિ. પ્રાકૃત તથા વૈકૃત બંનેના મિશ્રણવાળી દશમી સૃષ્ટિ (ક્ષાંક ૧૫ ૪ જુઓ).
વૃક્ષાંક ૧૪ની પર્યાય સંજ્ઞાઓઃ (૧૪) સમષ્ટિ, બ્રહ્માંડ, તેમાં રજોગુણથી બ્રહ્માની ઉત્પત્તિ થયેલી હોઈ તેનું કાર્ય ઉત્પત્તિનું; સત્ત્વગુણથી વિષ્ણુની ઉત્પત્તિ થવા પામેલી હેઈ તેનું કાર્ય સ્થિતિનું અને તમે ગુણથી રુદ્ધની ઉત્પત્તિ થયેલી છે તેનું કાર્ય લયનું છે.
વૃક્ષાંક ૧૫ ની પર્યાય સંજ્ઞાઓઃ (૧૫) વકૃત સષ્ટિએ. (૧૫ ૪) સાતમી સષ્ટિ વૃક્ષ, પર્વતાદિની; (૧૫ ણ) આઠમી સૃષ્ટિ તિર્યો, પશુ-પક્ષ્યાદિની;(૧૫) નવમી સૃષ્ટિ મનુષ્યોની તથા (૧૫) દસમી સુષ્ટિ. પ્રાકૃત અને વિકૃતના મિશ્રણવાળા છે.
સત્ય, તપ, જનર, મહ, સ્વર, ભૂવર, ભુર એમ ઉપરથી નીચે ઊતરતા ક્રમે સાત લો તથા અતળ, વિતળ, સુતળ, તળાતળ, મહાતળ, રસાતળ અને પાતાળ એમ નીચેના સાત લોક મળી ચૌદ લેક વડે વ્યાપેલું આ ચરાચર બ્રહ્માંડ કે જેમાં પૃથ્વી જળાદિ સૂમ અને સ્થળ એવાં મિશ્રણાત્મક પાંચ મહાભૂત હઈ પહાડ, વનસ્પતિ, ઔષધિ તથા રેત, બીજ અને અન્નાદિ વડે ઉત્પન્ન થતા કીટ, પતંગાદિથી તે મનુષ્ય સુધીના તમામ સ્થાવર, જંગમ, જડ, ચેતનાદિ આકૃતિઓ, અનેકવિધ યોનિઓ અને સર્વ શરીરને સમાવેશ થાય છે.