________________
પ્રાતઃ સ્મરણીય પરમહંસ સદગુરુ શ્રી ચરણગીરીજી મહારાજ આ ભારતીય સંસ્કૃતિમાં સંતજીવનની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. જીવનને પરમ કલ્યાણકારી બનાવવાનું સહજ લક્ષ્ય રાખીને બંગાની માફક નિર્મળ જીવન જીવનારા અસંખ્ય સંતે આ પવિત્ર ભારતભૂમી પર વિચારતા રહ્યાં છે. શાસ્ત્રોએ આવા પુનિત સંતેને જંગમ તીર્થ માન્યા છે. તેઓના જીવન ચરિત્ર વિશે લખવું એ બહુજ કઠીન કાર્ય છે. સ્વાનુભવે નિર્માણ થયેલાં અને સ્વાનુભવે & થયેલી શ્રધ્ધા વડે જ તેના જીવન લખી શકાય છે. પરમહંસ, પરમકૃપાળુ, સિદ્ધ પુરૂષ સ્વામી શ્રી ચરણગીરીજી મહારાજની પરમકૃપાથી તેમના જીવન દર્શનની ઝાંખી તથા તેમના સંદેશાને રજુ કરીએ છીએ.
સદ્દગુરુ સ્વામી શ્રી ચરણગીરીજી મહારાજને જન્મ સિધ્ધપુર તાલુકાના ઉનાવા ગામે એક ગોપાલક કુટુંબમાં થયું હતું. શિશુકાળમાં તેઓ શ્રી વેલજી વિશરામ દેસાઈના નામે ઓળખાતા હતાં. આખા કુટુંબનું વાતાવરણ ધર્મપરાયણ સંસ્કારીક અને ભક્તિમય હોવાથી તેઓશ્રીને બાલ્યાવયમાં જ સત્સંગ તેમજ ભક્તિમાં ખૂબ જ રસ હતે. ૫. પૂ ડુંગરગીરીજી મહારાજે તે તેઓશ્રીની પગની પાની ઈને જ ભવિષ્ય ભાખેલું કે આ બાળક એક મહાન સન્યાસી થશે.
ગોપાલક કુટુંબના રીવાજ મુજબ નાની વયે તેઓશ્રીના લગ્ન ધર્મપરાયણ જેઠીબેન સાથે થયા હતાં. ગામમાં તેઓશ્રીએ એક ભજન મંડળી પણ બનાવી હતી. રોજ રાત્રે ભજનને નિત્યક્રમ ખેલ આથી તેઓશ્રી વેલા ભગતના નામે ખ્યાતનામ થયેલાં.
શ્રી વાળીનાથ ભગવાન પ્રત્યે તેમ જ શ્રી વાળીનાથના અખાડા પ્રત્યે તેમનો આદરભાવ અને ભકિતભાવ અનન્ય હતે. કામકાજ અર્થે શ્રી વેલા ભગત મુંબઈ આવ્યા. સૌ પ્રથમ એક સુપ્રસિધ્ધ જેન રૂના વેપારીને ત્યાં નોકરીએ રહ્યાં. અહીં પણ ધર્મ ધ્યાન પર તેઓ શ્રી ખૂબ જ ભાર આપતાં.
સમય સમયનું કામ કરે છે. ૨૮ મે વર્ષે પરમાગી મહાત્મા શ્રી કૃષણાત્મજજી મહારાજના પરિચયમાં આવતાં જ, પ્રથમ મિલનમાં, પરભવની ઓળખાણે વેલા ભગતને પૂ. શ્રી કૃષ્ણાત્મજજી. મહારાજ “જગત”નું સંબોધન કરે છે, ત્યાર પછી તે સંસારીક ફરજોની સાથે સાથે મહારાજશ્રીની સેવામાં તેઓ તલ્લીન રહેતા. પાંચ વર્ષ સુધી સંસારી રહેવાને મહારાજશ્રીએ આદેશ આપેલ, અને તે સમય દરમ્યાન તેઓશ્રીની આકરી કસોટીઓ પણ કરી હતી. અનેક કસોટીઓમાંથી પસાર કરાવી ૧૬ પદના કાવ્યમાં “ભગત”ની જન્મકુંડળી બનાવી દરેક ચાર પદની છેલી પંકિતમાં “ભગત” માટે અવધુતાય નમો નમઃ લખ્યું. આ પછી ૧૯૪૮ માં રાજકોટમાં મહારાજશ્રીએ વેલા ભગતને તેઓશ્રીના ધર્મપત્ની જેઠીબેનની રાજીખુશીથી સંમતિ લેવડાવી અને પરમહંસની ગતિ પમાડી આખા પરિવારનું કલ્યાણ કર્યું. શ્રી વેલાભગતને હવે નવું નામ શ્રી ચરણગીરીજી મહારાજ આપ્યું. ત્યારે શ્રી કૃષ્ણાત્માજજી મહારાજે કહ્યું કે અહીં મારું કાર્ય પૂરું થાય છે. અને આઠ દિવસ પછી હું સ્વધામમાં જઈશ. આ વાત ચેકસ પણે નિર્દેશ કરે છે કે સ્વામી શ્રી ચરણગીરીજીને સિધ્ધપુરુષ બનાવવા માટે પરમાગી શ્રી કૃષ્ણાત્મજજી મહારાજે પરકાયા પ્રવેશ કર્યો હતે.
૫. શ્રી કૃષ્ણાત્મજજી મહારાજને બ્રહ્મલીન થવાને સમય નજીક જણાતાં તેઓશ્રીને ગીરનાર તેમના શિષ્ય પાસે જવાને આદેશ આપ્યો અને કહ્યું કે આ શિવે વેગ ભક્તિ દ્વારા તેઓશ્રીને જીવન મતિનો માર્ગ બતાવશે. છેલલે મહારાજશ્રીએ યાદગીરીરૂપે સૂર્યનારાયણે આપેલી ભસ્મ અને બે લગેટી આપી આદેશ આપ્યો કે તારી પાછળ કેઈને શિષ્ય બનાવીશ નહિ. ત્યાર બાદ મહારાજ શ્રી અને ભગત રાજકેટથી છૂટા પડ્યા અને મુંબઈ આવી પાર્લામાં મહારાજશ્રીએ સમાધિ લીધી.
૫. શ્રી ચરણગીરીજી મહારાજે ગીરનારમાં સાત વર્ષ યોગ ભકિત શીખ્યા તથા આબુ-હિમાલયમાં તપ કરતાં એકાંત હવન વ્યતીત કરતાં અનેક સંત મહાત્માઓના સંપર્ક અને સહવાસમાં તેઓશ્રી