________________
ગીતાહન ] છતાં નામરૂપો, જડ ચેતનાદિ ભા ને કાલરૂપે દેખાતું આ બધું ય આત્મસ્વરૂપ છે. [ ૪૩
રાજન! સાંભળો. તમારા પ્રશ્નનું નિરાકરણ કરવાને માટે લાંબો વિસ્તાર થાય તેમ છે, તે સર્વનું શાસ્ત્રદષ્ટિએ યોગ્ય એવું વિવેચન તે આગલા સિદ્ધાંત ભાગમાં કહેવામાં આવશે. અને તમને સામાન્યતઃ સમજવામાં આવે તે માટે એક પ્રસંગ કહું છું કેટલાંક વર્ષો પૂર્વે સાપુરી પૈકી એક પુણ્યક્ષેત્રમાં નિવાસ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. ત્યાંના કેટલાક ભક્તોએ સાત દિવસ અનુષ્ઠાન સમારંભ કરવાની ઈચ્છા પ્રકટ કરી, તેથી તેમને કાર્યક્રમ નિશ્ચિત કરાવી આપે. તેમાં લેખનજ૫ તથા હવનના કાર્યક્રમનો પણ સમાવેશ થતો હતો. તે પુરીમાંના સર્વ લોકેની જાણમાં આવ્યો. તેથી કેટલાક વયોવૃદ્ધ, વિદ્વાન, પંડિત અને પૌરાણિક આવીને કહેવા લાગ્યા કે આ લેખનજપ તથા હવનને કાર્યક્રમ શાસ્ત્રવિરુદ્ધ છે. વાસ્તવિક રીતે તો તેમાં શાસ્ત્રવિરૂદ્ધ કાંઈપણું ન હતું, પરંતુ આ નિષ્કામ સમારંભમાં દરેક ઉપાસક પોતપોતાના ઇષ્ટ દેવતાના નામે પોતે જ સ્વાહાકાર કરે, તે કરનાર બ્રાહ્મણ જ હોવો જોઈએ એ તેમાં પ્રતિબંધ ન હત; પરંતુ આ એક સાધારણ અને ક્ષુલ્લક ગણાતી વાતે તો મોટું સ્વરૂપ લીધું. વિદ્વાનો તે મેટાં મોટાં શાસ્ત્રોનાં પુસ્તક લઈ ને આવ્યા, તે સર્વેમાં પ્રમુખ એવા એક શુમારે એંશી વર્ષના વયોવૃદ્ધ વિદ્વાન પંડિત હતા. તઓએ આ બધું શસ્ત્રવિરુદ્ધ થાય છે, મહાત્મા પુરુષોએ તો શાસ્ત્રને અનુસરવું જોઈએ એમ કહ્યું. મને તો કલ્પના પણ ન હતી કે આમાં શાસ્ત્રવિરુદ્ધ શું છે? દરેક મનુષ્ય જ લખે અને કરે તથા હવન કરે તેમાં શાસ્ત્ર વિરાદ્ધ શું? અંતે જણાયું કે આવો યજ્ઞ થાય તો બ્રાહ્મણોને દક્ષિણ નહિ મળે, એવી વાર્થબુદ્ધિને લીધે આ બધે શાસ્ત્રાર્થ ચાલુ હતો. અસ્તુ ! તેમનું સર્વે કથન સાંભળીને મેં શાંતિથી કહ્યું, ભૂદેવ! આપે બધાએ મારે માટે જે પરિશ્રમ ઉઠાવ્યો છે તે માટે હું આપને ઋણી છું. હું કાંઈ શાસ્ત્ર, પુરાણ વગેરે ભો નથી, તેથી કદાચ આમાં કાંઈ શાસ્ત્રવિદ્ધ ભૂલ થવા પામી પણ હશે અને તે સુધારવાને માટે આપે મને સૂચના આપી તે માટે મારે તમારો અને પ્રભુને પણ પાડ માનવો જોઈએ. જે વાત ધર્મથી વિરુદ્ધ હોય તે કરવા સંબંધમાં મારે દુરાગ્રહ રાખવાનું કાંઈ પ્રયોજન નથી પણ મને ધણું દિવસથી એવી ઈરછા છે કે મનુ ભગવાનને બનાવેલો મનુસ્મૃતિ નામનો કોઈ એક ગ્રંથે છે, તેમાં આ બધી વ્યવહારરચના સંબંધના નિયમે સાક્ષાત મનુ ભગવાને જ બનાવેલા છે, તે તે મને જોવા માટે મળી શકશે ? આથી તત્કાળ એ ગ્રંથ મંગાવવામાં આવ્યો. મેં હાથમાં લઈને તેમાં આશ્રમધર્મની વ્યવસ્થા પૈકી સંન્યાસાશ્રમનો ભાગ
ચમાં જ પૂછ્યું : ભૂદેવ.! આપની ઉંમર સુમારે પંચોતેર વર્ષની તે હશે ને ? ઉત્તર : મહાત્મન ! આપની દયાથી મને ૮૨ મું વર્ષ થોડા વખતમાં પૂર્ણ થશે. તત્કાળ મેં સંન્યાસાશ્રમનો ભાગ તેમને બતાવ્યો અને કહ્યું કે આમાં તો પચીસ વર્ષ સુધી બ્રહ્મચર્ય, છવ્વીસથી પચાસ વર્ષ પર્યત ગૃહસ્થાશ્રમ, એકાવનથી પોણા વર્ષ સુધી વાનપ્રસ્થ તથા તેરથી સંન્યાસાશ્રમ લેવા લખ્યું છે. આપ તે શાસ્ત્રના મોટા જ્ઞાતા છે અને આ તે સાક્ષાત ભગવાન મનુનું બનાવેલું સૌથી આદ્ય એવું જરાધ શાસ્ત્ર છે. વળી આ સમારંભકાર્યમાં વાસ્તવિક તો કાંઈ શાસ્ત્ર વિરુદ્ધ નથી છતાં આપ તે શાસ્ત્ર વિદ્ધ છે, એમ કહી નહિ કરવા મને સૂચન કરી રહ્યા છે તે ઘણા આનંદની વાત છે, પણ આપ તે આમ ધર્મશાસ્ત્રની વિરુદ્ધ ચાલવાનું પાપ કેમ કરો છો? હું ધારું છું કે, મારે સાધુ ધર્મને અનુસાર અપના જેવા શાસ્ત્ર વિરુદ્ધ માર્ગે ચાલનારાઓને અહીંથી સંન્યાસ આપીને જ રવાના કરવા જોઈએ; નહિ તો પછી મારા સાધુપણાના ધર્મમાં ખામી આવે, ખરું ને? આમ તો સંન્યાસ લેશે એટલે ધર્મબાહ્ય નહિ રહેતાં ધર્મરૂપ થશે અને પછી હું તમારા આ શાસ્ત્ર નિર્ણયને અવશ્ય માન આપીશ. કેમ કે કેવળ બીજાને બતાવીને પોતાનું પેટ ભરવા
aો હોતાં નથી, પરંતુ પ્રથમતઃ વ્યાવહારિક લોકોના આચરણને માટે જ આ ધર્મશાસ્ત્રોની વ્યવસ્થા થયેલી છે. જીવન્મુકત મહાત્માઓ તો સર્વથી પર હોવાને લીધે તેમને માટે તમારે આ શાસ્ત્ર નિયમ વસ્તુતઃ લાગુ પાડી શકાતો નથી, તેમ જ નિષ્કામ સમારંભ તો વૃત્તિના ઉલ્લાસ પ્રમાણે પણ કરી શકાય છે અને તે માટે શાસ્ત્રમાં પ્રાણ આધારો મળે છે. સિવાય આમાં ધર્મશાસ્ત્ર વિરુદ્ધ અને લે કાચાર છેડીને કહ્યું છે જ નહિ. છતાં આપને તેમાં દોષ દેખાય છે અને તમે પોતે તો ધર્મને ખીંટી ઉપર મૂકી દીધો છે તેનું પણ ભાન નથી. તે હવે તમને ધર્મને રસ્તે લગાડવાને માટે મારે સાધુધર્મને અનુસાર શું