________________
પૂરા પૂfમાવાય જૂળરાશિને .
[ પરમાત્માની પ્રાર્થના
ચારિત્ર્યસંપન્ન સુશીલ સ્ત્રીઓની જ દેશમાં અભિવૃદ્ધિ થાઓ. શત્રુઓનું મર્દન કરનાર મહારથી સમા વિજયી પુરુષની જ ભરતી થાઓ; યજમાના એટલે ગૃહસ્થાશ્રમીઓનાં ઘરે વીર અને સદાચારસંપન્ન ધર્માચરણી યુવકેથી તેમ જ ધનધાન્યાદિથી ભરપુર રહે; આવશ્યકતા મુજબ પર્જન્યવૃષ્ટિ થાઓ; એક પ્રકારનાં સુંદર, સારાં અને પુષ્કળ ફળે આપનારાં વક્ષે, લતાપત્રાદિ ઔષધિઓ તથા વનસ્પતિઓની અભિવૃદ્ધિ થાઓ; તેમ જ સર્વ જગતનું યોગક્ષેમ સારી રીતે ચાલે, બધા પોતપોતાનું જીવન આનંદ અને સુખમાં વિતાવે; એટલા માટે અપ્રાપ્ય એવા બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ કરી તેમાં જ સર્વ સ્થિર થાય એવી આત્મન્નિતિરૂ૫ ઉચ્ચત્તર દયેયની પ્રાપ્તિ અર્થે સર્વે ભરું જ્ઞાન પાસ કરી શકે એવી સદબુદ્ધિ તેઓને અર્પો,
उलूकयातुं शुशुलुकयातुं जहि श्वयातुमुत कोकयातुम् । सुपर्णयातुमुन गृध्रयातुं हषदेव प्र मृण रक्ष इन्द्र ।।
ઘુવડના જેવા આચરણવાળા મોહને, વરુના જેવા સ્વભાવવાળા કોને, કુતરાના જેવા વ્યવહારવાળા મત્સરને અને કેકપક્ષી જેવી વૃત્તિવાળા કામને, બાજ એટલે ગરુડ જેવા સ્વભાવવાળા મને તેમ જ ગીધ પક્ષીના જેવા આચરણવાળા લોભને; એ રીતે આ છએને હે ઈશ્વ! તુ તારા વજરૂપી દારુણ શક્તિ વડે જેમ પત્થરની શીલા માટીના કાના ચૂરેચૂરા કરી નાંખે છે તેમ પિશાચસમાં આ છએને સમૂળ વિનાશ કરી નાખ.
अजातपक्षा इव मातरं खगाः स्तन्यं यथा वत्सतराः क्षुधार्ताः । प्रिय प्रियेवाप्युषितं विषष्णा मनोविन्दाक्ष दिदृक्षने त्वाम् ।
હે કમલનેત્રવાળા પરમાત્માની જેમ પાંખે નહિ કુલાં પક્ષીઓનાં બચ્ચાંઓ ઊડીને માતાને જોઈ આવવાને ઇચ્છે છે, અતિશય ભૂખથી વ્યાકુળ બનેલાં ક્ષુધાતં વસે (વાછરડાઓ) પોતાની માતાના આંચળમાંનું દૂધ પિવાને તલસી રહ્યા હોય છે અને જેમ પ્રિયા પોતાને પરદેશ ગયેલે પ્રિયતમ જલદી આવે એમ ઇરછે છે; તેવી જ આતુરતાથી મારું મન આપના ચરણારવિંદને માટે અહોનિશ તલસે એવી આ૫ કૃપા કરે
कृतं मे दक्षिणे हस्ते जयो में सव्य आहितः
પરવાથીઓને માટે તે જમણા હાથમાં કર્મ અને ડાબા હાથમાં જ તે નિશ્ચિત રાખી મૂકેલ જ છે, એમ સમજે.