________________
કે તરવમસિ (સામવેમકવાણા ) (ઉપાસનાકાષ્ઠ કિર૦ ૨
રિણાંશ ૨
વાણીના વ્યાપારના બે પ્રકારે વાણીને વ્યાપાર (1) લૌકિક અને (૨) દિક, એમ બે પ્રકારની છે. તેમાં પરસ્પર વ્યવહાર વિષયક વાતે કરવી, બોલવું, મનરંજન કરવું વગેરે થતા તમામ વ્યાપારો લૌકિક કહેવાય છે; તથા જપ, તપ, અનુષ્ઠાન, સંધ્યાવંદનાદિ કરવાં, શાસ્ત્ર પઠન પાઠન વા સ્વાધ્યાયનાદિ કરવાં એ બધું વૈદિક વાણુનું સ્વરૂપ છે.
સામનિષ્કામ આ વૈદિક વાણીમાં પણ સકામ અને નિષ્કામ એવા બે ભેદ પડે છે. જેમાં પુત્ર, વિત કે લોકેષણાદિ વ્યાવહારિક કોઈ પણ પ્રાપ્તવ્યની ઈચ્છા રાખવામાં આવતી નથી તે નષ્કામ વ્યાપાર છે એમ સમજવું તથા વ્યાવહારિક ઇચ્છાની વાસનાઓ વડે થતો સર્વ વ્યાપાર અર્થાત સ્ત્રી, પુત્ર, વિત્ત કે લેકેષણાદિ વ્યાવહારિક ઈચ્છાઓની પ્રાપ્તિના ઉદ્દેશથી કરવામાં આવતા તમામ વ્યાપાર સકામ કહેવાય છે.
વેદિક વાણીને સકામ વ્યાપાર અને લૌકિક વાણીને તમામ વ્યાપાર અત્યંત વિક્ષેપકારી હોઈ તે આત્મોન્નતિ રૂ૫ ધ્યેયની પ્રાપ્તિ કરાવી આપવા અસમર્થ છે. તેથી આત્મોન્નતિ ચાહનારે પ્રથમ તો તેને ત્યાગ કરવો અને નિષ્કામ એવી વેદિક વાણીને ગ્રહણ કરવી જોઈએ, કેમકે તે વડે ચિત્તશુદ્ધિ થઈ ક્રમે આત્માનું મની પ્રાપ્તિ થઈને શકે છે, પરંતુ ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આ બધે વૈદિક વ્યાપાર પણ વ્યસનાત્મક નહિ હેવો જોઈ એ. આ સંબંધે સ્પષ્ટતાને માટે વધુ વિવેચનની જરૂર જણાય છે.
શુદ્ધ અને મલિન વાસનાઓ આ બધું માયાવી દક્ષ્યજાળરૂપ વિશ્વ એ એક અનેક પ્રકારની વાસનાઓથી ગુંથાયેલ જાળું છે. જેવી રીતે કેળના થાંભલાનું પૃથક્કરણ કરવામાં આવે તો તેમાંથી ફક્ત અનેક પાંદડાંઓ જ મળી આવે છે અર્થાત્ અનેક પાંદડાંઓનો સમુહ મળીને જ કેળના થંભલા જેવું પ્રતીત થાય છે, તેમ આ તમામ દશ્યજાળ એ કેવળ વાસનાઓનો પુંજ કિવા સમૂહ છે. આ વાસનાઓ અનંત પ્રકારની છે; પરંતુ તેમાં મુખ્યત્વે બે ભેદો પડે છે. (૧) શુદ્ધ અને (૨) અશુદ્ધ કિંવા મલિન. શુદ્ધ વાસના અંતે મોક્ષના હેતુરૂપ હોઈ અશુદ્ધ વાસના અનેક દુ:ખો અને અનર્થોના હેતુરૂપ છે.
શુદ્ધ વાસના અને તેનું ફળ આ હું, તું, તે, આ, મારું, તારું, તને, મને, અમો, તમો, આપ, આપણે, અમારું, તમારું, અમેએ, તમે એ ઈત્યાદિરૂપે વ્યવહારમાં જે જે કાંઈ અનુભવમાં આવે છે તે બધું કેવળ એક ચૈતન્ય એટલે આત્મા યા બ્રહ્મરૂપ છે. તે કરતાં જુદું કાંઈ પણ છે જ નહિ. જેમ સોનીને ત્યાં દાગીના લેવા જનારાઓ પોતપોતાને પસંદ પડે એ દાગીને ખરીદે છે. એટલે લેનારનું લક્ષ દાગીનાનો આકાર, નકશી, સુંદરતા ઇત્યાદિ ઉપર હોય છે; પરતુ વેચનાર તો ફક્ત એમાં આવેલું સોનું, તેનું વજન અને કિંમત એટલી બાબતે ઉપર જ પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરે છે, અર્થાત તે તેમાં આવેલા સુવર્ણભાવ સિવાય બીજું કાંઈ પણ જોતો જ નથી. તેમ જુદાં જુદાં અનેક નામ રૂપ વડે ભાસતી આ દૃશ્ય જાળમાં ફક્ત એ ચેતન્યની જ ભાવના કરવી, કેમકે એવી ભાવના એ જ શુદ્ધ વાસના કહેવાય છે. આવી શુદ્ધ વાસનાનું ફળ તમામ પ્રકારની અશુદ્ધ વાસનાને ક્ષય થવો એટલે કે વાસનાક્ષય થઈ અંતે આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવી એ જ એક હોય છે.
અનેક મલિન વાસનાઓને નષ્ટ શી રીતે કરવી ? જેમ કપડાં ઉપરનો ડાઘ કાઢવા માટે સાબુ, ચૂનો ઈત્યાદિ લગાડવામાં આવે છે ને ધોયા પછી ડાઘની સાથે સાબુ અને ચૂનો ૫ગુ નીકળી જાય છે, તેમ આ જગવ્યવહારમાં અશુભ કિંવા મલિન વાસનાઓના વિલય શઠ વાસના વડે કરી શકાય છે; પરંતુ સ્વાભાવિક એવો પ્રશ્ન થાય છે કે મલિન વાસનાઓ અનંત પ્રકારની