________________
મહાવિરાગી પામ્યા સ્વયં સંબુદ્ધપદ જે, સહજ વર વિરાગવંત ને દેવલોકાંતિક ઘણી, ભક્તિ થકી કરતા નમન, જેને નમી કૃતાર્થ બનતા. ચારગતિના જીવગણ, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું..૧૪
મહાદાન આવો પધારો ઈષ્ટવસ્તુ, પામવા નર નારીઓ, એ ઘોષણાથી અર્પતા, સાંવત્સરિક મહાદાનને, ને છેદતા દારિદ્રય સૌનું, દાનના મહાકલ્પથી એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું..૧૫
દીક્ષા કલ્યાણક દીક્ષા તણો અભિષેક જેનો, યોજતા ઈન્દ્રો મળી, શિબિકા સ્વરૂપ વિમાનમાં, બિરાજતાં ભગવંતશ્રી, અશોક પુનગ તિલક ચંપા વૃક્ષ શોભિત વનમહી, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું...૧૬
શ્રી વજધર ઈન્દ્ર રચેલા, ભવ્ય આસન ઉપરે, બેસી અલંકારો ત્યજે, દીક્ષા સમય ભગવંત જે, જે પંચમુષ્ટિ લોચ કરતાં, કેશ વિભુ નિજ કર વડે એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું...૧૭
લોકાગ્રગત ભગવંત સર્વ. સિધ્ધને વંદન કરે, સાવદ્ય સઘળા પાપ, યોગોના કરે પચ્ચકખાણને, જે જ્ઞાન-દર્શનને મહાચારિત્ર રત્નત્રયી ગ્રહે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું..૧૮
Rs =
=
=
=
3
–
ક
=
=
=
=
=
=
• =
=
= =
=
=
=
=
= =