________________
મંદાર પારિજાત સૌરભ, શ્વાસને ઉચ્છવાસમાં, ને છત્રચામર જય પતાકા, સ્તંભ જવ કરપાદમાં પુરા સહસ્ત્ર વિશેષ અષ્ટક, લક્ષણો જ્યાં શોભતાં એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું...૯
દેવાંગનાઓ પાંચ આજ્ઞા, ઈન્દ્રની સન્માનતી, પાંચે બની ઘાત્રી દિલે, કૃતકૃત્યતા અનુભાવતી, વળી બાલક્રિડા દેવગણનાં, કુંવરો સંગે થતી, એવા પ્રભુ અરિંહતને, પંચાંગ ભાવે હું નમું...૧૦
અભૂત ગુણો જે બાલ્ય વયમાં પ્રૌઢ જ્ઞાને, મુગ્ધ કરતા લોકને, સોળે કળા વિજ્ઞાન કેરા, સારને અવધારીને, ત્રણ લોકમાં વિસ્મય સમા, ગુણરૂપ યૌવન યુક્તિ જે એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું....૧૧
સંસારથી નિર્લેપ મૈથુન પરિષહથી રહિત છે, નંદતા નિજ ભાવમાં, ને ભોગકર્મ નિવારવા, વિવાહ કંકણ ધારતાં, ને બ્રહ્મચર્ય તણો જગાવ્યો, નાદ જેણે વિશ્વમાં, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું...૧૨
રાજ્યાવસ્થા મૂછ નથી પામ્યા મનુજના, પાંચ ભેદ ભોગમાં, ઉત્કૃષ્ટ જેની રાજય નિતિથી પ્રજા સુખચેનમાં, વળી શુદ્ધ અધ્યવસાયથી, જે લીન છે નિજભાવમાં, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું....૧૩